Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
મુનિજીવન..
સ્થાને તેમનામાં કર્તવ્યવિમુખતા, વહેમ, સ્વાર્થ, સંકોચ, મોહ, કૃપણુતા, પ્રપંચ અને પ્રતારણાએ પ્રવેશ કર્યો છે. કેટલેક સ્થળે તે બહારના આડંબર, દંભ અને ડોળનાં જ નાટક ભજવવામાં આવે છે. તે પણ શ્રદ્ધાનું તત્વ આપણા લોકોને પરંપરાએ માતાના ધાવણની સાથેજ મળતું હોવાથી એ જીવન પ્રત્યેની આપણી સન્માનવૃત્તિ, પૂજ્યભાવે અને શ્રદ્ધા ટકી રહ્યાં છે. અને એ પૂજ્યભાવ અને માનવૃત્તિને લીધેજ હજી એ જીવન સુધારી લેવામાં આવે તો બહુ સારું કામ કરી શકે એમ છે. આ સંત પણ ખરી ટીક. જે વાતને ગર્ભમાં રાખીને કરવામાં આવી છે તે એ છે કે, આ જીવન પ્રત્યે ગૃહસ્થ વર્ગની સામાન્ય પૂજય બુદ્ધિ રહે છે, સ્વાભાવિક શ્રદ્ધા હોય છે, એક વિદ્વાન ગુના ઉપદેશ કરતાં એક સાધારણ પ્રકારના ત્યાગી મુનિને ઉપદેશ કે કોઇવાર વધારે અસરકારક નીવડે છે; તો તેને લાભ લઈ એ જીવન ગાળના રાઓ તેમને અવિહિત એવી પ્રવૃત્તિમાં ન પડે તેમજ શ્રાવકવર્ગ પણ ખરી વસ્તુસ્થિતિ ધ્યાનમાં લઈ વર્ત. આથી વિરૂદ્ધ થવામાં પૂર્વોકત ટીકા કરવાનાં બીજ રહેલાં છે. કેવળ સ્વાર્થપરાયણતા. પોતાના ઉદરપોષણ અર્થે જીવનવ્યવહાર કે કંઈજ ન કરતાં જ્ઞાન રહીત ત્યાગ લઈ નિવૃત્તિને નામે આળસ-પ્રમાદ-અસતપ્રવૃત્તિ કે મનોરથ. મૃષ્ટિમાં નિમગ્નતાના સેવન માટે મુનિવૃત હોયજ નહિ, પણ નહિ. આ જીવનની મહત્તા એટલાજ માટે છે કે એથી વપરહિત સાધવાની અનુકુળતા વિશેષ છે. સવસગપરિત્યાગ એ અનુકૂળતાના, આધાર રૂપ છે. આપણે ધ્યાનપૂર્વક જોઈશું તે જણાશે કે, વૈરાગ્ય ભાવની જેમજેમ ન્યુનતા થતી જાય છે, તેમતેમ ધર્મના ક્ષેત્રમાં પ્રપંચે વધારે ને વધારે પ્રમાણમાં પ્રવેશ કરતા જાય છે અને તેટલા પ્રમાણમાં આત્મિક દશાની ન્યૂનતા અને ખરા કર્તવ્યથી વિમુખતા આવે છે. વૈરાગ્યની ઉગ્રભાવનાવાળા સમર્થ સાધુઉપદેશકે પિતાના જીવનકાળમાં પિતાના ઉપદેશ પ્રમાણે વર્તન રાખે છે અને એવી રીતથી તેમનો ઉપદેશ હિતસાધક નીવડે છે.
પ્રત્યેક સુવિચારક જાણે છે કે, કોઈ પણ સમાજની કે ધમની ઉન્નતિ, પ્રસાર, કે અવનતિને આધારે તેના ઉપદેશકવર્ગ ઉપર રહે છે, અને ધાર્મિક ઉન્નતિ વિના સામાજિક સુધારણાની આશા વ્યર્થ છે. સાંસારિક અભ્યદય અને પારમાર્થિક નિબ્રેયના ઉપદેશ યોગ્ય આચાર્યોદ્વારા નીકળતા અને શાસન ઉન્નત અવસ્થાએ પોંચતું, એ વાત પણ આપણા સંપ્રદાયના ઇતિહાસથી સુસિદ્ધ છે. જંબુ સ્વામી, ભદ્રબાહુ સ્વામી, હેમચન્દ્રાચાર્ય, હરિભદ્રસૂરિ, સુંદરમુનિ વગેરે આચાર્યોના પ્રયાસ પ્રત્યેક જૈનધર્માભિમાનીને સુવિદિતજ હશે. કાળે કરી ઉપદેશકવર્ગમાં શિથિલતા આવી, ગચ્છભેદના કલહ વધ્યા, પરસ્પર વિષનાં બીજ રોપાયાં, ઉપદેશકવર્ગ તરફથી તેમાં જળસિંચન થતું ગયું, એક જૈન ધર્મ અનેક શાખાપ્રશાખામાં વહેંચાઈ ગયે, સંધશક્તિ-સંયુક્ત બળ છિન્નભિન્ન થઈ ગયું, અને વ્યવહાર તેમ પરમાર્થના તેમ જૈન તત્ત્વજ્ઞાનના વાત્સવ સ્વરૂપનું જેમને બીલકુલ ભાન કે જ્ઞાન નહિ એવા નામના વધારી પુરૂષ ઉપદેશકવર્ગમાં ઉભરાવા લાગ્યા. આથી પરિણામે ક્રિયાજડતા, શુષ્કજ્ઞાન, બાહ્ય ક્રિયામાં જ રાગ, ભૂલતા, આંતર દોષાની સંસ્કૃદ્ધિ, વિવેચક શકિતને અભાવે પરીક્ષક શક્તિને અભાવ, અયોગ્યને આદર, કર્તવ્ય-અકર્તવ્ય એગ્યઅગ્ય ઔચિત્ય-અનૌચિત્યનું અજ્ઞાન, અને એવાં બીજાં અનેક હાનિકર અનિષ્ટ તત્તે