Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૮
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ.
ઈશ્વરની કૃપા છવાઈ રહી હતી. એ વખતે જાણે તેનામાંથી મનુષ્ય સ્વભાવની નબળાઈ નીકળી જઇને તેને બદલે દેવભાવ આવી ગયો હોય તેમ લાગતું હતું. અને એ વખતે જાણે તેનું જ્ઞાન તેના અનુભવમાં આવતું હોય એમ લાગતું હતું. ટુંકામાં એજ કે, એ વખતે જાણે તે નવો માણસ બની ગયા હોય એમ જણાતું હતું. આવી દશામાં આવીને તે પિતાના મનમાં બુદ્ધ ભગવાનને કહેતા હતા કે, “ હે પ્રભુ ! હવે મને તમારી પૂજા કરવા, ને તમારા ચરણને શરણે રહેવા દે.” આમ તે વિચારી રહ્યા હતા એટલામાં મહાત્મા બુધે ધ્યાનમાંથી પોતાની આંખ ખોલી, ને તેની સામે જોયું. એ વખતે સેમચંદ શાહની દષ્ટિ પણ મહાત્મા બુદ્ધની દૃષ્ટિની સાથે મળી ગઈ અને એજ વખતે . સેમચંદશાહને મહત્મા બુદ્ધની અંદર આત્મદર્શન થઈ ગયું. કાંઈ પણ શબ્દોના ઉપદેશની જરૂર રહી નહિ. પ્રથમ ભાવના, પછી શરીર દર્શન, અને પછી દ્રષ્ટિના એકાકારથીજ સોમચંદશાહને જે વસ્તુ જોઈતી હતી તે મળી ગઈ. એ વખતે ગદ્ગદિત થઈને સેમચંદશાહ મહાત્મા બુદ્ધનાં ચરણ પકડીને ઘણીવાર સુધી તેમાં પડયો રહ્યા. ઉઠવાનું તેને ભાન રહ્યું નહિં. આનંદના સમુદ્રમાં ડેબેલે કેટલીક પળો સુધી તે ત્યાં પડ્યો રહ્યા. એ પછી એ આનંદના સમુદ્રમાંથી ડૂબકી મારીને જ્યારે તે બહાર નીકળે ત્યારે મહાત્મા બુદ્ધ સામે જોઈને તે કહેવા લાગે કે, “ભગવાન ! આવી કૃપા ! આના બદલામાં હું શું કરી શકું? મને આપની પૂજા કરવા દો.”
ત્યારે મહાત્મા બુદ્ધે કહ્યું કે, “ભાઈ, શું પૂજા કરવી હજી બાકી રહી છે? તારી પૂજાને લીધે તને ફળ મળી ચૂક્યું છે તું એમ સમજે છે કે, આ બધું મેં કરેલું છે; પણ નહિ ભાઈ એમ નથી. એ બધું તારી ભાવનાનું ફળ છે. તારામાં ઘણું વખતની ઘણી જાતની તૈયારી હતી તેને લીધે મારી મારફત તને લાભ થયો છે, એટલે હું તો તેમાં નિમિત્ત માત્ર છું.”
"ત્યારે સેમચંદ શાહે કહ્યું કે, મહારાજ ! મારી લાયકીથી ને મારી મહેનતથી જે મારું કામ થયું હોત તો હું આપની પાસે આવવાની તસ્દી લેત નહિ. પણ મારી મહેનત કામ લાગી નહિ ને મને જોઈતી વસ્તુ મળી નહિ તેથીજ હું આપની પાસે આવ્યો છું, અને આપનાં દર્શન થતાંજ મારો આત્મા જાગી ગયો છે. તથા આપની દ્રષ્ટિ મારી દ્રષ્ટિની સાથે મળતાંજ વગર ઉપદેશે મારું કામ થઈ ગયું છે. માટે હવે એ ઉપકારના બદલામાં જરા તમારી પૂજા તે કરવા દે.
ત્યારે બુદ્ધ ભગવાને કહ્યું કે, આત્મદર્શનના આનંદ પછી પણ હજી તને પૂજાની વાસના રહી છે ? ભાઈ, જે તું એને ઉપકાર સમજતો હોય તે એ ઉપકારનો બદલો શું મારી પૂજાથી વળી શકે તેમ છે ? ભાઈ તું કોની પૂજા કરીશ ? મારા દેહની કે મારા આત્માની ? જે મારા દેહની પૂજા તારે કરવી હોય તો એ પૂજામાં કાંઈ માલ નથી, કારણ કે એ દેહ તે થોડા વખતની અંદર અગ્નિમાં ઝુંકાઈ જવાનો છે અગર માટીમાં મળી જવાને છે. અને જે આત્માની પૂજા કરવા ઈચ્છતા હોય તો એ પૂજા તે થઈ ગયેલી છે. એ પૂજા કાંઈ કીધી થતી નથી, અને ખાસ ચાહીને પૂજા કરવામાં આવે તે પૂજામાં કાંઈ માલ નથી, પણ જ્યારે આવી સ્વાભાવિક રીતે જ પૂજા થઈ જાય ત્યારેજ કામ થઈ જાય છે. અને એજ પૂજા સાચી પૂજા કહેવાય છે. માટે હે ભાઈ, હવે તમે ફળ પુલની ને ધુપદીપની પૂજામાં જ રહી જાઓ માં, પણ હવે તે આત્માવડે આત્માની પૂજા કરતાં છીએ એજ મારે ઉપદેશ છે,