Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જેન ભવાની ટીપ કેવી રીતે રાખવી જોઇએ?
આજીજી. . પ્રભુ ! સાંભળે !
જડ ભાવમાં કઈ દિનથી, સહુ શ્રમ મંહી ઘૂમી રહ્યા;
નથી નેત્ર કેનાં ઉઘડ્યાં, મોહપૂરમાં જાતા વહ્યા; ઉગાર સહુને એ આજીજી છે–નથી અવર અભ્યર્થના!
ખટક
પ્રભુ ! જે જરા !
કમેં મુને કઈ યુગ થકી, સ્વપાસમાં ગ્રહી પટકીઓ;
ભવભ્રમણમાં છવ નિશ્ચયે ને, કાલ અનાદિ અટકીએ;
એ મહા દુઃખની ટાલ ખટક’–છે માગણી એ. કચ્છ–પત્રી. તે
–એક કચ્છી મુનિ. તા. ૧૦-૭-૧૭
_
_ ~ जैन भंडारोनी टीप केवी राखवी जोइए ?
લીંબડી, જેસલમેર, પાટણ, અમદાવાદ, ખંભાત આદિ વિધવિધ સ્થલોએ આપણા પવિત્ર આગમે અને પૂર્વાચાયોએ ઉપકાર અર્થે ગુંથેલા હસ્તલિખિત પુસ્તકના ભંડાર છે તે કેઈથી અજ્ઞાત નથી, પરંતુ તે હસ્તલિખિત પુસ્તકો ક્યા ક્યા છે અને તેમના રચનારો કોણ કોણ છે, તેમની લેખનપદ્ધતિ કેવી છે, તેનું કદ પ્રમાણ કેટલું છે તે હજુ ટીપરૂપે વિગતે અહેવાલ બહાર આવ્યું નથી, અને તેથી તેમને પુનરૂદ્ધાર, તેમનું પ્રકાશન કરવાની વાત તે આકાશમાં જ રહે છે. શ્રી જૈનવેતાંબર કોન્ફરન્સની ઓફીસ તરફથી આ કાર્ય જે જે ભંડારોની ટીપો મળી તે પરથી હાથ ધરવામાં આવ્યું હતું, અને મહાપ્રયાસે અને જોઈએ તે કરતાં થોડા વધુ ખર્ચે “જૈનગ્રંથાવલિ” એ નામના પુસ્તકાકારમાં તેનું પરિણામ પ્રકટ થયું છે તે ઘણો સંતોષ લેવા જેવું છે. આ “જેનગ્રંથાવલિ” એ અપૂર્વ પ્રકાશ પાડ્યો છે અને તેમાંથી આપણાં પુસ્તકરૂપી જવાહિરેને ખ્યાલ આવી શક્યો છે, પરંતુ જે જે ટીપ પરથી કાર્ય લેવામાં આવ્યું હતું, તે ટીપે એટલી બધી અધુરી, પ્રમાદ–ઉતાવળ અને અશુદ્ધિથી કરેલી, અને પૂરી હકીકત પૂરી નહિ પાડનારી હતી કે તેથી ઘણે અંશે જેવી વિગતો જોઈએ તે પૂરી પડી શકી નથી, અને તે ઉપરાંત એવાં ઘણાં-હજારો વિરલ અને ઉત્તમ પુસ્તકે અંધકારમાં પડ્યાં છે કે જેની એવી અધુરી ટીપ પણ થઈ નથી યા મળી શકી નથી, તે પુસ્તકેદ્ધાર ખાતાએ દરેક જ્ઞાનભંડારની કીપ જે જે સ્થલે તે હોય તે તેને સંધની યા તે ભંડારના રખેવાળ ગૃહસ્થો, યતિએની સહાનુભૂતિથી કરાવવાની જરૂર છે, અને તે રખેવાળ સજજનોએ-સંઘોએ પિત પિતાના જ્ઞાનભંડારની ટીપ સંપૂર્ણ સ્વરૂપમાં બહાર લાવવાની યા તૈયાર કરાવી લેવાની ખાસ ચીવટ રાખવી ઘટે છે.
અસલમાં પુસ્તકોની જાળવણી બહુ ઉત્તમ રીતે રાખવામાં આવતી હતી, પુસ્તકો માટે