Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જીવનથી કંટાળેલા મિત્રને પત્ર.
૩૭૯
દેહરે.
કપાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ અંતર દયાં, તે કહિયે જિજ્ઞાસ. આટલુએ ન હોય, ને વીતરાગવચનમાં દઢ-નિઃશંક શ્રદ્ધા હોય–તેને પણ સમીત કહ્યું છે. જેને મનમાં બે ઘડી પણ સમીતી પરિણામ થયા હશે, તેને અ સંસાર કપાઈ ગયો એમ જિનવચન છે; માટે જિનેશ્વરપર અચળ–નિઃશંક વિશ્વાસ રાખજો. અંતરથી બને તેટલું બહુમાન કરજે.
નિશ્ચય માનજે કે (૧) આત્મા છે; (૨) તે નિત્ય છે; (૩) પિતાનાં કર્મોને તે ક છે; (૪) પિતાનાં કમને તે ભોક્તા છે; (૫) મેક્ષ છે; (૬) મોતનો ઉપાય સધર્મ છે. છ દર્શન આ છ સ્થાનકમાં સમાઈ જાય છે, જેમકે ચાર્વાકના જડવાદીઓ (૧) ને નથી માનતા એટલે કોઈને નથી માનતા; એમ )(૧) પછી (૨), પછી (૩) એમ જુદા જુદા દશને પિતાની માન્યતામાં સ્થાનકે ગ્રહણ કરતા જાય છે, જ્યારે જૈન તે છએને સંપૂર્ણપણે યથાર્થરૂપે માને છે. આ છ સ્થાનકની શ્રદ્ધા સમકતમૂળ છે. સમકિત પામ્યા પછી પાંચપચીસ ભવે સંસારને નકકી અંત છે. માત્ર ઉત્કૃષ્ટ કઠણ કર્મને અરધે સંસાર રહે છે, નહિત ત્રણ ભવે, પાંચભવે, પંદર ભવે મેક્ષ છે. અનાદિથી આપણે ભવભ્રમણ કરી રહ્યા છીએ; ચક્રવર્તિથી તે નિગદને અનંતકાય વનસ્પતિ-કંદમૂળ-જેવા બધા ભવ આપણે કર્યા છે તો તેના પ્રમાણમાં બે ચR ભવે તે શું ? માટે ભવસ્થિતિ ક્ષય કરવાનું આ બીજ ભાવપૂર્વક વાવજો.
આપ શાણા છે; આગલા માણસને સદ્ હેતુ સમજી શકે છે; મોત જેવી ગંભીર બાબત પર કંપારી ખાધા વિના વિચાર કરી શકો છો, તો તે સંબંધી બે બોલ ઉમેરવા રજા લઉં છું. મારો સદ્ આશય આપ ગ્રહણ કરશો એવા વિશ્વાસથી જ એ સંબંધે છૂટથી વિચાર કરું છું-લખું છું.
મોત આવવાનું હશે તો આવશે —યા જ નહિ આવે ”—એમ બે રસ્તા સિવાય ત્રીજો રસ્તો નથી. બંને માટે પ્રસન્ન ચિત્તે આપણે તૈયાર રહેવું એ સતપુરૂષનું લક્ષણ છે. · Live as if you were to die tomorrow; learn as if you were to live for ever.” મનુષ્ય દેહ હશે તો જ આની સાધન થઈ શકશે. માટે દેહ ટકાવા બનતા ઉપાય લેવા એ આપણું કર્તવ્ય છે. માત્ર આખો દિવસ તેનું ધ્યાન રાખવું–તેની ચિંતા ફિકર રાખવી–શક ધરવો એ કર્તવ્ય નથી. શેક કે ચિંતાનું નામ ન હોવું જોઈએ, નહિ તે વ્યર્થ કર્મ બંધન થાય; પણ ઉપર જણાવ્યા પ્રમાણે તે વેદના સમભાવે ભેગવવા પ્રયાસ કરવો. મનને એવા આર્ત તથા રૌદ્ર ધ્યાનમાંથી ખેંચી ધર્મધ્યાનમાં લગાવી પિતા ને માનવભવ સફળ કરવો. આજ પર્યત પોતે કરેલા પાપ સંભારી શુદ્ધ અંતઃકરણથી પશ્ચાત્તાપ કરવો, ને મન-વચન-કાયાથી મિચ્છામી દેકડો લેવો. સંસારના સર્વે છે પ્રત્યે અનુકંપા ( દયા), કરૂણા (દેષવાનપર, પણ દ્વેષ નહિ ), પ્રમોદ (ગુણી તથા ગુણનું ઉલ્લાસપૂર્વક અનુમોદન-પ્રશસ્ત રાગ), મૈત્રી-સમભાવ-Sympathy-equal feeling એવી ચાર ભાવના રાખવી. કુટુંબ શરીર-સુખ-વગેરે પર વિરાગ-વૈરાગ્ય આપ્યું એટલે