Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જ્ઞાનચર્ચા.
૩૪૫
નેત્રાદિક જેવી રીતે કરવું છે તેવી રીતે પ્રાણુ કારણ નથી, તે પણ શરીરરક્ષા એ પ્રાણનું કાર્ય છે. એને માટે શ્રુતિ ભગવતી ઉપદેશ છે કે “પ્રજા
પ્રાણવડે આ નીચ દેહની રક્ષા કરતાં થકાં જીવ સૂવે છે.
* જેવી રીતે શ્રોત્રાદિક નિમિત્ત દ્વારા શબ્દાદિકેને વિષય કરવાવાળી મનની પાંચ વૃત્તિ છે તેવી જ રીતે મુખ્ય પ્રાણુની પણ કાર્યદ્વારા પ્રાણ, અપાન, બાન, ઉદાન અને સમાન એ પાંચ વૃત્તિ છે. | મુખ્ય પ્રાણુ અણુ પરિણામવાળા છે. “ગgશ્ચ” અણુ શબદથી સૂક્ષ્મ તથા પરિચ્છિન્ન પરિમ ણનું ગ્રહણ છે. કારણ કે મરણકાલમાં સમીપ બેઠેલા પુરૂષોને પ્રાણુ દષ્ટિગોચર થતા નથી તેથી સૂક્ષ્મ છે તથા પિતાની પ્રાણાદિ પાંચ વૃત્તિવડે સર્વ શરીરમાં વર્તે છે અને લેકાંતરમાં જાય આવે છે એ હેતુવડે પરિચ્છિન્ન પરિમાણવાલા સિદ્ધ થાય છે.
કૃતિમાં પ્રાણને જલમય કહેલ છે કે “ અમદં ૬િ % મનઃ સમઃ બાબ: તેનોમ વો ” હે સામ્ય વેતકેત ! મન પૃથ્વિમય છે, પ્રાણ જલમય છે અને વાફ તેજોમયી છે. - મુખ્ય પ્રાણુ પાંચ પ્રકારે કહેવાઈ ગયો છે. શૈણુ પ્રાણુ પાંચ જ્ઞાનેંદ્રિય, વાક, મન એમ કાઈ સપ્ત પ્રાણ કહે છે, કોઈ સ્થલે હસ્ત ઉમેરીને અષ્ટ પ્રાણ કહે છે, કેઈ સ્થળે બે શ્રેત્ર, બે ચક્ષુ, બે ઘાણ, વાફ, પાય, ઉપસ્થ એ નવ પ્રાણ કહે છે. કોઈ સ્થળે પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય મળી દશ પ્રાણુ, કોઈ સ્થળે મન સહિત પ્રાણ એકાદશ પ્રાણ, કોઈ સ્થળે બુદ્ધિ સહિત દ્વાદશ પ્રાણ, કોઈ સ્થળે અહંકાર સહિત ત્રેદશ પ્રાણ કહે છે. કોઈક કૃતિ તે “સત્ત જૈ શીર્ષકથા વાળા:” શિરને વિષે બે શ્રેત્ર, બે ચક્ષુ, બે ઘાણ તથા એક વાકુ મલી સપ્ત પ્રાણનું જ્ઞાન થાય છે. એ શિરોક્ત વિશેષિત સપ્ત પ્રાણનેજ માનવાં જોઈએ. તે મુખ્યત્વે તે એકાદશ પ્રાણ--પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, અને મન-માનવા જોઈ એ. એ પ્રાણ “મણda” અણું છે. જે સ્થલ હોય તે સર્પવત પ્રત્યક્ષ જણાવા જોઈએ. મુખ્ય પ્રાણની પેઠે એ પ્રાણ પણ ચૈતન્યથી થાય છે, એમ સમજવું.
એકાદશ પ્રાણે છે તે મુખ્ય પ્રાણથી જુદા છે; કારણ કે કૃતિમાં મુખ્ય પ્રાણને વરજીને વાગાદિ એકાદશ ઇંદ્રિય કહી છે અને મુખ્ય પ્રાણુની ઇન્દ્રિયમાં ગણના કરેલી નથીઈદ્રિય નથી-એકાદશ પ્રાણુ એટલે ઇન્દ્રિયે પાપવડે ઝરત થાય છે પણ મુખ્ય પ્રાણુ તે નિર્વિષય અને દેષરહિત છે. વાગાદિકથી મુખ્ય પ્રાણુ વિલક્ષણ છે. “
વૈ ચાર” કારણ કે જ્યારે વાગાદિક સર્વ ઈદ્રિયો સુવે છે ત્યારે એક મુખ્ય પ્રાણજ જાગે છે અને એ પ્રાણની સ્થિતિવડે દેહની સ્થિતિ રહે છે, પણ જે પ્રાણ નીકળી જાય તે દેહનું પતન થાય છે.
ઉપર પ્રમાણે પ્રાણ સંબંધી ખુલાસો છે તે વાંચવાથી જૈન અને વેદાંતદર્શનની પ્રાણું માટેની માન્યતા સમજી શકાશે તથા બંનેમાં શું તફાવત છે તે પણ સમજી શકાશે. આત્માને પ્રાણ નામથી કહેલ હોય ત્યાં આત્માને પ્રાણ જાણ એ મત જૈન અને વેદાંત બંનેને માન્ય છે, પણ જ્યાં ખાસ પ્રાણ તરીકે જ હોય ત્યાં તે આત્માથી ભિન્ન છે અને તેમાં પણ જૈન અને વેદાંતનું મળતાપણું છે. પ્રાણુની બાબતમાં જૂજ જૂજ તફાવત