Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૮૪.
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ. मनुष्यपूजानी मजा
अथवा
ગામનનો નં. '
લખનાર –રા. રા. પઢીયાર.
સેમચંદ શાહ બહુ શ્રદ્ધા વાળો ને ભાવિક વાણિઓ હતું. તેની પાસે ઘણા પૈસા હતા, ધંધા રોજગાર બહુ સારી રીતે ચાલતો હતો, અને કુટુંબ સુખની બાબતમાં પણ બીજા ઘણા લેકના કરતાં તે વધારે નસીબદાર હતે. આવી સગવડે છતાં પણ એ બધી બાબતોમાં તે આસક્ત થઈ જ નહિ, પણ એ બધું કરતે છતે તેને આત્મા અંદરથી કાંઈક બીજી વસ્તુ માગતું હતું, તેથી તે એ વસ્તુની શોધમાં ફર્યા કરતો હતો. એટલું જ નહિ પણ પિતાને આત્મા જે જાતને આનંદ માગતા હતા ને જે જાતનું દર્શન ઈચ્છત હતે તે મેળવવા માટે એ સાધુઓમાં ફરતે, મંદિરમાં જતે, જુદાજુદા દેવોની પૂજા કરે, જુદાં જુદાં તીર્થોમાં સ્નાન કરતે, જુદા જુદા તહેવારના દિવસે જુદી જુદી વિધિ પ્રમાણે દાન આપતો, અને ધર્મનાં ભજનો ગાયા કરતે, છતાં પણ તેને જે સંપ મળવો જોઈએ તે મળતું નહતું અને તેને આત્મા જે વસ્તુ શેધી રહ્યા હતા, તે વસ્તુ તેને મળતી નહોતી.
સોમચંદ શાહ આવી રીતે શ્રદ્ધાની બાબતમાં તથા પિતાને વ્યવહાર ચલાવવામાં કુશલ હિતે, પણ જ્ઞાનની બાબતમાં ઢીલે હતો. તેથી ઊંડા જ્ઞાનની ઝીણી ઝીણી ગલીઓમાં તે ‘જઈ શકતે નહિ. અને ધર્મનાં ઉંચા ઉંચા સિદ્ધાંતે તે સમજી શકતે નહિં. તેથી વેદાંત. નું બહું ઉચું જ્ઞાન તેને કામ લાગી શકતું નહીં, એટલે તેના તરફડાટ પ્રમાણે ને તેની ઇચ્છા પ્રમાણે તેને સંતોષ થાય તેવું તત્વ હજી સુધી તેને મળ્યું નહોતું.
હવે સોમચંદ શાહની ઉમર બાવન વર્ષની થઈ ગઈ હતી. ઘેર જુવાન દીકરો હતો તેણે ઘરને કાભાર ઉપાડી લીધો હતો. પિતાની બાયડી ડે વખત થયે ગુજરી ગઈ હતી, અને હવે તે ધંધામાંથી છુટ થયે હતો. એટલે પિતાનો ઘણે વખત ધર્મ ધ્યાનમાં ગાળતો. એવા વખતમાં તેને ખબર મળ્યા કે મહાત્મા બુદ્ધ અહિંથી થોડે દૂર સારનાથમાં પધારેલા છે ને તેમના ઉપદેશથી ઘણું જણાને સત્યજ્ઞાન થઈ ગયું છે, તેથી ઘણું માણસો તેમની પાસે ઉપદેશ લેવા માટે જાય છે. એ સાંભળીને આત્માની શાન્તિ માટે તરફડતા હૃદયવાળો સોમચંદ શાહ પણ મહાત્મા બુદ્ધની પાસે જવા નીકળે.
ત્રીજે દહાડે તે મહાત્મા બુદ્ધની પાસે પહોંચ્યો. એ વખતે મહાત્મા બુદ્ધ એક ખુલ્લા મેદાનમાં ઝાડની નીચે ધ્યાનમાં બેઠેલા હતા. અને તેનાથી થોડે દૂર સેંકડો માણસો તેના ઉપદેશ માટે વાટ જોઈ રહ્યાં હતાં. કારણકે બુદ્ધના ઉપદેશથી તુરતજ જ્ઞાન મળી જાય છે ને આત્મદર્શન થઈ જાય છે, એવી કીર્તી ચોતરફ ફેલાઈ ગઈ હતી. તેથી ઘણે દૂર દૂરથી માણસનાં ટોળેટોળાં દેયાં આવતાં હતાં.
મહાત્મા બુધે અતિશય ઉગ્ર તપશ્ચર્યા કર્યા પછી તથા અનેક જાતનાં સાધને કર્યા ગછી છેવટે બુદ્ધ ગયામાં બોધિ વૃક્ષ નીચે તેમને સત્યજ્ઞાન ને સત્યદર્શન થયું હતું. એ