Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૨
જૈન ફૅન્સ હૅરલ્ડ.
ઉપર જય કરી હાસ્યપૂર્વક તેનું લેાહી પીવામાં પાછી હડતી નથી, માત્ર સ્વપ્નમાં પણ સંગદોષથી સાક્ષાત્ કરનારા નિર્બળ જીવાત્માનું સત્યાનાશ કાઢયા વગર રહેતી નથી. ત્યારે સમક્ષ વ્યવહારમાં દિવસરાત સંસર્ગ સેવનારાને માહિતસેા ચડાવવાની, આવાગમનના શીશામાં ઉતારવાની એ મહાશક્તિને શી વાર લાગે ? એટલા માટે જ શાસ્ત્રા ઢાલ વગાડી, ઉંધમાંથી જગાડી જીવાત્માને સાવધાન કરતાં આદેશ આપી રહ્યાં છે કેઃ तप्तांगारसमा नारी घृतकुम्भः समः पुमान् ।
तस्मात्पुरुषं च नारीं च नैकत्र स्थापयेद् बुधः ॥
નીતિકાર કહે છે: નારી ધગધગતા અંગારા જેવી છે. પુરૂષહૃદય ધીના ઘડા જેવું છે. અન્નેને પાસે રાખવાથી ધી પીગળ્યા વગર રહે નહિ એ કુદરતના કાયદા જ છે. માટે કલ્યાણની ઈચ્છાવાળા બુદ્ધિશાળી મનુષ્ય એ દેવતા અને દારૂને કદિપણ એક સાથે ન રાખવા. વળી ખીજે ઠેકાણે પણ કહ્યું છે કેઃ—
हृदयतृणकुटीरे दीप्यमाने स्मराग्नौ ।
विहितमविहितं वा पंडितोऽपि न वेत्ति ॥
વાસનારૂપી તણખલાની બનેલી હૃદયરૂપી ઝુંપડીમાં જ્યારે કામનો અગ્નિ સળગી ઉઠેં છે ત્યારે પંડિતને પણ—સમર્થ જ્ઞાની પુરૂષોને પણ સારૂં માઠું કે સાચું ખોટું જાણવાની શક્તિ રહેતી નથી. એથી જ પરિણામદર્શી પુરૂષો કહી ગયા છે કે:-જામાન્યો નૈવ વાંતજેમને કામના અધાપા આવ્યા છે તે કઇ પણ જોઇ શકતા નથી. કામ મેાહથી અને માહ સંગથી ઉત્પન્ન થાય છે, માટે એ અધાપાથી તેમજ આત્માના સર્વ નાશમાંથી બચવું હાય તા નિશ્ચયપૂર્વક સંગત્યાગ સેવવા.
'
નસ્ય દ્વારા નારી ” અને “ નારા પ્રત્યક્ષરાક્ષરી ” આદિ શાસ્ત્રના સિદ્ધાંતા શ્રવણુ કરીને “ સ્ત્રીસંગ ”ની ઝેરી અસરથી દૂર રહેવા, સ્ત્રીનું નામ માત્ર સાંભળતાં ભડકનારા એક સેાળ વરસના બ્રાહ્મણ કુમાર પોતાનાં માતપિતાથી હડી ૠડીને, ઘરસંસારના ત્યાગ કરી, બ્રહ્મચારી બનીને વનમાં નાશી ગયા. ગૃહવાસ અને ગ્રામને દૂરથી નિરખતાં નમસ્કાર કરી દૂર ભાગતા તે જંગલમાં જ વસવા લાગ્યા. એક દિવસ રાત્રિના વખતે ભરજંગલમાં એક વિશાળ વાવના છેખંધ બાંધેલા કાંડાપર તે સૂઈ ગયા. મધ્ય રાત્રિએ તેને સ્વપ્ન આવ્યું. એક સુંદર વસ્ત્રાભૂષણમાં સજ્જ થયેલી સુંદરી તેને પેાતાની નિકટ આવતી જણાઇ. બ્રહ્મચારીએ સ્વપ્નમાં જ કહ્યું કે,— ઝેરી નાગણ જેવી સુંદર દેખાતી, પણ સ્પર્શ કરનારા પ્રાણ હરનારી હું વિષયેલી ! તું મ્હારાની દૂર રહેજે. હારાં રૂપ લાવણ્યથી અધ ખનીને હું મારે હાથે જ મ્હારા ગળાંમાં ફ્રાંસા નહિ નાખું.” આવાં વચને બડબડતા નજીક આવતી એ સુંદરીના સ્પર્ધદેાષથી દૂર રહેવા માટે સ્પેનમાં તે સ્વપ્નમાં છેટા ખસ્યા ! જરા પાછળ ખસતાં જ પાળપરથી નમીને એ ઉંડી વાવમાં પડી ગયા ! તરવાના જ્ઞાન વગરને બ્રહ્મચારી, સ્વપ્નમાં સમીપ આવેલી સુંદરીને યોગે ઉંડા પાણીમાં ડૂબી મૂ; ત્યારે જીવતી જાગતી સ્ત્રીઓના સંસર્ગ શું ન કરે ?
ધર્મસ્થ જીવમાત્રોઽવ ત્રાયતે મતો માત્ર અર્થાત્ નરકના--વિનાશના—મૃત્યુના મહાન ભયમાંથી મનુષ્યને એક ધર્મ જ તારી શકે છે. પણ ધર્મશાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે;–