Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૪૪
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ.
અત્રે પ્રાણ શબ્દથી ઇદ્ર દેવતાત્માનું ગ્રહણ નથી, કારણ કે જેવી રીતે વામદેવ ઋષિ ગર્ભમાં એમ બેલ્યા હતા કે હું મન થશે, સૂર્ય થશે, તેવી જ રીતે દિ દેવતા પણ પિતાના આત્માને શાસ્ત્રદષ્ટિથી પરમાત્મરૂપ જાણીને મારી ઉપાસના કર એમ કહેલ છે. “પણા વૈવિધ્યાર” ઉપાસના ત્રણ પ્રકારે કહેલ છે. જેવોપાસના, પ્રાણોપાસના, બ્રહ્મા પાસના. . છાંદોગ્ય ઉપનિષમાં કથન છે કે “માઘ વિષજ્ઞાતિવ્ય: ” ભૂમા નિશ્ચય કરીને જાણવા યોગ્ય છે. અત્રે પ્રાણ ભૂમા છે કે શુદ્ધ ચૈતન્ય ભૂમાં છે તે સમજાવે છે કે “સમાનurશુપાત્” સંપ્રસાદ શબ્દનો અર્થ સુષુપ્તિસ્થાન થાય છે અને તે સુષુપ્તિને વિષે જાગવાવાળો પ્રાણ લદ્યાર્થ છે, તે પ્રાણની અગાડી ભૂમાને ઉપદેશ હોવાથી ભૂમાં વ્યાપક ચેતન્ય છે પણ પ્રાણ નહિ. “જો હૈ મમ સરકૃતમ્” જે ભૂમા–આત્મા છે તે અમૃત છે. આ માં પ્રાણુ વ્યાપક નથી પણ શુદ્ધ ચૈતન્યાત્મા વ્યાપક છે. આથી શુદ્ધ ચૈતન્યાત્માથી પ્રાણ ભિન્ન સિદ્ધ થાય છે.
જેનાવડે સર્વ પિંડ-બ્રહ્માંડ ચેષ્ટા કરે છે તે પ્રાણ છે કે ચિદાત્મા છે તેનું સ્પષ્ટીકરણ કરતાં શ્રી બ્રહ્મસૂત્રકાર વ્યાસજી ઉપદેશ છે કે “કwનાકંપનથી. તેના ઉપર શ્રુતિ છે કે –
भीषास्माद्वातः पवते भीषाडेति सूर्यः।
भीषास्मादग्निश्चंद्रश्च मृत्युर्धावति पंचमः ।। આ યુતિથી સમજાય છે કે, સકલ પિંડ બ્રહ્માંડની ચેષ્ટાને હેતુ ચિદાત્મા છે. ભયવડે વાયુ પવિત્ર કરે છે, સૂર્ય ઉદય થાય છે, અશ્રિ બાળે છે, ઇંદ્ર વૃષ્ટિ કરે છે, અને પાંચમો મૃત્યુ દેડે છે.
જેવી રીતે ગણુ પ્રાણ આત્માવડે થયા છે તેવી રીતે મુખ્ય પ્રાણુ પણ આભાડેજ ઉત્પન્ન થએલા છે. “પ્રામgs”_આ શ્રુતિ કહે છે કે શુદ્ધાત્માએ મુખ્ય પ્રાણ બનાવ્યા છે. અત્રે શુદ્ધાત્માને પ્રાણથી ભિન્ન બનાવ્યો. મુખ્ય પ્રાણને વિચાર કરતાં સ્પષ્ટ સમજાય છે કે, મુખ્ય પ્રાણ છે તે વાયુ નથી તેમજ ઈદ્રિયોને વ્યાપાર પણ નથી; કારણ કે શ્રુતિમાં “બાળ ઘa anશ્ચતુર્થ: : વાપુના થોતિષ મતિ ર તત મને રૂપ ચૈતન્યના વાફ, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ ચાર પાદ છે. તેમાં જે પ્રાણ છે તે પિતાના અધિદેવ વાયુવડે પ્રગટ થાય છે, અને જ્યોતિવડે પિતાનું કાર્ય કરવામાં સમર્થ થાય છે. એથી વાયુથી અને ઈદ્રિયવ્યાપારથી મુખ્ય પ્રાણને ઉપદેશ ભિન્ન છે એમ સમજાય છે.
અત્રે કોઈને શંકા થશે કે, શરીરમાં જેમ જીવ સ્વતંત્ર છે તેમ પ્રાણ પણ સર્વ વાગાદિકથી શ્રેષ્ઠ હોઈ સ્વતંત્ર હોવો જોઈએ; તેનો ખુલાસો એ છે કે “રકુવાત gિધારિ: ” આમાં તુ શબ્દ પ્રાણુની સ્વતંત્રતાની નિવૃત્તિને માટે છે. જેવી રીતે ચક્ષુ છત્રાદિક જીવના કર્તૃત્વ ભવના સાધન છે તેવી જ રીતે મુખ્ય પ્રાણ પણ રાજમંત્રીની પેઠે જીવના સર્વ અર્થને સિદ્ધ કરનાર છે, પણ સ્વતંત્ર નથી; કારણ કે પ્રાણ છે તે ચક્ષરોદિકાની સાથેજ શેષ રહે છે, મતલબ કે ચક્ષુરાદિકને સમાન ધર્મવાલે છે.
જેવી રીતે નેત્ર ત્રાદિકને રૂપ શબ્દાદિક વિષય છે તેવી રીતે પ્રાણને નથી; કારણ કે