Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જેન કોન્ફરન્સ હૈર૪. જ્યાં સુધી કરી નહોય ત્યાંસુધી ઉચ્ચ સ્થિતિએ ચડી શકતા નથી, બલ્ક પ્રાપ્ત થએલ સ્થિતિથી પતીત થવાને પાત્ર થાય છે. મમતાના સંબંધમાં પણ યશોવિજયજી મહારાજ નીચે મુજબ બોધે છે –
निर्ममस्यैववैराग्यं स्थिरत्वमवगाहते । परित्यजेत्ततःप्राज्ञो ममतामत्यनर्थदाम् ॥ . विषयैः किं परित्यक्तैजागर्ति ममता यदि । त्यागात्मकंचुकमात्रस्य भुजंगो नहि निर्विषः ॥ कष्टे नहि गुणग्रामं प्रगुणीकुरुते मुनिः ।
ममता राक्षसी सर्व भक्षयत्येकहेलया ॥ ભાવાર્થ-નિમમત્વમાં જ વૈરાગ્ય સ્થિરતાને પામે છે, માટે ડાહ્યા પુર અન્ય ત અનર્થને આપનાર મમતાને છોડી દે છે. જે હૃદયમાં ભમતા જાગ્રત છે, તે વિષયને છોડી દેવાથી શું? કારણ કંચુક માત્ર ત્યાગ કરવાથી સર્ષ નિર્વિષ થતો નથી. મુનિઓ અનેક પવિત્ર ક્રિયાઓથી કટ કરીને ગુણના સમુદાયને એકઠા કરે છે, પણ મમતા રાક્ષસી તે સર્વ ગુણસમૂહને સહજમાં ભક્ષણ કરી જાય છે.
વિવેચન–મમતા અનેક અનર્થને આપનારી છે, કેમકે તેની વૃદ્ધિ વટબીજની માફક અનેક મહાપ્રપંચની કલ્પનાને વધારી દે છે, અને મમતાવ્યાધિ પ્રતિક્ષણે વધતાં
જ્યારે વિશેષ વૃદ્ધિગત થઈ જાય છે ત્યારે તે છેદેવી દુઃશકય થઈ પડે છે. મમતાવાન - નુષ્ય પાપને ભય રાખ્યા વિના આરંભની પ્રવૃત્તિમાં નિઃશંકપણે વર્તે છે. ધનલેભી મને નુષ્યો માટે ઘણાઓએ વાંચ્યું અને સાંભળ્યું હશે કે, તેઓ સગા પુત્રનું ખૂન કરતાં આંચકો ખાતા નથી. મમતાંધ જે નથી, તે દેખે છે; અને જાલંધ જે છે, તે નથી દેખા. આ ભમતાં ધમાં અને જાલંધમાં મેટે ભેદ છે. પુત્ર, સ્ત્રી, માતા, પિતા વગેરેમાં જે ગુણ ન હોય, તે ભમતાં ભમતાને લઈને દેખે છે, એટલે તેઓ જે નથી તે દેખે છે. આવી રીતે અનેક અનર્થને જન્મ આપનારી મમતા હોય ત્યાં વૈરાગ્ય સંભવે નહીં. તેથી પ્રાણ પુરૂષ પિતામાં વૈરાગ્યને સ્થિર રાખવા મમતાને ત્યાગ કરે છે. પાંચ ઇન્દ્રિયના વિષયને ત્યાગ કરે, માતા પિતા કુટુંબ પરીવાર ત્યજી, વનવાસમાં જઈ, ગહર ગુફાઓમાં ધ્યાન ધરે, સૂર્ય સંમુખ એક પગે ઉભા રહી આતાપના , ગમે તે કષ્ટ કરે, ગમે તે ત્યાગે, પણ હૃદયમાંથી મમતા જ્યાં સુધી ગઈ નથી ત્યાં સુધી તે બધું “છોર ઉપર લીંપણ કરાવા જેવું” છે, એટલે બાહ્ય ત્યાગથી ત્યાગીપણું પ્રાપ્ત થઈ શકાતું નથી; જેમ કાંચળી કાઢવાથી સર્ષ નિવિષ બની શકતા નથી તેમ. મહાન મુનિએ અનેક કા સેવી, અનેક ગુણો પિતામાં પ્રાપ્ત કર્યા હોય, પણ તેવા પુરૂષોમાં જ્યારે મમતા પ્રાપ્ત થાય છે ત્યારે તે મમતાના લાભથી પ્રાપ્ત કરેલા ગુણે ક્ષણમાં તેમાંથી નાશ પામી જાય છે. મમતા ક્યાંથી અને શાથી પેદા થાય છે, તેને માટે અમુક સ્થળ કે અમુક કારણ નિમિત નથી; ગમે તે સ્થળમાં, ગમે તે વિષયમાં, મમતા પોતે પિતાને દેખાવ દે છે અને જગતના જીવોને છેતરે છે. પુત્ર ત્યજ્યા, અને શિષ્ય પર મમતા થઈ ઘર મુકી અઝર બન્યા, ત્યાં ઉોયના વેશમાં મમતા જાગ્રત થઈ; ધન મુક્યું, ત્યાં પુસ્તકના સ્વરૂપે મમતાએ દેખાવ આપે.