Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
સ્ત્રીઓનું જીવન.
૨૭
૧૪૧૧
ગ્રાફ, પાર્ટી અને છેવટે દુકાને બાર-બાર વાગ્યા સુધી રહે ગૃહ એ માત્ર હોટેલ, નિવાસસ્થાન તરીકેજ લેખાય. પત્નીઓ માત્ર વિના પગારની રસાયણ કિંવા વૃત્તિ સંતોષનાર વ્યક્તિ લેખાય. સ્ત્રીઓ–પ્રવ્યવાનની સ્ત્રીઓ મોતી-સેન–હીરા જડીત ઘરેણું પહેરી દેવદર્શન જાય એટલે સંતોષાય. નવરાં પડે નિંદા કે કુથલી થાય એમાં દોષ કેને? સ્ત્રીઓનું આવું જીવન ગળાવીહાથે કરી ગૃહને આનંદ નષ્ટ કરનાર પુરૂષો જ છે. કેલવણી આપી પિતા, પતિ તરીકેની ફરજ શા માટે અદા ન કરવી? દુકાનમાં અજાણ્યા ગુમાસ્તાને કેળવી કેમ હોંશીયાર કરે છે? દુકાનધંધે પડી ગયું હોય તે રાત્રી દિવસ થી કેમ ધીકતે કરે છે? તે પછી આપણું સ્ત્રીઓ જેમાં સક્રેટને પવન નથી, પતિ તેજ પરમેશ્વર માને છે તેઓ તમારે માટે તમારા એક મીઠા બોલ માટે, હમારા સુખ માટે શું નહિ કરે? ધંધા ઉપરાંતનું બાહ્ય જીવન બંધ કરે, રાત્રીના–વાર તહેવારે કુટુંબમાં બેસે-વાર્તાવિદ કરે, એમનામાં ઉચ્ચ સંસ્કાર પાડે, અને જુ પછી શું પરિણામ આવે છે? ! સહવારના બજારમાં, બપોરે બજારમાં, રાત્રે નાટક, પાર્ટી કે બજારમાં-રજાને દહાડે જયાફતમાં તમારી માતા,
હેને, હમારી પત્નીઓ, તમારી પુત્રી પાસે કેટલો સમય બેસે છે હેનું સરવૈયું કાઢે. મૂળ અજ્ઞાન હોય અને પછી સુધરવાના પ્રસંગે-સાધને હમે પૂરાં ન પાડે પછી એઓ. એવાં જ રહે એમાં દોષ કોને? માતા-પાયજ કાચ પછી મકાન ક્યાંથી મજબત થાય? આમ નિ:સત્ય જીવન ગાળ્યું હેય, બાહ્યજીવનને અનુભવ ન હોય, જગતની સપાટી ઉપર શા શા પરિવર્તન થાય છે હેનું ભાન ન હોય, વિધા શું? સાયન્સ શું ? વૈર્ય શું? કર્તવ્ય શું? જીવન શું ? એ પિતેજ સમજતી ન હોય પછી માતા બાલનામાં ક્યાંથી ઉન્નત વિચારો આણ શકે? ઘરકુકડી જીવન ગાળવાથી, બાલ્યાવસ્થાથી જ નિરૂત્સાહી જીવન ગાળવાથી શરીર અને મન પ્રફુલ્લિત ન રહે પછી એ છોડનાં પુષ્પો કયાંથી ખીલે? વિધવા-આપણી આર્ય સ્ત્રીઓ ને હેમાં જેનોમાં ધર્મની વૃત્તિ એટલી સચોટ છે કે એ વૃત્તિ
સ્ત્રીઓમાં ન હતી તે આપણામાં આવત કે કેમ તે શક છે. વિધવાઓનાં જીવન હિંદુ સંસારમાં હાલના બાવારૂપ છે. વિધવાઓ પ્રત્યે પૂજ્ય ભાવ ન હોવાથી—એમનામાં જ્ઞાન ન હેવાથી કુટુંબમાં કલેશ અને દુઃખરૂપ થઈ પડે છે.
સવારસાંજ મંદિરમાં-ઘરકામ અને વાર્તાવિનોદમાંજ જીવન જાય છે પરંતુ આ વિધવિાઓમાં સારા સંસ્કારવડે એમને એમના કર્તવ્યનું ભાન કરાવવામાં આવે તે નર્સીગએસોશીએશનની, સ્ત્રીશિક્ષકની, બાળકે ઉપર ઉચ્ચ સંસ્કાર પાડનારની-ધર્મોપદેશિકાની-યુવતિઓ તેમજ કન્યાઓને ગૃહ કેળવણું આપનાર લાગણીવાળી માતારૂપ આધેડ સ્ત્રીઓની જરૂર રહે નહી. પણ એ ક્યારે? કન્યા અને પુત્રમાં તફાવત જાય, મહાત્માઓ પણ સ્ત્રીનાજ પેટે જન્મ્યા હતા માટે સ્ત્રીઓ પૂજનીય છે. સ્ત્રીઓને જેટલી હલકી રાખીયે છીએ તેટલી આપણી હલકાઈ છે એમ માનીએ, કન્યાને યોગ્ય વિધા આપીએ, પત્નિ તરીકે આપણે એમને જીવનમિત્ર ગણી એમની સાથે વધારે સહવાસમાં આવી, ગૃહજીવન ગાળી એમને આપણી સાથે આપણા જેવાં કરીએ-એમનામાં ઉત્સાહ–આનંદ–રેડીયે એ માત્ર વિષયવાસનાનું સાધન નથી પરંતુ એક જરૂરની વ્યક્તિ છે—આપણે તેિજ છીએ એમ માનીએ ત્યારે,
વિલરવિલા સાંટાક્રુઝ.