Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૮૮
શ્રી જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
ત્યારે સોમચંદ શાહ ત્યાંથી ઉઠ, અને મહાત્મા બુદ્ધ સામે ઉપકારની કાંઈક ખાસ અજબ જેવી દ્રષ્ટિથી જોઈને કહ્યું કે, “ મહારાજ ! હવે બીજું કાંઈ કહેવાનું છે ? ”
ત્યારે મહાત્મા બુદ્ધ ભગવાને કહ્યું કે “ ભાઈ ! હવે એકજ વાત કહેવાની છે, અને તે એ કે, જ્યારે એક માણસની પૂજા કરવામાંથી આટલે બધો આનંદ મળી શકે છે ત્યારે જે બધા આત્માઓની પૂજા થઈ શકતી હોય અને બધે ઠેકાણે આત્માને અનુભવ થઈ શકતો હોય તે એમ કરનારને આનંદ કેટલો બધો હોય ? તેને જરા વિચાર કરજે, અને તારા બંધુઓને શીખવજે કે............મનુષ્યની પૂજાની મજા કાંઈ ઓર છે, અને આત્માના દર્શનને આનંદ અલૈકિક છે. બેટા ! જા હવે આ સંદેશો જગતને કહેજે, અને તારાથી એમાંથી જેટલું પળાય તેટલું પાળવાની કોશિશ કરજે”—એમ કહી મહાત્મા બુદ્ધ ફરીથી ધ્યાનસ્થ થયા, અને સેમચંદશાહ મહાત્મા બુદ્ધના ચરણમાં મસ્તક ઝૂકાવી, તેમાંથી નવું બળ મેળવી બુદ્ધને સંદેશે જગતને આપવા માટે ચાલી નીકળ્યા.
બંધુઓ ! આવી મનુષ્યપૂજાની અને આવા આત્મદર્શનની તથા આવા ગુરૂઓની અને આવા શિષ્યોની હવે આપણે દેશને, દુનિયાને અને આપણું ધર્મને ખાસ જરૂર છે. માટે સહુ ભાઈ બહેને એવી ખરી પુજા કરતાં શીખો, એમ મારી પ્રાર્થના છે.
आदर्श जैन साधुओ जगत्नु हित शुं न करी शके ?
(લેખક:-મુનિ મહારાજશ્રી કર્પરવિજયજી.-પાલીતાણું.)
જેમણે રાગ દ્વેષ અને મહાદિક મહા રિપુઓને જીતી લીધા છે તે જિને અરિહંત કહેવાય છે અને તેમના ફરમાન મુજબ સ્વાર્થત્યાગ કરી સ્વપરહિત સાધનમાં ઉજમાળ થઈ રહેનાર જૈન સાધુ-મુનિ-નિગ્રંથ-અણગારના નામથી ઓળખાય છે. તેઓ ધેરી-વૃષભની પેરે પાંચ મહાવ્રતાદિક નિયમ ધુરાને ધારણ કરી રહે છે. તેઓ રાય રંકને સમાન ગણી ભેદ ભાવ રાખ્યા વગર સન્માર્ગ બતાવે છે. સદાય સમરસ ભાવમાં ઝીલ્યા કરે છે. બેટી થાપ-ઉથાપ કરવામાં પોતાનો અમૂલ્ય વખત ગાળતા નથી. પણ અવિનાશીના ઘરની વાત જાણવા-આદરવા ખપ કર્યા કરે છે. તેઓ સ્પૃહારહિત હોવાથી સેનાને પથ્થર સમાન લેખે છે. સ્ત્રી આદિક મેહક પદાર્થના પાશમાં પડતા નથી પણ કેવળશિવ–વધુનો જ સંગ કરવામાં આદર વાળા હોય છે. તેઓ પોતાની નિંદા કે સ્તુતિ શ્રવણ કરી હર્ષ–શેક કરતા નથી. એવા યોગીશ્વરેજ જગતનો ખરો ઉદ્ધાર કરી શકે છે. તેઓ ચંદ્ર સમાન શીતલ સ્વભાવના અને સાયર જેવા ગંભીર પટના હોય છે. તેઓ ભાખંડ પંખીની પેરે અપ્રમત્તપણે સંયમ યુગમાં સાવધાન થઈ વર્તે છે અને મેરૂ પર્વતની જેમ નિશ્ચલ વૃત્તિને ધારણ કરે છે. તેઓ પંકજની પેરે ભોગ પંકથી ખરડાતાનથી–અળગા રહે છે તેમજ સ્નેહ જળથી પણ લેખાતા નથી. આવા સુસાધુએજ પ્રભુના ખરા પ્રેમપાત્ર હોય છે. શ્રીમાન ચિદાનંદજીએ ચિદાનંદ બહોતેરી'-માં આવા વિરલ સંત-સુસાધુ જનનું ગુણગાન નીચે મુજબ કરેલું છે તે આત્માથી પુરૂષોએ વાંચવા યોગ્ય છે.