Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
શ્રી નું કેન્દ્રરન્સ હેરલ્ડ. થાય-પિતાની બુદ્ધિ, અનુભવ, લક્ષ્મિ અને લાગવગ એ ચળવળને ન સેપે તે ધનને લીધે પ્રાપ્ત થયેલી સ્થિતિનો સદુપયોગ કર્યો કહેવાશે?
સાહિત્ય અને કલાના ઉત્કર્ષ માટે-ગુજરાતના નવજીવનમાં એ બન્નેનું યોગ્ય સ્થાન સ્થાપવા માટે જેને અનેક રીતે પ્રયત્ન કરી શકે એમ છે. પશ્ચિમનું વીર્યવાન સાહિત્ય પ્રેજ્યુએટો, સાધુઓ વગેરે દ્વારા ગુજરાતીમાં ઉતરવે અને તેને પ્રસાર કરાવે, મંદીર બાંધતાં બાંધકામ, ચિત્ર અને મૂર્તિવિધાનની કળા વિશેષ ખીલવવા જમાનાને ગ્યા તેમાં જીવનરૂપાંતર કરવા ધ્યાન આપે. અને આ ધ્યાન યથાર્થ આપી શકાય માટે સ્ત્રી પુરૂષોમાં કલાભિરુચિ અને કલાના રસિક સંસ્કાર ભિન્ન ભિન્ન રીતે ફેલાવે. મંદિરોમાં થતાં સંગીત અથવા ધનાઢતાને લીધે મળતી નવરાશ અને તેમાં મણાતી જને પ્રસંગે થતાં સંગીતને પણ કલા, પ્રજાજીવન આદિને ઉત્કર્ષ આપે એવું કરવા પ્રયત્ન કરે. અમને સારામાં સારુંજ રૂચશે–અમારૂંજ પણ તે જોઈએ. બીજાનું અનુકરણ રૂપ અંદરથી હલકું પણ ઉપરથી દેખાવડું નહીંજ પાલવે. નરસું અમારી પાસે બીલકુલ ટકનાર નથી એવી ભાવના રગેરગમાં ભરાય તો જ ખરું.
વિસ્તાર ભયે આટલેથીજ વિરમવું ઉચિત છે. આ લખવાનો હેતુ એવો નથી કે આવાં કર્તવ્ય જૈનેતર કોમને નથી કરવાનાં; તેમણે પણ કરવાનાં છે. લખાણમાં સંગીન લેખ કરતાં ઉગારે વિશેષે છે, કર્તવ્યની નિશ્ચિત દિશા નથી દર્શાવાઈએ કબૂલ કરવા જેવું છે. પણ ભવિષ્યમાં “હેરલ્ડ” ના તંત્રી આમાં દર્શાવેલા વિષય પર સમર્થ અને સહદય લેખક પાસે લેખો લખાવી “પષણ અંક” કાઢવા ઉઘુક્ત થશે તે આ ઉદ્ગારે-મમતાના ઉગારે અન્વર્થિક થશે.
તા. ૧૭–૩–૧૩.
दिननां दर्शन.
દાનાં એક જ એ તે દીન; જે બસ રહેતાં નેહાધીન ! સાચાં એ તે એક જ હી; સુખદુઃખ મહેતાં શેવિહીન! ઘેલાં એક જ એ તે દીન; બીજાને દુ:ખ જે લયલીન! હીલા એ તો એક જ દીન; હસતે મુખ સેવે નિશદિન ! વહાલાં એ તો એક જ દીને; હૃદયે રમતાં જ્યમ જળમીન !
વડોદરાને વાલે, અમદાવાદી પિળ. આષાઢી એકાદશી.
ભક્તાનુરક્ત લલિત,