Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જૈન..
૨૮૭
માનવાને સબળ કારણ મળે છે કે, ભિન્નતાને જો સુસ્થાને યાજવામાં યાજક પોતાની કુશળતાનેા સદુપયોગ કરે, તે ત્યાં ભિન્નતા ટળી, ઐક્યતા આવી મળે છે અને તે હિતાવહ થઇ પડે છે. તેમ વિધિનિષેધના તેમજ ભિન્નાપેક્ષાદર્શક શાઓ સ્થૂળ દૃષ્ટિથી અથવા તા બહુ દૃષ્ટિથી ઉપલક ઉપલક, વાંચતાં, જે શાસ્ત્રોમાં એકબીજાથી વિરાધ નજરે ભાસતા હોય, તેજ શાસ્ત્રોને વિશાળ દૃષ્ટિથી વાંચનાર એકખીજા શાસ્ત્રાની સાંકળના માડા, જે છુટા છુટા રહેલા, તેને એકબીજા મકોડા સાથે, જો પાતાના બુદ્ધિકૌશલ્યના સદુપયોગથી ચાજે, તેા ભિન્નભિન્ન શાસ્ત્રની એક સાંકળ બની જાય. ભિન્નતામાંથી અભિન્નતા શેાધી કાઢવી, અથવા તે। ભિન્નતા, એ અભિન્નતાને સિદ્ધ કરનાર એક ઉત્તમ સાધન છે, એમ સમજાય, તે ભિન્નતા ટળી અભિન્નતા સર્વત્ર પ્રસરી રહે, એ નિઃસ ંદેહ છે. શાસ્ત્રો વરાધી નથી, શાસ્ત્રમાં વિરેાધ નથી, પણ જો વિરાધ હોય તે તે માત્ર દૃષ્ટિના છે. સત્યને સત્ય તરીકે, અસત્યને અસત્ય તરીકે, આગ્રહી લખાણને આગ્રહી લખાણ તરીકે, નિરપેક્ષ એકાન્તને તે રૂપે, સાપેક્ષ અનેકાન્તને તથાપ્રકારે જો સમજવામાં આવે અને શેાધી કાઢવામાં આવે તેા, દરેક શાસ્ત્રોમાંથી દરેક શાઓ વાંચતાં હૈય, ઉપાદેય, અને તૈય એ ત્રિપુટીને ઉપયોગમાં લઇ વર્તતાં, કોઈ પણ વાંચકને કોઇપણ શાસ્ત્ર અહિતકર્તા હોય એમ લાગતું નથી. વિદ્વાનોને માટે ખરી રીતે અમુક ધર્મ એ અમારા ધર્મ છે” એમ કહેવા કરતાં “અમારી શેાધખેાળના પરિણામે અમારા વિચાર। તેજ અમારા ધર્મ છે” એ માનવું વધારે શેાભાસ્પદ છે. આ લેખના પ્રારંભમાં આટલી લાંબી પ્રસ્તાવના કરવાના હેતુ માત્ર વધી ગએલી ભેદત્રુદ્ધિ જ છે, અને વર્તમાન કાળના કેટલાએક અનનુકરણીય પ્રસંગ છે.
પૂર્વ કાળમાં એક એવા ઉત્તમ પ્રવાહ પ્રચલિત હતા કે જે કાળમાં ગમે તે વિદ્વાન, ગમે તે સિદ્ધાંત અથવા પેાતાના વિચારોને પુસ્તકાર! અગર વચનદ્વારા જાહેર કરે, તા, તે જો સ ંપ્રદાય વિરૂદ્ધ, ધર્મ વિરૂદ્ધ, શાસ્ત્ર વિરૂદ્ધ હોય, એમ ખીજા વિદ્વાનોને ખાત્રી થાય તેા તેને માટે એ પ્રકારના માર્ગો સ્વીકારાતા હતા. એક ા લોકાની જાણ માટે તેવા વિચારાને શાસ્ત્રાધારે, સપ્રમાણ યુક્તિપુરઃસર ખંડન કરી અને સત્ય શું છે તે દર્શાવતા હતા. ખીજો માર્ગ એ હતા કે વિદ્યાનેાની સભા કરી, અધ્યક્ષ નીમી, સામાસામા પોતપોતાના કથનને સિદ્ધ કરવા, સપ્રમાણ વિવાદ કરતા હતા, અને તેને અંતે નિર્ણય થાય, તે સત્ય મનાતા હતા. હાલમાં આ બન્ને માર્ગના આદર કરવામાં પ્રાયશઃ મંદતા જોવામાં આવે છે. એક વાર ધારો કે અમુક સપ્રદાયની અથવા અમુક વ્યક્તિઓની સાચી ભૂલ હોય, તેમનું કથન શાસ્ત્રવિરૂદ્ધ હોય, તાપણ તેને અમુક ગાલિપ્રદાન આપી, નિરક્ષરાના સમૂહોને ઉશ્કેરી, અગર સમજાવી સાંપ્રદાયિક શિક્ષા કરાવવા, પ્રયત્ન સેવવા, તે ઉચિત નથી; કેમકે, તેને લઈને કેટલાએક વિદ્વાને-તટસ્થા શંકાશીળ રહે છે, અને સત્ય જાહેરમાં આવતું નથી, તેમજ નિર્ણય થતા નથી. આવા પ્રવાહમાં કેટલાએકા પેાતાના દ્વેષની સફલતા કરવા માટે યથા લેખકા અને સત્યવક્તાએને દબાવવા માટે પોતાની પ્રપંચજાળમાં નિરક્ષરાને સાવી, ફાસલાવી, અયેાગ્ય ચર્ચા ઉભી કરે, અને તેથી સત્યને સત્યને ન્યાય ન મળી શકે, અને અસત્યને પ્રવાદ વિસ્તારને પામે, એ સંભવિત છે. આવી પ્રવૃત્તિમાં સત્યાંશ હા, અથવા અસત્યાંશ હા, પણ તે પ્રવૃત્તિના પ્રવર્તકામાં નિઃસત્ત્વપણું છે એમ સિદ્ધ થાય છે, આવા વર્તમાન કાળનું વહન અમુક અંશે દૃષ્ટિપથ પડે છે, બીજી તરફ્ પ્રમાણુ કસે