Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૪૫ર
જૈન કોન્ફરન્સ હૈરલ્ડ
બાલપણમાં તેની ચપલતા, શાંતિ અને એકાંતપ્રિયતા માલુમ પડતી હતી. તેઓ પોતાના પિતાશ્રીની સહાયથી અભ્યાસ ગુજરાતી તેમજ અંગ્રેજીને કરી સને ૧૮૦૩ માં મેટ્રિક અને ૧૯૦૪ માં પ્રિવિઅસની પરીક્ષામાં પસાર થયા હતા ત્યાર પછી વૈદ્ય-ડાકટરની લાઈનમાં જવાનું પ્રકૃતિને વિશેષ અનુકુલ લાગવાથી સને ૧૯૦૪ નવેમ્બર માસમાં ૧૭ વર્ષની વયે મુંબઈની ગ્રાંટમેડિકલ કોલેજમાં જોડાયા, અને લગભગ પાંચવર્ષમાં–સને ૧૮૦ માં પ્રથમ વર્ગમાં બીજે નંબરે છેલ્લી એલ. એમ. એન્ડ એસની ડાકટરી પરીક્ષા કુશલતાથી પસાર કરી. આ દરમ્યાન તેમને સામાન્ય જ્ઞાનમાં વિશેષ કુશલતા માટે સને ૧૯૦૮ માં માસિક રૂ. ૧પ ની રીડર્સોલરશિપ એકવર્ષ સુધી સને ૧૯૦૮ માં માસિક રૂ ૨૫ ની ફરિશ કૅલરશિપ એકવર્ષ સુધી અને મિડવાઈસરીમાં કુશલતા માટે માસિક રૂ. ૨૫ ની. મેકલેનાર્કોલરશિપ રૂપાનાં ચાંદ સાથે બે વર્ષ સુધી અનુક્રમે મેળવી પિતાના બુદ્ધિપ્રભાવ અને હશિયારી સિદ્ધ કર્યા હતા. હીરાચંદ ગુમાનજી જૈન બેડિંગ સ્કૂલને લાભ તેમણે લીધો હતો, કે જે સંસ્થાએ અનેક જૈન યુવકેને ઉત્તમ ડીગ્રી મેળવવી ઉપકાર કર્યો છે.
આવી રીતે વિદ્યાર્થી તરીકેની ઝલકતી અને ઉત્તમ કારકીર્દી બતાવી ડાકટર મહેતાએ બતાવી આપ્યું કે જેમાં સામાન્ય સ્થિતિવાળા ઘણુ યુવાને છે કે જેઓને આગળ વધવાના સંજોગે મળે તે તેઓ પિતાને ઉત્તમ બુદ્ધિપ્રભાવ ઘણી સારી રીતે પ્રકટ કરી શકેત્યાર પછી ડાકટર મહેતાને ઈગ્લેંડ જઈ તબીબી અભ્યાસ લંબાવી ત્યાંની મુશ્કેલમાં મુશ્કેલ અને ઉચામાં ઉચી પરીક્ષા પસાર કરવાની ઈચ્છા થઈ. આ ઇચ્છા સફળ કરવા માટે જોઈતાં નાણાંને મુખ્ય સવાલ હત; સુભાગે ભાવનગરવાસી અને અહીં ધીકતે વેપાર કરતા ઉદાર અને ધાર્મિક ગૃહસ્થ સ્વ. ત્રિભોવનદાસ ભાણજીના બંધુ શેઠ નરેત્તમદાસ ભાણજીને જણાવાતાં તેમણે ઉદાત્ત ચિત્તથી ડાકટર મહેતાના વિચારને વધાવી લઈ દિવ્ય સંબંધી સહાય પોતે આપવાનું સ્વીકાર્યું. શાબાશ છે આવા જૈનશ્રીમંતને કે જેમણે
આવા સામાન્ય સ્થિતિના વીર રત્નને ખરેવખતે મદદ કરવા બહાર પડી જૈનમને ઉત્તમ રત્ન પ્રાપ્ત કરી આપવા સેવાધર્મના ઉચ્ચ હેતુથી હિંમત બતાવી છે. હમણાના શ્રીમંત આનું અનુકરણ ક્યારે કરશે ?
આથી સને ૧૯૧૦ માં ઈંગ્લેંડ ગમન થયું. ત્યાં મુખ્ય નિશાન ઇડિયન મેડિકલ સર્વિસ (T. M. S) ની કઠિન ડીગ્રી લેવાનું રાખ્યું અને સાથે સાથે બીજી ઉંચ તબીબી પરીક્ષા પાસ કરવા માટે અભ્યાસ ચાલુ રાખ્યો. ઈગ્લંડની L. RC, P. અને M. R. C. S ની ડીગ્રીઓ મેળવી અને ઉપરાંત Primary Fellowship of Royal College of Surgery ની પરીક્ષા પસાર કરી. આખરે મુખ્ય સાધ્ય નામે I. M. S. (Indian Medical Service) ની ઉત્તમમાં ઉત્તમ ડીગ્રી ૨૬ મી જુલાઈ સને ૧૮૧૩ ને દિને મેળવી પોતાનું અદ્ભુત બુદ્ધિબલ બતાવ્યું.
આખા મુંબઈ ઇલાકામાં ગુજરાતી હિંદુઓમાં છેલ્લા ૪૦ વર્ષોમાં ડાકટર મહેતા બીજા T. M. S. છે અને કાઠિયાવાડમાં તેમજ સમગ્ર જૈન કોમમાં–વણિક કામમાં તેઓ પહેલા I. M. S. છે અને તે માટે અમે તેમને આખી જૈન સમાજ તરફથી અંતઃકરણપૂર્વક મુબારકબાદી આપીએ છીએ અને પ્રભુ પ્રત્યે પ્રાથએ છીએ કે જેને કામમાં આવા વધુ નરરત્નો પ્રાપ્ત થાઓ અને ડાકટર મહેતા પિતાની બુદ્ધિને લાભ જૈન કોમને આપ્યાં જ કરે, અસ્તુ.