Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
છે
,
પાંજરાપોળ પ્રત્યે સમાજસેવકોનું કર્તવ્ય.
19. વિવેચક–એ પાછ? ધર્માદાની મુડીથી ઉછરેલા એ ઢોર ! તું હવે હેણું મારનાર કોણ છે? મહેને રહેવાનું ઘર ન હોય તે ઉલટી હારી લાયકીને અચુક પુરાવો છે. આવક કરવાની શકિત છતાં અને કઈ પણ જાતનું વ્યસન ન છતાં હું ઘર ખરી. દવા જેટલી ૨૦૦૦ રૂપેડીની રકમ પણ બચાવી શકે નથી અને ગુપ્ત રીતે જન સેવામાં મારા સર્વસ્વને ભેગ આપું છું, એ વાત ઉલટી મહારા લાભમાં જાય છે. હારી પેઠે પારકાં ઘર બથાવી પાડવાં અને ધર્માદાનાં ઘર વેચી વેચીને તે પૈસામાંથી બંગલા કરી ગાડી ઘોડામાં મહાલવું તે કરતાં ઘરવગરનાં થઈ રસ્તા પર સુઈ રહેવાનું અને જેટલા વગરના થઈ હવાખાઇને રહેવાનું હું વધારે પસંદ કરું છું. હવે હજી ખબર નથી કે હવા ખાઈને રહે નારને અર્થાત સર્પને ડંખ કે હેય છે? અગંધન કુળના સાપની પ્રશંસા ખુદ ભગવાને કરી છે, તે નાગ પિતાની લીધેલી ટેક છોડવા કરતાં બળી મરવું વધારે પસંદ કરે છે. અને જાણ– કુતરા ! જાણ કે-આ નાગ આજે જે ટેક લે છે તે જીવ જતાં પણ નહિ છેડે. ધમદાને ખાધેલ પૈસો એકાવશે ત્યારે જ ઝંપશે હારું કશું ચાલતું નથી હારે તું લાંચ રૂશવતનું સહેલામાં સહેલું તહોમત મુકે છે. પણ એ રૂશવતખાર બદમાશ ! એકપણ માણસ બતાવ કે જે મહારા ચન્દ્રમાં સસલું બતાવી શકે ? હે જે એવી રૂશવતે. ખાધી હોત તે ખાવા પહેરવા અને ઓઢવા પહેરવાની દરકાર વગરના મહારે આજે એક બે હજાર રૂપૈડીના ધંધેલીઆનું મહેણું ખાવું પડતજ નહિ. હું જે રળું છું તે જાહેર સેવાના કામમાં પડવા સબબે ખર્ચાઈ જાય છે, તેથી જ હું “ લંગોટીઓ ' બન્યો છું. પણ હને શું ખબર નથી કે “લંગોટીઓ સર્વથી વધારે લક્ષ્મીવાન હોય છે? લક્ષ્મી કાલે હવારે ચાર કે સરકાર કે આગ ઉઠાવી જશે; પણ મારી લમી પેલા દૂરના આકાશમાંના મજબુત કિલ્લામાં જમા થાય છે, તે મને જરૂર વખતે મળશે. હમણાં મને લક્ષ્મીની શી જરૂર છે? ખાવાને સાદું સાદું પણ ભોજન મળે છે, રહેવાને ભાડાનું પણ મકાન મળે છે; લેકે મહારા તરફ પ્રેમ અને માનની લાગણીથી જુએ છે, મ્હારી સલાહ અને હાજરીથી કેટલાંક જાહેર કામે સુધર્યા છે અને થયાં છે. હારા હાડકાં પહોંચે છે હાં સુધી હું લક્ષ્મીની દરકાર કરવાનું કારણ જેત નથી. લક્ષ્મીની દરકાર હારા જેવા હાડકાના ભાગેલા બીચારા બાપડા પશુડાને જ સોંપી છે, કે જેઓને (પતે રળવાને અશક્ત હેઈ) ધર્માદાની દોલત તરફ દૃષ્ટિ કરવાની જરૂર પડે છે. મહારાં હાડકાં જહારે થાકશે
હારે હે પેલા અદ્રશ્ય ભંડારમાં જમા કરાવેલી લક્ષ્મીને જરૂર જેટલે હિસ્સે મને મોકલવામાં આવશે. ખપ કરતાં વધુ લક્ષ્મીથી અપચ થાય-અપચાથી દુ:ખ દરદ થાય અને તેથી મૃત્યુ થાય; માટે હવે તે ઉપાધિથી મહારે પરમેશ્વરજ દૂર રાખે છે.
સઘળે શાન્તિ પથરાઈ. વિવેકચંદ્રની વાગ ધારાએ સર્વની વાચાને બાંધી લીધી. કેટલીક વાર સુદર્શન ઉભો થયો અને ગદગદિત કંઠે વિચંદ્રને ઉદ્દેશીને બોલ્યોઃ માસ્તર સાહેબ ! આપની આટલી બધી લાયકી મહારા જાણવામાં આજે જ આવી. આપ એક જ ખાલી છે અને રહેવાનું ઘર પણ ધરાવતા નથી એટલી બધી આપની કડી સ્થિતિ આજ સુધી મહારા જેવા લાપતિ શિષ્યની સમક્ષ પણ આપે જાહેર ન કરી એ આપને મગજની શ્રીમંતાઈ મહને આપના તરફ વધુ માનથી જેવા પ્રેરે છે. મુરબ્બી શ્રી ! આટલું મહારું માનો અને આ બે હારે ડોકમાંને મોતીને હાર. હેના આપને ૨૫૦૦૦ રૂપૈયા