Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૯૮
શ્રી જૈન કન્ફન્સ હેરલ્ડ.
૧ ફક્ત ભૂતકાળમાં જે બનાવ બનેલા હોય તેનીજ ફીલ્મો બતાવી શકાય છે.
૨ અમુક પ્રકાશ વડે આ દેખાવોની છાપ આપણી ચક્ષુઈદ્રિય માર્ફત મગજ ઉપર પાડવામાં આવે છે. એ પ્રકાશ એવો જોરાવર હોય છે કે આપણું ચક્ષુમાં જતાં આંખને નુકશાન પહોંચે છે એમ વૈદકીય અભિપ્રાય પડે છે.
૩ ફિલ્મને રંગ અપૂર્ણ, અવાજની ગઠવણ અશુદ્ધ-આ ખામી ઉપર સુરત રાખી અમે એવી જાતનું યંત્ર તૈયાર કર્યું છે કે જેથી ભૂત અને વર્તમાનને એક બાજુ રાખી ભવિષ્ય કાળમાં શું બનાવ બનશે તે બતાવવા શક્તિમાન થયા છીએ; તેની સાથે અમારું યંત્ર એવું અદ્રશ્ય છે કે ક્યાં ગોઠવ્યું છે તેની તમાસગીરને ખબર પડતી નથી. જે પ્રકાશ અમે વપરાશમાં લઈએ છીએ તે પ્રકાશ ઘણીજ ઝહેમત અને મગજ ખરચીને શોધી કાઢયો છે. તે પ્રકાશ ગુપ્ત છે. તે પ્રકાશ વડે દેખાવના આંદોલનો પરભાર્યા તમાબીનના જ્ઞાનતંતુ ( Retina ) માં પ્રવેશ થાય છે કે જેથી પ્રેક્ષક આંખ મીંચીને દેખાવ ખુશાલીથી જોઈ શકે છે–અગર અમારા શબ્દોમાં કલ્પી શકે છે. આથી આંખનું તેજ બગડવા ધાસ્તી નથી. હાલના સીનેમેટોગ્રાફની ફીલ્મો વધારેમાં વધારે ચારથી પાંચ હઝાર ફીટ લાંબી નીકળી શકે છે પણ હમારી ફીલ્મની લંબાઈનું માપ અવર્ણનીય છે. ફીલ્મોનો રંગ એકદમ કુદરતી અને અવાજ પણ તદન-કુદરતી જ છે.
ભવિષ્યમાં નીપજનારા બનાવની ફીમો એ અમારી ખાસ “સ્પેશીયાલીટી”. છે. જેમકે –“ સને ૨૦૬૮ ની સાલમાં હીંદુસ્થાનમાં પડનારે ભયંકર દુકાળ, “ ધનુષ્ય બાણ’ પત્રની ખેંચાણકારક અપીલ–પરીણમે એરપ્લેન ( હવાઈ વિમાન ) માં હીંદુરથાનથી મંગળના ગ્રહ ( Mars) તર્ક ઉપડી ગયેલું વગદાર ડેપ્યુટેશન–મંગળ ગ્રહવાસીએ તથી અપૂર્વ સત્કાર-મળેલી કીંમતી મદદ ” “ઈરાનમાં પારસી સંસ્થાન વસાવ્યાં પછી પેલે પારસી રાજા–તેની દબદબા ભરી તાજપોષીની ક્રિયા–દેશ પરદેશના એલચીઓ. તર્જીથી થતું નઝરાણે ”—
“ અંત્યજ વર્ગને સંપૂર્ણ ઉદ્ધાર થયા પછી હીંદુસ્થાનમાં પાયખાનાની શી ગોઠવણ થશે, તથા મેલું કેવી રીતે ખસેડવામાં આવશે ”—
“ ભદ્રંભદ્રના સગોત્રીની ભિક્ષકી શાળા યાને માંત્રિકી મહાવિદ્યાલયની સ્થાપના થયા પછી તેમાંથી પસાર થયેલા ગ્રેજ્યુએટે સમાજને કેવી રીતે ઉદ્ધાર કરશે-” “ ન્યાત જાતનો તફાવત નીકળી ગયા પછી સને ૨૦૩૧ ની સાલમાં થનારું પહેલું વસ્તી પત્રકહીંદુસ્થાનની રંગ બેરંગી જાત તથા નામની “ધનુષ્ય બાણ ” પત્રમાં પ્રસિદ્ધ થતી અધે સત્તાવાર ટીપ” “ લખપતી ચીનાઈ લુહાણ હરજી વેંગ મેઝીઝમલ જે. પી. (Justice of the Pedlars or Juice of Potatoes) H 514721125101: 5:41 સાથે, અને પ્રખ્યાત મલઈ પંડીત માંઉ દ્વારકાં હુસેન હાજી ટોમી પ્રસાદ બી. બી. (Batchelor of Begging ) ના માદાગાસ્કરની મહીલા સાથે કેવી ક્રિયાથી લગ્ન થશે—” એ વગેરે આબેહુબ દેખાવોની ફિલ્મો તૈયાર કરવામાં આવી છે.
હમારું યંત્ર એક રીતે જોતીષનું કામ સારે છે, સાથે ગમતા રહેલી છે આ કરામતને લીધે મારા નવીન યંત્રનું નામ “ઓલ્યા જેોગ્રાફ ” ધારણ કરવામાં આવ્યું છે.