Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
સ્થૂલભદ્ર.
૩૧૮
માં જોડાયાથી, પિતાના અને પરના રાજ્યની ચિંતામાં પડ્યાથી, સ્ત્રી સંબંધી સુખને તે અવકાશ જ મળતું નથી એટલું જ નહિ પણ સઘળા સ્વાર્થોને તજીને ફક્ત રાજ્યકાર્ય કરવાથી પણ ખલ લેકને ઉપદ્રવ સહન કરવો પડે છે. આ દુ:ખપરંપરામાં કોઈપણ મદદ કરવાના નથી. સર્વ સ્વાર્થી છે. કહ્યું છે કે –
वृक्षं क्षीणफलं त्यजंति विहगाः शुष्कं सरं सारसाः पुष्पं पर्युषितं त्यति मधुपा दग्धं वनांतं मृगाः । निद्रव्यं पुरुषं त्यजति गणिका भ्रष्ट नृप सेवकाः
सर्वः स्वार्थवशाजनीभिरमते नो कस्य को वल्लभः ॥
–પક્ષીઓ ફળ વિનાના વૃક્ષને, સારસ પક્ષીઓ જળ વિનાના સરોવરને, ભ્રમરે કરમાયેલાં પુષ્પોને, મૃગો બળેલા વનને, ગણિકા નિર્ધન પુરૂષને અને સેવક લેક રાજ્યષ્ટ થયેલ રાજાને તજે છે, માટે સર્વ સ્વાર્થને વશ થઈને રમ્યા કરે છે બાકી વાસ્તવિક રીતે કઈ કઈને પ્રિય નથી.
| ‘અહે મિત્ર શક ! ભગવાન વિવેક ! અરે તમે ભાદવ અને વૈરાગ્ય, હે માતા કરૂણા! હે ભગવતિ ક્ષમા ! હે સખી લજજા ! તમે સૌ સાંભળો. તમે અનુક્રમે પ્રથમ કેઈન આવ્યાં તથા મારા બંધુઓને અને મને અહીં અતિ ગહન એવા યૌવનને વિષે તજી દઈને ક્યાં જતાં રહ્યાં! ડાહ્યા માણસોને અનુભવ હોય છે અને તેઓ હદયથી વિચારે છે કે કદી બધું જગત નાશ પામે છે તે પણ રાજાઓ કેઈના મિત્ર થતા નથી; માટે પરભવને પમાડનારી એવા મંત્રી મુદ્રા તે મારે લેવી નથી.”
“ગણિકા પણ નિધન પુરૂષને તજે છે-હા ! જે કેશાને ચાહું છું તે પણ જ્યાં સુધી પિતાએ મોકલેલા દ્રવ્યથી તેનું મન સંતેષતા હતા ત્યાં સુધી તે પણ ચાહતી હતી. અહે! તેની સંગત પણ તજવીજ લાયક છે. ભ્રષ્ટાચારમાં પડેલા એવા મને રાજાએ ચાહીને બોલાવ્ય-મંત્રીપદ આપવા ઇચ્છા બતાવી એવા પ્રબળ પુણ્યબળને હું ગણિકાની સબતથી પાયમાલ કરું છું એ કેવું શરમ ભરેલું છે? એ પુણ્યબળને મંત્રીપદવડે થતાં અનેક જુલમો અને ત્રાસો વડે પાયમાલ કરવું પડે એ પણ નહિ ઈચ્છવા યોગ્ય છે. જ્યારે પુવ્યને ખજાને ખવાઈ જશે ત્યારે પછી શી વલે થશે? તે વખતે ગણિકા કે રાજા કોઈ કામ લાગશે નહિ; માટે મને ઉચિત છે કે મારે પ્રેમ ગણિકા ઉપરથી ઉતારી સતી સાથે -જે આત્મિક શાંતિ મને છોડી કદી દગો દેજ નહિ તે સતી સાથે જોડવે; મને ઉચિત છે કે ચપળ સ્વભાવી રાજાની નોકરીમાં જોડાવા કરતાં અંતરાત્મા જેવા કઢસ્વભાવી રાજાની જ નોકરીમાં જોડાવું. | યારે શું કરવું? ગણિકાના ભોગવિલાસ છોડ્યા, મંત્રીપદ નથી જોઈતું; હવે તે બસ દીક્ષા. દીક્ષા તે શું? જગહિતનું–પરમાર્થનું વ્રત પવિત્ર અંદગી ગાળવાનું વ્રત, આપણે બધા જે શ્રેણમાં હરીફરીએ છીએ તે શ્રેણીથી ઘણી ઉંચી શ્રેણીમાં અહોનિશ મહાલવાનું વ્રત, દેખાવામાં માણસ છતાં અંદરથી દેવ જેવા બની જવાનું વ્રત. એ વ્રતને અંગિકાર કરવો એજ-બસ એજ-મારે માટે આ સમયે કર્તવ્ય છે. હું તે પરમ ઉદયન કારણ એવી જે જિનેશ્વરની મુદ્રા-દીક્ષા તેજ ગ્રહણ કરીશ. કહ્યું છે કે–વિવિધ પ્રકારની