Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
३४६
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ. છે, તે ન હોય તે ભિન્ન દર્શનજ સંભવે નહિ. સમ પણ નિપક્ષપાતપણે વિચાર કરતાં તે છેવટે અભેદ સિવાય બીજું કશું જ નથી. સમન્વય કરતાં જૈન અને વેદાંતના પ્રાણની વ્યાખ્યા એકજ થાય છે.
જૈન દશ પ્રાણ કહે છે અને વેદાંત એકાદશ પ્રાણુ કહીને મહાપ્રાણ તેથી જૂદો ગણે છે. જૈનના દશ પ્રાણમાં વેદાંતના એકાદશ પ્રાણુ અને મહાપ્રાણને સમાવેશ થાય છે. જુઓ – જૈનના પ્રાણ,
વેદાંતના પ્રાણ પાંચ જ્ઞાનેંદ્રિય તે પ્રાંચ પ્રાણુ ચક્ષુ વગેરે
પાંચ જ્ઞાનેંદ્રિય. મન બલ પ્રાણું.
મન-એકાદશમું. વચનબલ પ્રાણ
--કમેંદ્રિય (પાંચ) કાયબલ પ્રાણ. આયુષ બલ પ્રાણુ.
—— –મુખ્ય પ્રાણ શ્વાસ બલ પ્રાણ ઈ
જૈનને સરવાળે દશ પ્રાણ—આની જ બરાબર વેદાંતને સરવાળે એકાદશ પ્રાણ તથા મુખ્ય પ્રાણ છે.
ફક્ત બંનેમાં ભિન્નતા જણાય છે તે તે રૂપાંતરજ છે. મૂલરૂપે તે અભેદજ છે. ભગવાન ભાગવતકાર ફરમાવે છે કે “ પતિ મિરાજ ર પતિબાપાછતિ” જે ભેદદષ્ટિવડે જેતે નથી પણ અભેદમાર્ગની જ ઉપાસના કરે છે તે પરમ શાન્તિને પામે છે. “મેકના સુપતિ” અજ્ઞાનીજ ભેદથી જુએ છે. કૃતિમાં પણ “દત મતિ” Áતપણુથી કે બેપણાથી અથવા શ્રી વીતરાગના દેવના અભેદમાર્ગથી ઉલટી દિશાએ જવાથી ભય પ્રાપ્ત થાય છે. અભેદ માર્ગની ઉપાસનાવાળેજ અભય છે. અભેદ માર્ગને ઉપાસક કોનાથી અને શી રીતે ભય પામે ? ભેદ માર્ગની ઉપાસનાવાળાને સર્વત્ર ભયજ હોય છે. અભેદભાવના રાખવા માટે જ શ્રી દશવૈકાલિકસૂત્રનું કથન છે કે “a sg શંકાનોસર્વ ભૂત તરફ સંયમ રાખવો. સર્વ તરફ અભેદભાવ અને અભેદ પ્રેમ રાખવો. ભેદદષ્ટિમાં રાગ અને દ્વેષ રહેલાજ છે. રાગ અને દ્વેષ ન હોય તે ભેદ કહેવાયજ નહિ અને રાગ તથા પને સર્વથા છેડયા સિવાય એટલે કે ભેદભાવને છેડ્યા સિવાય મુકિત મળતી જ નથી પણ છોડવાથી જ મળે છે તે ઉપદેશવા શ્રી ઉત્તરાધ્યયનછનું કથન છે કે “કોષ = દિયા સિદ્ધિ નરાગ દ્વેષરૂપ ભેદભાવને છેદવાથી એટલે કે અભેદ માર્ગની ઉપાસના કરીને જ સિદ્ધિ-મુક્તિ કે નિર્વાણને પમાય છે. “સમો સે સુરવી ” અખિલ વિશ્વ તરફ સમાનભાવ કે અભેદભાવ ધરે તે વીતરાગ કહેવાય છે. “સન્ન થઇ ગત તને મૂયાં ” સાધુપુરૂષો પ્રતિ ફરમાન છે કે, તેમણે સર્વ ભૂતમાત્ર તરફ અભેદભાવ રાખવો જોઈએ.
ઉપર પ્રમાણે જૈન અને વેદાંતની પ્રાણની માન્યતામાં અભેદતા છે. સ્થલપણે કદાચ ભેદ જણાય પણ સૂક્ષ્મપણે એટલે કે પરમાર્થમાં તે ભેદ જણાતું નથી. જૈનનું અથવા વેદનું કે હરકેઈનું વચન ગ્રહણ કરવામાં લોકની દેખાદેખી કરવી નહિ; કારણ કે શ્રી આ ચારાંગ સત્રમાં ભગવાન સૂત્રકોર ફિરમાવે છે કે તે જે તે ” લેપ્રવાહમાં,