Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
મુનિજીવને.
૩૦૧
જવાબદારી અને જોખમદારી હમજવાની ઈચ્છા અને શકિત ધરાવતા હોય, તેના પાલનમાં દઢ રહી નિષ્કામભાવે પરોપકારપરાયણ રહેતા હોય, તો ધર્મ અને સમાજની ઉન્નતિ બહુ વહેલી થાય ખરી. ફલિત એ થાય છે કે, સદસદિવેકી બુદ્ધિરૂપ સારથી જેમ મન અને ઇન્દ્રિયને વેગને રેગ્ય રસ્તે વાળી દેહધારીને પરમપદની પ્રાપ્તિ કરાવે છે, તેમ પ્રવૃત્તિ અને નિવૃત્તિવિષયક ધર્મની બાબતમાં દેશકાળપરિસ્થિતિને અનુકૂળ પડતી જના ઘડી લઈ કુશળ સમર્થ વિવેકી ઉપદેશક, સમાજને ગ્ય રસ્તે વાળી જાય છે અને પરમ ઉન્નત સ્થાને પહોંચાડે છે.
કોઈ પણ કાર્યને આરંભ કરતાં પહેલાં સંકલ્પ અને દેશકાળાદિના વિચારની અપેક્ષા રહે છે. સંકલ્પ સત્ય જોઈએ અને વિચાર શુદ્ધ જોઈએ. સત્ય અને શુદ્ધિ સચવાય એટલા માટે નિશ્ચિતતા અને નિઃસ્પૃહાની આવશ્યકતા છે. આવા કોઈ વિચારથી, સંત, સંયમ અને નિયમ આદિથી સંસારી વિભાવજન્ય વૈભવને તુચ્છ તથા નિરૂપયેગી કરી નાંખનાર વિદ્વાન મનુષ્યને એક વર્ગ ઉભો કરવાની સમાજને ઘણી જરૂર રહે છે. આ વર્ગ નિશ્ચિત રહી સંસારની અનેક ઉપાધિઓથી બચી અવ્યગ્રપણે પ્રજાના હિતશોધનમાં તપ્પર રહે તે માટે તેમના ઉદરપોષણનું કર્તવ્ય અન્યવર્ગને સોંપવામાં આવે છે. આ સત્ય સંકલ્પ અને શુદ્ધ વિચારથી ઘડેલી શુદ્ધ વિચારસંગ અને આચારપદ્ધતિનું અનુસરણ પ્રજા વર્ગ કરે છે, અને કલ્યાણને પામે છે. દેશકાળાદિનાં વારંવાર પરિવર્તન પામતાં સ્વરૂપનું જ્ઞાન, શાસ્ત્રજ્ઞાન અને નિસંગતા, એ સર્વ એ વર્ગને વિશેષ ઉચ્ચ બનાવે છે, અને પછી તેઓ લોકોના જીવનને વિશેષ ઉચ્ચ બનાવે છે, અને લોકો પાસે ધાર્યું કામ કરાવી શકે છે. એમાં જેટલીન્યુનતા તેટલી કર્તવ્યપાલનમાં શિથિલતા; તેટલે અંશે અવિહિત પ્રવૃત્તિનું સેવન વધે છે અને ઉચ્ચ સ્થિતિ દૂર રહે છે. જૈન સંપ્રદાયમાં એવા જ વિચારથી ચતુર્વિધ સંઘનું બંધારણ થયું છે. સાધુ-સાધ્વી વર્ગ પૂજ્ય અને વંદનીય મનાય છે તે એ વર્ગે અમુક સાંપ્રદાયિક વેષ ધારણ કર્યો છે અને સંસાર સુખને તિલાંજલિ આપી છે એટલા માટે નહિ, પણ સમાજહિત અને જૈન શાસનની ચઢતી કરવાને તથા એમ કરીને જ-બીજી રીતે નહિ–આત્મિક શક્તિ મેળવવાને તેમણે વિષપભેગની લાલસાઓ-કામનાઓને તથા સુત-યુવતિ-ધનવિભવને ત્યાગ કરી છે, અહંતા
મમતા અને કષાયને ત્યજી પરજીવનમાં આત્મજીવન અનુભવવાની દીક્ષા’ લીધી - , છે તે માટે જ તેમનાં વેત વસ્ત્ર એજ સૂચવે છે કે, મન વચન અને કાર્યની વિશુદ્ધ પ્ર
વૃત્તિવડે હૃદયને પાયાદિ દેષ રહિત કરવાનું વ્રત લીધું છે. જૈન ધર્મ આવાજ મુનિજીવનને વખાણે છે-અનુમે દે છે. અધ્યયન-અધ્યાપન તથા પ્રજાહિતના સત્ય સંકલ્પ અને શુદ્ધ વિચારમાં અવ્યગ્રપણે નિમન રહી ઓછામાં ઓછી ઉપાધિવાળું સાદુ સરળ નિશ્ચિત જીવન ગાળવાનું એ વર્ગ માટે શાએ વિધાન કરેલ છે; અને એવાજ મુનિવના પરિક્ષણથી જૈન ધર્મે વિશ્વવિખ્યાત યશ મેળવ્યો છે. મુનિત્વનું રક્ષણ થાય તે જ જૈનધર્મ અને જૈન સમાજ સુરક્ષિત રહે. અન્યથા નહિ.
એક સાધુ કે જેણે સંસારની શુદ્ર વાસનાઓને ત્યાગ કર્યો છે, જે શાન્ત પવિત્ર અને અનાસકત રહી કેવળ ધર્મમય જીવન ગાળે છે, તેના તરફ અતિ પ્રાચીન કાળથી સન્માનવૃત્તિથી જોવાનું સહજ (સ્વાભાવિક ) છે; અને તે એટલે સુધી કે, એવા જીવન