Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૧
જેનેના અને જૈન શાસનના તેના બની બેસે છે, અને અમારા ઉપર જૈન શાસનને આધાર છે, અમો જૈન શાસનના સ્થંભ છીએ, એમ પિતે પિતામાં માની લે છે, અને હાજીઆઓ તેમને તે વિષયમાં અગ્રગણ્ય ગણવા તૈયાર થાય છે. આ દરેક જૈને નથી પણ ખુલ્લેખવી રીતે કહેવું જોઈશે કે, તેઓ જૈનાભાસે છે. જો કે સમ્યક દૃષ્ટિ જૈન પ્રમાદ યોગે કદાચિત કાયવશ બની ભૂલ કરે છે, પણ તે તરતજ પિતે પિતાથી અથવા બીજાથી જ્યારે પોતાની ભૂલને ભૂલ તરીકે સમજે કે તરત તે સંબંધમાં પશ્ચાતાપ સાથે “મિથ્યા દુષ્કૃત ” દઈ પિતાની ભુલથી પિતે શુદ્ધ થાય છે, જે મિથ્થા ટુર, વર્તમાનકાલિય જેનેએ એક સાધારણ ઉપહાસ્ય રૂપે બનાવી દીધું છે. વ્યવહાર અથવા પરંપરાથી ચાલી આવેલી પ્રણાલિકા સાચવવા, મધ્ય સુઝત એક બીજાને દેશે, છતાં હૃદયગત કલુષિતાને વિસ્મરી જશે નહિ. બીજે દિવસે, બલ્ક, તેજ દિવસે તે દેશને ક્રિયામાં મુકતાં અટકશે નહિ. આવા જ ખરી રીતે જેને શબ્દને અને પવિત્ર વીતરાગના માર્ગને લાંછન લગાડનારા છે, એટલું જ નહિ, પણ બીજી રીતે કહીએ, તે વગેવનારા છે, અન્યની દૃષ્ટિમાં ઉચ્ચમાં ઉચ્ચ જૈન ધર્મને હલકે પાડનારા છે. આવા જેનોથી જેનપણું જળવાય છે, એમ કહેવા કરતાં, જેનપણાને વિલેપ થાય છે, એમ કહેવું વધારે સારું છે. અનેક ફીરકાઓ અને અનેક ભેદ જૈન નામથી જે જન્મ પામ્યા હોય, તે તે આવા નેને જ આભારી છે. જ્યાં ખરું જૈનત્વ છે, જેઓ ખરા જૈને છે, એટલે કે જેઓની સમ્યક્ દષ્ટિ છે, ત્યાં ફરકા કે ભેદ, એ શબ્દની ગંધજ ન હોય, એ સ્વાભાવિક છે. આવું જૈનપણું જે છે, તે આત્મિક ગુણ છે, અને તે આત્મિક ગુણ જે આત્મામાં પ્રકાશ પામ્યું હોય, તેનું જ વર્તન યથાર્થ અને ઉચ્ચ પ્રકારનું, અંશે અથવા સર્વથા હોઈ શકે છે. જેટલે અંશે પિતે પિતાનું વતન ઉચ્ચ સ્થિતિમાં રાખી શક્તા નથી, તેટલે અંશે તેવા પિતાના અસ૬ વર્તનને નિર્જે છે, ધીકારે છે, અસત માને છે, અને તેને ત્યાગને માટે ભાવના ભાવે છે. સર્વથા સ વર્તન સેવનારાઓ અપ્રમત્ત રહેવા આતુર-જાગૃત રહેવા પ્રયત્નશીલ રહે છે, અને તેથી જ અંશસદ્વર્તનની સ્થિતિ, પંચમગુણસ્થાનકવતિ છવને હેઈ શકે છે અને સર્વથા સદ્વર્તનવાળા જીવની સ્થિતિ છડ્રી ગુણસ્થાનકમાં હોઈ શકે છે. એટલે છ સાતમું ગુણ
સ્થાનક એક જીવને કહી શકાય છે. આ ઉપરથી છુટ કરી સમજાવવાનું કે, જેઓ શ્રાવકનાં દ્વાદશ વતને પાલનારા સામાયિક, પ્રક્રિતમણ, જીનપૂજા, તીર્થયાત્રા વગેરે સુકૃતોને સેવનાર હોય તે પંચમ ગુણસ્થાનકવતિ કહેવાય, અને જેઓ સર્વથા સંસારત્યાગી, નિવેદ્ય ભાગમાં વર્તનારા પરમયોગી મુનિવરે હોય છે તે છઠ્ઠા અને સાતમા:ગુણસ્થાનકવતિ કહેવાસ છે.
પાંચમા, છડ઼ી, અને સાતમા ગુણસ્થાનક સુધી પહોંચવું, તે જેણે ચતુર્થ સ્થાનક સિદ્ધ કરેલ હોય તેજ પહોંચી શકે છે, અને તેથીજ દરેક સ્થળે જ્ઞાની પુરૂષોએ ભાર મુકીને સમ્યકત્વની પ્રાધાન્યતા લખેલ છે. તત્વાર્થમાં શરૂઆતનું સૂત્ર છે કે, સભ્ય જ્ઞાન રાત્રિાળ માક્ષના આંહી પણ સમ્યગ દર્શન અને સમ્યમ્ દષ્ટિપણું, પ્રથમ સ્વીકારેલું છે, અને જે સમ્યમ્ દષ્ટિ હોય તેનું જ જ્ઞાન સમ્યગ જ્ઞાન હોઈ શકે છે; સમ્યમ્ જ્ઞાનીનું જ ચારિત્ર-વર્તન યથાર્થ બની શકે છે, તેથી ઉપરોક્ત સૂત્ર સુખ કથેલ છે. અન્યત્ર સમ્યકત્વ વિનાની ક્રિયા તે આંક વિનાનાં મિડાં છે” તેમજ “સમક્તિ વિગ.