Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
મનોવિજ્યને મહામંત્ર
૨૧
તેને ઉપયોગ થઈ શકતું નથી. તેને ઢું રાખવાથી મોહ, લોભ, કામ, ક્રોધાદિ કુટિલ માર્ગોમાં તેમજ વિષયના ઢળાવવાળી વિષમભૂમિમાં તે તરત સરીને વહી જાય છે. કામના કીચડમાં ખરડાઈ ગંદુ-મેલું થઈ કાળક્રમે નિર્મળતાને બદલે મલીન દુર્ગધીને વિસ્તાર કરે છે.
મનને સરી જવાના કંચન અને કામિની એ બે મોટા ઢોળાવ છે. એ બેમાં રૂપને મોહથી મનને અનિવાર્ય આકર્ષણનારી કામિની એ મુખ્ય–ભયંકર ખાડ છે; જેણે બ્રહ્મા અને શંકર સરખા, તેમજ વિશ્વામિત્ર અને પરાશર સરખા પુરૂષનાં મનને પણ સ્થિર રહેવા દીધાં નથી, ત્યાં સામાન્ય મનુષ્યોનાં નિબળ મન અનાયાસે ફસી પડે એ સ્વાભાવિક જ છે. એથી જ શાસ્ત્રકાર લખી ગયા છે કે –
विश्वामित्रपराशरप्रभृतयो वाताम्बुपाशना । तेऽपि स्त्री मुखपंकजं सुललितं दृष्ट्वैव मोहं गताः ॥ शाभ्यान्नं सवृतं पयोदधियुतं भुजति ये मानवाः । तेषामिन्द्रियनिग्रहो यदि भवद्विध्यस्तरेत्सागरे ॥
એથી જ સૃષ્ટિમાં માનવ જાતિની સેંકડે નવાણું વ્યક્તિ–પ્રાયઃ સોએ સો નાં મને કામમાં, મોહમાં અને રૂપતૃષ્ણામાં ફસ્યાં જ રહે છે. સ્ત્રી અને સુવર્ણ એ બે પદાર્થો મનમસ્યને મીઠે ગળ બતાવી, તુરત જાળમાં ફસાવી એ શાંસાહારા જીવાત્માને તરફડાવીને મારી નાંખે છે. આ ભયંકર ખાડમાંથી મનને બચાવી સ્થિર રાખવું હોય તે, તેને સરલ ઉપાય એજ છે કે, મનને એ ભયંકર ખાડની નજીક જ જવા ન દેવું. કાંટાવાળા માર્ગને આગળથી જ ત્યાગ કરી દઢનિશ્ચય અને યત્નપૂર્વક તેનાથી દૂર રહેવું. સમીપ જવાનું બંધ થયું ત્યાં સંકટ કે ભયને સંભવ પણ નથી. આ પ્રમાણે મોહના આકર્ષણમાંથી મનને બચાવનારુંભયંકર ભવરેગનું તત્કાળ નિવારણ કરનારું સર્ગપરિત્યાગ અર્થાત સંગત્યાગ જેવું બીજું કોઈ રામબાણ ઔષધ જ નથી. માટે જ્યાં જ્યાં ભુવનમોહિની સ્ત્રી જાતિનાં સુંદર મુખનું દર્શન થતું હોય, તેને કમનિય કંકણને ખણખણાટ અથવા ચરણનુપુરને ઝણઝણાટ પણ કાને પડતે હેય, એ ડાકિનીને વળગાડ જેવી તેની છાયા, તેને ઓળો આંખે જણાતો હોય, જ્યાં તેને પ્રસ્વેદની ગંધ પણ નાકને પહોંચતી હોય અથવા તેને અલ્પ વિચાર પણ જે જે સ્થાનમાં–વાતાવરણમાં તરવરતો હૃદયને સ્પર્વ કરી શકો હોય, ત્યાંથી દઢતાપૂર્વક દૂર રહેવું. વાઘ કે સિંહની ગંધ આવતાં ગાય, ઘોડા વગેરે પશુઓ જેમ પાછાં હઠી દર માસે છે, તેમ વિનાશમાંથી બચવાની ઈચ્છાવાળો અજીત જીવાત્મા પણ ઉપરનાં સર્વ સ્થાન અને સંસર્ગજન્ય સ્વપ્નાઓને માત્ર ભયને નહિ, પણ સાક્ષાત વિનાશનાં સ્થાન હમજીને તુરત તેને ત્યાગ કરવાથી જ પોતાના જ ને ટકાવી શકે છે. રક્તપિપાસુ પ્રચંડ ચામુંડા જેમ ખણ હાથમાં ધારણ કરી અનંત રક્તબીજને રણમાં રગદોળી તેના લોહીનું પાન કરતી ખડખડાટ હસી રહી છે, અનંત રાક્ષસશેનાને પણ એક નયન પલકારે જય કરી રહી છે, તેમ સાક્ષાત્ મહામાયાને અવતાર સ્ત્રી જાતિ પણ મેહક ખડગ હાથમાં ધારણ કરી, પશુવૃત્તિપરાયણ પામર જીવોને પીલી, નિચોવી, તેના