Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૫૪
શ્રી જૈન કોન્ફરન્સ હૈરલ.
પ્રબળ પૂરમાં તણાએલા તરખલાની માફક પાછું વળી જેવાને અવકાશ પણ તમને રહેશે નહિ; અને તમારી આંખો બંધ હોવાથી આગળ પણ હાથ લાંબા તમે કરી શકશો નહિ. પાશ્ચાત્ય સંસ્કૃતિ અત્યારે આપણામાં એટલી બધી પેસી ગઈ છે કે તેની ઉપેક્ષા કરવી હવે અનુચિત છે. આંખ ઉઘાડી ચાલવાને હવે સમય છે.
તાત્પર્ય કે દરેક બાબતની પેઠે આ વાતમાં પણ આપણે આગ્રહ રાખે, પણ દુરાગ્રહ રાખવો નહિ. ધર્મની બાબતમાં ક્ષમાશીલતાને કેળવવી એજ સત્ય માર્ગ છે; કારણ કે આપણે ખાસ કરીને લક્ષમાં રાખવાની વાત એ છે કે સમાજ વ્યકિતઓને બનેલું છે, અને નાના નાના સમાજે વધારે મેટા સમાજ કિંવા પ્રજાની વ્યક્તિઓ છે. અને સમાજ અને વ્યક્તિનો સંબંધ સેંદ્રિય છે. માથા ઉપર ઘા આવે તે આપણે આડા હાથ દઈએ છીએ પરંતુ હાથઉપર ઘા આવે તે હાથને પણ બચાવવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. દરેક વ્યક્તિ કિંવા સમાજ પિતાનું શ્રેય સાધવામાં ભલે તત્પર રહે પણ તે બધાં એક વધારે વિશાળ સમાજનાં અંગ છે એ વાત કોઈએ ભૂલી જવા જેવી નથી. તેથી સાર્વત્રિક ભ્રાતૃભાવની લાગણી અરસપરસ રહેવી જોઈએ. આપણે બધા એકજ ભૂમિનાં બાળકે છીએ એ વાતની તમે ના પાડશે તે પણ બીજા માનશે નહિ; માટે ભ્રાતૃભાવની બુદ્ધિ રાખી દરેક શુદ્ધ બુદ્ધિથી વરતે અથવા વરતતાં શીખે એજ ઉતમ વાત છે, અને તેમાંજ તમારું, નાત જાતનું અને દેશનું શ્રેય છે. પ્રભુ આ બાબતમાં સૌને સહાય રહે ! તથાસ્તુ !!
નરભેશંકર પ્રાણજીવન દવે, એમ, એ, ફિલેસોફીના પ્રેફેસર, તા. ૯-૭–-૧૩.
સામળદાસ કોલેજ-ભાવનગર.
आत्मनिवेदन, યે હિ જોતિને મુઝકો બચાયા, સખિ! યહિ ધેતિને મુઝકો બચાયા –
–સખિ ! મેં ગુલામ ગરીબકે બચાયા – અખિયાંકે પૂરમેં ડુબતી પન્હાઈ-ક-હાઈહિને તરાયાઃ અહા! અબિનાશી શિશુ યેહિ આયા, સખિ ! મૃદુ બચન નબીન અનાયા! –સખિસાગર ભીતર રાત ભયી તબ-ભંવરેને જહાજ ભાયાઃ આહ પુકારત રાહ ન પાવત–ગફલત અધેરા આયાઃ
સખિીચેહિ તિને તિમિર કરાયા ! સખિ૦ માંગ લિયો મૈને અમૃત જાતિસે, દાન દયાકા કમાયાઃ હિરદા વેહિ દયાલુસે છાયા, સખિ ! તેરી નુરતમેં મેં મિલાયા! –સખિ સાગર દિલકે પતીજ દિયા પૂર–નવતર કદમ બહેડાયાઃ પાગલ દિલકે દિલાસા દિયા અરુ-બંદર દૂર દિખાયા!
સખિ ! યેહિ તિઓં મુઝક બચાયા ! –સખિ પામર ભરપૂર ફાર ક્ષમા કર–નવલ કછુ કછુ પાયાઃ સખિ ! તેરા ગરીબ ગુલામ છલાયા! આહા ! યેહિ તિનેં મુઝકો બચાયા ! સખિ૦
–ા