Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
314
જૈન કૅન્ફરન્સ હૈર.
(?) છૂમ અને વીશ.
“સંતોષ રૂપી અધૂચના વાંઇક એવા પુરૂષો રાજ્યને પસંદ કરતા નથી, જેવી રીતે કે - લભ મંત્રીની પદવી તછ દઈને સંયમ અંગિકાર કર્યો.
સ્થૂલભદ્રને જન્મ વીરાત (૧૬ માં (ઈ.સ. પૂર્વ ૧૦ માં) થયો હતો. તેણે વિધાભ્યાસ સારી રીતે કરી યુવાન અવસ્થા પ્રાપ્ત કરી. ૧૮ વર્ષની યુવાન વયે એક વખત વિનોદ કરતો તો મિત્રોથી પરિવૃત્ત થઈ વન જેવાને ગયો. પાછો આવતાં તેને કશા નામની વેશ્યાએ જોયો. કેશા (કેયા) તે નંદરાજાની એક એક ગણિકા હતી. તે બહુ સ્વરૂપવાન હતી અને રૂપમાં દેવાંગનાથી પણ વધતી તે વેશ્યાએ સ્થલભદ્રના રૂપથી મોહિત થઈ તેને વાત કરવાના મિષથી ખેતી કરી ચાતુર્યગુણથી તેનું ચિત્ત વશ કરી લીધું. સ્કૂલ ભદ્ર પણ તેના ગુણ ને રૂપથી રંજીત થઈ તે વેશ્યાને ઘેર રહ્યો. અને તેની સાથે વિષયસુખ ભોગવતે તો તે નવા નવા વિનોદ કરવા લાગ્યો. તેના પિતા પણ પુષ્કળ દ્રવ્ય મેકલવા વડે તેનું ઇચ્છિત પૂર્ણ કરવા લાગ્યા. આ પ્રમાણે ૧૨ વર્ષ સુધી એટલે ૩૦ વર્ષની વય સુધી સ્થૂલભદ્ર સાડીબાર કેડ સોનામહોરને વ્યય કર્યો. કહ્યું છે કે –
ક્ષત્રીઓનું દ્રવ્ય ઘણું કરીને ઘડા, શસ્ત્ર, અને બંદિજનમાં, કૃપણ પુરૂષોનું ભૂમિમાં, વ્યસની પુરૂષનું સ્ત્રી, જુગાર અને ચોરીમાં, વેશ્યાઓનું શંગારમાં, વણિકજનનું વ્યાપારમાં, ખેડૂતનું ખેતીમાં, પાપી પુરુષોનું મધમાંસમાં અને સુકૃતી પુરૂષનું ધર્મોપકારના ઉત્સવમાં જાય છે.”
(२) वररुचिनो प्रयोग अने पितानुं मृत्यु,
આ વખતે ઈ. સ. પૂર્વે ૩૮૦ માં શકટાળ મંત્રીનું મૃત્યુ વરરૂચિ બ્રાહ્મણે કરેલા પ્રયોગથી થયું. આ વરરૂચિ કોણ હતો, શું પ્રયોગ કર્યો અને કેવી રીતે મૃત્યુ થયું તે કહીશું. આજ નગરમાં કવિ, વાદી, વૈયાકરણ વગેરેમાં શિરોમણિ સરખો વરરૂચિ નામે એક મોટો બ્રાહ્મણ રહેતું હતું. તે હંમેશાં સરસ્વતીને પ્રસાદથી ૧૦૮ કાવ્ય નવાં રચતો અને તેની નંદરાજાને ભટ કરતા, પરંતુ એ કાવ્યોમાં મિથ્યાત્વ રહેતું હોવાથી શકટાલ મંત્રી તે બ્રાહ્મણનાં રાજાના દેખતાં વખાણ કરતો નહીં, તેથી ભૂપતિ તેને કાંઈ ઈનામ આપતા નહિ. વરરૂચિને ખેદ થયો અને રાજાનું દાન મેળવવા માટે શકટાલ મંત્રી કાર્યભૂત છે તે તે કંઈ સ્તુતિ કરે તેમ કરવા તેની સ્ત્રીનું (લાચ્છલદેનું) આરાધન કરવા માંડયું; એક દિવસે મંત્રીપત્નીએ ખુશી થઈ કહ્યું “તારે કંઈ કાર્ય હોય તે મને કહે.” ત્યારે તેણે કહ્યું કે આપને સ્વામી રાજા પાસે મારાં કાવ્યની પ્રશંસા કરે એ ભારે જોઈએ છે. ત્યારે તેણીએ પછી તેના ઉપરોધથી તે વાત પોતાના સ્વામીને કહેતાં સ્વામીએ જણાવ્યું કે “તે મિથ્યાદ્રષ્ટિ છે માટે તેની પ્રશંસા હું નહિ કરું. પણ આખરે તેણીને બહુ આગ્રહથી તે વાત મંત્રીએ કબુલ કરી; કારણ કે અંધ, સ્ત્રી, બાલક તથા મૂખ-એ ચારને આગ્રહ દુર્યજ છે,