Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૨૦
જેને કન્યરન્સ હૈરછ. બુદ્ધિવાળા પુરૂષનાં સ્થાનને મલિન બુદ્ધિવાળા રોકે છે. એઓ (રાજાએ)એ ક્રોધ કરીને વેરથી સર્વે સંપુરૂષોને ઉખેડી નાખ્યા છે. જેમને ઘણાં વસ્ત્રાભૂષણો ધારણ કરાવાતાં હતાં તેઓ પણ વૈરાગ્યને ભજનારા થયા. જે માણસ દુઃખને ઉપદ્રવ થએ તે પિતાના રજેગુણને મૂકી દઈને દુઃખના પ્રતિકારરૂપ રજોહરણ મુખવસ્ત્રિકાને ધારણ કરે છે, તે માણસ ઉત્તમ ગણાય છે.”
પિતાની પંચમુષ્ટિથી સ્વકેશને લેચ કર્યો, પરિધાન વસ્ત્ર રત્નકંબલના તાંતણે છુટા કરી તેનું રજોહરણ બનાવ્યું અને સાધુવેશમાં રાજા પાસે હાજર થયા.
સ્થ –ધર્મલાભ ! રાજા–વિ કારિત–શું વિચાર કર્યો ?
ધૂ – તમ–અરે! લેચ કર્યો. જે વિચાર્યું છે અને પછી “કરવા ગ્ય લાગ્યું તે કર્યું. પ્રધાનની મુદા દુઃખ દેનારી છે. મારે એ મુદ્રા વ્યાપાર નહિ જોઈએ, અને તે મુદ્રાવ્યાપાર પાંચ પ્રકાર છે-હાથને વિષે મુદ્રા, બંને પગે બે મુદ્રા અને ત્યાર પછી ઘરને વિષે પણ મુદ્રા; માટે ધર્મલાભ !
આમ કહી સ્થૂલભદ્રમુનિ મુદ્રામાંથી જેમ કેસરીસિંહ ભાગે, તેમ રાજસભામાંથી રસ્તે ચાલતા થયા. આ જોઈ રાજાએ વિચાર્યું કે કદાચ ૫ટ કરીને પાછો કેશા વેશ્યાને ત્યાં જતો તે નહિ હોય?–આ જોવા ઝરૂખા પર ગયો અને સ્થૂલભદ્ર ક્યાં જાય છે તે જોવા લાગે. તેને જણાવ્યું કે મડદાઓથી દુર્ગધ મારતા એવા પ્રદેશમાં પણ નાસિકા આડું કપડું રાખ્યા વિના જ સ્થૂલભદ્ર પિતાને રસ્તે કાપે છે. રાજાએ પિતાનું મસ્તક ધુણાવ્યું તથા તેનાં વખાણ કરી પોતાની નિંદા કરવા લાગે “ધિકાર છે, મારા દુષ્ટ વિચારને કે તેમના પર મેં શંકા લાવી. તે તે વિતરાગ મહાત્મા છે!” પછી રાજાએ શ્રીયકને મુખ્યમંત્રીની મુદ્રા આપી.
સ્થૂલભદ્ર મુનિ શ્રી સંભૂતવિજય આચાર્યને મળ્યા, અને તેમની પાસે સામાયિકના ઉચ્ચારપૂર્વક દીક્ષા અંગીકાર કરી. (વીરાત ૧૪૭ માં ઇ. સ. પૂર્વે ૩૭૮ માં.) આ વખતે તેમનું વય ૩૦ વર્ષનું હતું. સ્થૂલભદ્રમુનિ ગુરૂના ચરણની સેવા કરતા તપશ્ચર્યાદિ કરતા કરતા અભ્યાસ કરવા લાગ્યા. એકવાર વર્ષાઋતુ શરૂ થયા પહેલાં સંભૂતવિજય ગુરૂપાસે તેના ત્રણ શિષ્યએ આવીને એવો અભિગ્રહ-નિયમવિશેષ લીધે –એકે કહ્યું કે હું ચારે મહિના–ચોમાસાના ચાર મહિના સિંહની ગુફા પાસે કાયોત્સર્ગે રહીશ; બીજાએ કહ્યું કે “હું સપના બીલ-દર પાસે ચાર મહિના સુધી કાર્યોત્સર્ગે રહીશ; ત્રીજાએ કહ્યું કે હું કુવાના ભારવટીઆ ઉપર કાસગે રહી ચોમાસું નિર્ગમન કરીશ.” આ વખતે સ્થલભદ્દે કહ્યું.
પ્રણામ કરીને રે, અશોકવન જાવે, શમતત્ત્વ વિચારી રે લોચ કર્યો ભાવે, રતન કેબલને રે, તિહાં એ કીધે, જઈ રાજ સભામાં રે, ધર્મ લાભ જ દીધે.
–શ્રી વીરવિજયકૃત યૂલિભદ્ર શીયલ વેલ. $ સંભૂતવિજયશ્રી મહાવીરથી ૭ મી પાટે શ્રી યશોભદ્રના શિષ્ય-(ગુરૂભાઈ ભદ્રબહુ સ્વામીની સાથે)-ગોત્ર માથર ગૃહસ્થપણે વર્ષ ૪૨, વતી તરીકે વર્ષ ૪૦, યુગપ્રધાન તરીકે ૮ એમ ૪૦ વર્ષની વયે વીરાત ૧૫૬ માં (ઈ. સ. પૂર્વે ૩૭૦ માં) સ્વર્ગસ્થ થયા.