Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
भारतकी भावी भलाईका उपाय.
wwwwwwwwww
વિશાળતા થતી નથી. વળી સઘળી વાતે સત્ય હોતી નથી માટે કોઈ પણ વાત, બુદ્ધિબળ વાપરીને તે કહે તે પ્રમાણે કબુલ કરવી-સત્ય માનવી. વળી અંતઃકરણ વિરૂદ્ધ કઈ પણ બાબત કરવાથી લાભ તે થતું નથી પણ કેટલીએક વખત ઉલટું નુકશાન થાય છે. માટે અંતઃકરણ જેમ કહે-પ્રેરણ કરે તેમ વર્તવું. (સત્ય બાબતમાં પ્રેરે તેજ !)
મહાત્મા બુદ્ધદેવની ઉપદેશપદ્ધતિ અને ધર્મપ્રસાર પદ્ધતિ હાલના ધર્માચાર્યોએ ખાસ લક્ષમાં લેવાની ઘણી જ અગત્ય છે. કર્મ ને પુનર્જન્મને સિદ્ધાંત તેણે સ્પષ્ટતાથી સાબિત કર્યો છે અને બ્રાહ્મણોને મધ્યસ્થ રહેવાનો દાવો રદ કરી કર્મને પ્રાધાન્ય પદ આપ્યું છે.
અજ્ઞાન એજ દુઃખનું મૂળ કારણ છે એમ તેઓએ ઉપદેશ કર્યો છે. વેદાંતીઓ પણ અવિદ્યાને દુઃખનું કારણ કહે છે. તે અવિદ્યા તેજ અજ્ઞાન સઘળાં દુઃખો અજ્ઞાનમાંથી જ પ્રાપ્ત થાય છે, અને જ્ઞાનથી જ સઘળાં સુખ મેળવી શકાય છે. એમ અજ્ઞાનાવસ્થા દુઃખદા હેવાને લીધે અજ્ઞાનને આપણાથી સદાને માટે દૂર કરવું અને જ્ઞાનને મેળવવું. તેને અષ્ટવિધ ઉત્તમ માર્ગ બુદ્ધાપદેશના પૃ. ૧૪૨ મે બતાવ્યો છે તે ખાસ કરીને કાર્યમાં–વર્તનમાં મૂકવા જેવો છે. - તૃષ્ણને નાશ થશે તેજ દુઃખને અંત આવશે એ તેમનું કથેલું બરાબર છે-સત્ય છે-સમજવા જેવું છે એટલું જ નહિ પણ તે આચારમાં ખસુસ મેલવા જેવું છે !
સર્વ જીવોને જીવવાને હક છે એ એમને ખાસ ઉપદેશ હતે. દુનિયાની અંદર સર્વ પ્રાણીને જીવવાને હક સરખેજ છે. અન્યને મારવામાં કોઈને પણ હક નથી. શ્રી મહાવીર પ્રભુએ “મા હણે મા હણહણશે તે હણવું પડશે, છેદશે તે છેદાવું પડશે વગેરે જે બોધ કર્યો છે તે પણ એજ હતા, બુદ્ધ તેમજ મહાવીર એ બે ક્ષત્રીય વીરએ બ્રાહ્મણની સત્તા તેડી, સર્વ જીવપર દયા રાખવાનું ફરમાવ્યું તેને લીધે ઘણું છો બચી ગયા છે, બચે છે ને હજી ભાવિમાં પણ બચશે. મહાવીર પ્રથમ થયા છે ને બુદ્ધ પછી થયા છે પણ એ બને મહાત્માઓએ વિશ્વદયા ફેલાવી ઘણુંજ ઉત્તમ કાર્ય કર્યું છે. આવા મહાત્માઓ પૃથ્વીતલમાં વારંવાર ઉત્પન્ન થાઓ અને જગતના સર્વ જીવોમાં સમભાવ ફેલાવો ! એજ હૃદય ભાવના અમરત્વ પામ! અસ્તુ!
બહેન નિર્મળ
भारतकी भावी भलाईका उपाय.
भारतवर्ष के लीडर ( अग्रणी ) वही पुरुष हैं जो पढ़े लिखे हैं और जिनमें देशहितैषिता है । इन्हीं लोगों के हाथमें हमारे देशकी शोकमय अवस्थाका सुधार है । मैंने अपने देशके सुधारके अर्थ बहुत कुछ सोच बिचार किया है
और मुझ्झे विश्वास है कि भारतवासियों के लिये सबसे भारी लाभदायक बात सम्बादपत्रों का पढ़ना है । जिसके द्वारा ज्ञात हो सकता है कि देशके सुधारक लिगे किन २ बातों की आवश्यकता है। इस लिये प्रत्येक भारतवासी को यह