Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
મને વિજયને મહામંત્ર.
૨૭૭
માર્ગમાંથી નિશ્ચયનાં નવાં પાણી સંગ્રહી આ તમારા અસ્તવ્યસ્ત થતા વહાણને જડે, તેને દઢ અને મજબુત એવા સંયમના ખીલા લગાવો. સંગપરિત્યાગનાં તેની બન્ને બાજુએ ત્રાંબાના પત્રાં છેક તળીઆં સૂધી ઠોકી દો અને શ્રદ્ધાના શઢ હડાવીને પશ્ચિમ છેડી પૂર્વ દિશા તરફ આગળ વધે. ખરાબાના માર્ગમાંથી પાછા વળો. પછી જૂઓ કે ઘડઘડાટ કરતું તમારું વહાણ મેક્ષબંદરને કિનારે કેવું ત્વરાએ જઈ પહોંચે છે? પછી જૂઓ કે, તમારા વિજયના ડંકા દિગંતને ભેદીને શ્રી પરમાત્માના ચરણસૂધી જઈ પહેચે છે કે નહિ?
શાસ્ત્ર, ધર્મ, કે તત્વજ્ઞાનની નજરે જોતાં દુનિયામાંના બધા મત સંપ્રદાય, આ સાધનને જ સર્વોત્તમ સાધન કહે છે. તેમાં પણ તર્ક, વિચાર, દર્શન, આલેચના અને મળ્યપ્રધાન પ્રાચીન આયશા, વેદમત, જેનમત અને બૌધમતના સિદ્ધાંતમાં તે મને નિગ્રહ-મનેયને જ માનવની મહત્તા અને મેક્ષમંદિરના દ્વારમાં પેસવાની કળરૂપે વર્ણવે છે. મન ઇવ મનુષ્યનાં વા વંધો બંધન, સુખ અને દુઃખ એ બધાંનું કારણું મન જ છે. મનને છર્યું ત્યાં, મેક્ષ, મહત્તા, સુખ, સંતોષ અને આનંદ છે. મનથી છતાય તેને દુઃખ-આફત, તરફડાટ, લઘુતા, ચિંતા, નરક અને બંધન છે. માટે એક શિક્ષણમાં પાછા પડનારા, શકિત, સ્મૃતિ અને સમજશક્તિ ગુમાવી બેઠેલા વિદ્યાર્થીઓ ! વકીલાત, ડાક્ટરી, ઇજનેરી કે આઈસલાઈન જેવી યુનિવર્સીટીની કોઈ ઉંચી જ્ઞાનશાખાને પકડીને અધવચ્ચે લટકી પડનારા અથવા વારંવાર નિષ્ફળ નિવડનારા એ યુવકે! દિવસરાત ધંધામાં અંધ થઈ દોડાદોડી કરવા છતાં જશને બદલે જુતિયાં ખાઈને નિરાશાની ખાઈમાં હઠનારા એ જવામર્દો ! ધર્મ-અર્થ-કામ અથવા મોક્ષની કોઈ પણ લાઈન પકડી ઈશ્વરની દિવ્ય યુનિવર્સીટીમાં અભ્યાસ કરી કર્મ દેવતાના કુઠારાઘાતથી વારંવાર નાપાસ અને નિરાશ થનારા એ માનવબંધુઓ ! આ લેકમાં કે પરલોકમાં, સમાજમાં કે રાજકાજમાં, વ્યવહારમાં કે પરમાર્થમાં, ધર્મમાં કે કર્મમાં, ધનમાં, તનમાં કે મનમાં અથવા એ સર્વથી એક એવા સર્વોત્તમ આત્માના પ્રદેશમાં આગળ વધવું હોય તે સત્સંગથી, અસસંગના ત્યાગથી તેમજ અભ્યાસ અને વૈરાગ્યથી મન ઉપર રાજ ચલાવતાં શીખે; મનને તમારા પર રાજ કરવા ન દે. મન એ હાથી છે. તેના પર અભ્યાસના અંકુશ અને ત્યાગની અંબાડી વડે સવાર થઈ સંસાર સંગ્રામમાં આગળ વધો. જય તમારો છે; કેમકે મંગલાચરણમાં જ તમે મનને છર્યું છે. મનને જીતનારે અછત કહેવાય છે. માટે દઢ પ્રયાસ કરી. નિયમિત જીવન ગાળી, ધર્મ-કર્મનું પાલન કરી, પરોપકારની દેરી હાથમાં ધરી, સર્વને પિતાના સરખાં જ સમજવાની અભેદબુદ્ધિમાં–આત્માનુભવનિધિમાં ઉંડા ઉતરી, મનને છતે. ભાઈઓ ! મનને છર્યું કે તમે જગને જીતી ગયા એમ નક્કી માનજે.
મન કર્યું તેણે સઘળું સાધ્યું ! ચરણે પ્રકૃતિ મૂલ ખડી રે; દેશ વિશેષ જીત્યા થકી શું થયું? મન ન છતાયું તે ધૂળ પડી રે! આથી વિશેષ શું?
સર્વને હિતચિંતક, જન સંઘને દાસાનુદાસ
દીન-વસંત,