Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
લગ્નવિચાર અને દમ્પતિ ધર્મ."
કંઈક અંદરથી સ્વાભાવિક રીત્યેજ આવે એવું થાય છે અને તે અટકાવ્યા વિના રહેવા દેવ એજ કર્તવ્ય છે.
અને, એ વાત તે આપણને પ્રભુના દેવદૂતે—તમારા બાળકે પણ બહુ મઝાથી તાજી કરાવી હતી કે, “પ્રાથમિક લાગણી પ્રેમની પ્રભુની આવે છે અને તtતર-તંદુત્તર લાગણી રાક્ષસની આવે છે. મહેને પ્રાથમિક લાગણીને અનુસરવાને પ્રભુના આદેશ જેવું હમજાય છે.
ગૃહસ્થ ધર્મનું જીવન ભોગવતાં તમો દમ્પતિને જોયાં, અને તે પછી બીજું જે જોયું. તમારે ત્યાં આવતા પહેલાં એક તરતનાં દમ્પતિને આછી નજરે જોયાં હતાં. આજ પહેલાં પણ તમો દમ્પતિને તેમજ બીજાં કઈ યુગ્મમિત્રોને જોયાં હશે. પણ આ વખતે તે તપિવનમાંથી અહીં ઉતરી આવ્યો ત્યારથી જ પ્રેક્ષકની નઝર લાધેલી હતી. અને તેથી દુનિયાને અને સૈને જુદી વસ્તુ તરીકે બહુ સ્પષ્ટ જોઈ શકતા હતા. અને તે પરથી જે વિચાર પામે છું તેજ કહું છું.
દમ્પતિ જ્યાં પહેલાં શરીરથી અને પછી અન્દરથી જોડાય એવું ચાલે છે ત્યાં કેમ્બિક નિયત્રંણો પણ આવશ્યક મનાય છે. બાહ્ય નિયત્રંણ પણ જૂઠા પાયા ઉપર કદાપિ નથી રચાતાં. રચાય છે તે તે નિશ્ચિત સમયમાં હમેશ ઉશ્કેરાય છે. આન્તર લગ્નનાં જે નિયમનો છે, જે સ્વાભાવિક લક્ષણો છે તેને અનુસરીને જ બાહ્ય લગ્નનાં નિયમને તત્વવેત્તાઓએ ઠરાવેલાં છે. - હિંદુસ્તાન એ અને એવી બીજી ઘણી બાબતમાં પૂર્વ કાલમાં વસ્તુ પામેલ હતૂ. ઇંગ્લેન્ડ હજી યે ઘણી બાબતેમાં બાળકજ છે. અબત્ત હાલ હિન્દ ભૂલી ગયું છે પણ તેથી શાસ્ત્રો જૂઠાં નથી પડતાં.
આન્તર લગ્ન અને બાહ્ય લગ્ન પરસ્પર સંબધી છે–બહુજ સંબન્ધી છે. લગ્નની ફિલસુફી એક જ છે અને તે, મહારા નમ્ર માનવા મુજબ, કાલાબાધિત તેમજ સ્પષ્ટ થઈ શકે તેવી છે.
આન્તર લગ્નમાં, આપણે જોઈ શકીએ કે, ઉષ્માની પ્રેરક “શ્રી” છે, અને તે આકવક છે. “હૃદય ” તે છે. “ હ” તે છે. અને પ્રાથમિક વિધાયક બનીને તે “સ્નેહ” ખેંચે છે. અને તેની ઉષ્માની શક્તિનું વિધેય “પુરૂષ” હૃદય છે, તે “પ્રકાશ' છે. તે
જ્ઞાન છે. તે બુદ્ધિ છે. તે “હાપણ છે. તે ખેંચાય છે અને એ પ્રમાણે ઉષ્મા - અને પ્રકાશનું સંલગ્ન તેજ ખરું આન્તર લગ્ન અને તેની પરિણામક શક્તિમાંથી હિત અને
સાણનાં શિશુ જન્મે છે. અને એવાં આન્તર લગ્ન શાશ્વત છે-શાશ્વત ફલ દે છે. વેડનબર્ગ એ બહુ સારી રીતે કહે છે. લગ્નના–સપ્તપદીના મ પણ વિચારવાથી વધારે પ્રકાશ આપણે મેળવી શકીએ.
પુરૂષ “પુરૂષ” છેસ્ત્રી “શ્રી” છે. અને બુદ્ધિ, જ્ઞાન, ડહાપણુ, આસ્થા અને સત્ય એ પુરૂષનાં તેમજ સ્નેહ, દયા, માર્દવ, કેમલતા એ સ્ત્રીનાં સ્વભાવતઃ લક્ષણ છે અને આ લક્ષણ જ્યાં આન્તરમાં યથાસ્થિત પરસ્પર સંલગ્ન થાય છે ત્યાંજ આન્તર સંજન પણ થાય છે, અને એ ન થઈ શકે તે આન્તરલગ્ન ભાગ્યેજ હેઈ શકે,