Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨પ
ર નાંધ. जैन साहित्ये गुमावलो एक वृद्ध सेवक.
~~~~~~~~
~~~
જૈન સાહિત્યની સેવા બજાવનારાઓ ગણ્યાગાંઠયા જ છે, તેમાં પણ ગઈ. તા. ૧ લી ઑગસ્ટે એકની સંખ્યા ઓછી થઈ છે, જે જાણી અમને ઘણી દીલગીરી થાય છે. જૈનકેપ માટે ૧૦ વર્ષ સુધી અથાગ પરિશ્રમ ઉઠાવનાર, “રામ-રામ જેવા જૂની જૈન ગુજરાતી ભાષાના સાહિત્યનું સરસ સંશોધન કરનાર, આઠેક જૈન સુત્રાનાં ભાષાંતર લખનાર, વૃદ્ધ અને ઠરેલ જન લેખક શ્રીયુત મોતીલાલ મનઃસુખરામ શાહ અમદાવાદ મુકામે ઉપર કહેલી તારીખે સ્થૂલદેહ છોડી ગયા છે. તેઓએ “પ્રાણીહિંસા અને પ્રાણીખોરાકનિષેધક” નામનો, એ વિષય ઉપર સઘળી દિશાથી પ્રકાશ નાખનાર, ગ્રંથ બહાર પાડીને એ વિષયની અગત્ય કેળવાયેલા માંસાહારીઓમાં પહેલી વાર જ સમજાવી હતી, કે જે પછી તે પુસ્તકના ઉતારા કે અનુકરણ તરીકે બીજાં ગુજરાતી પુસ્તકો થવા પામ્યાં હતાં. “સદુપદેશમાળા' નામને નૈતિક ઉપદેશ માટે યોજાયેલે તેમને કથાગ્રંથ અને નર્મષમાં નહિ આવેલા ગુજરાતી ભાષાના શબ્દોને સંગ્રહ કરી તેમણે છપાવેલ “ગુજરાતી શબ્દાર્થ : (કે જે સરકારી તેમજ ગાયકવાડી કેળવણી ખાતાએ મંજુર કર્યો છે) તથા તેમનાં કેટલાંક ઉપદેશી સરળ કાવ્યઃ એ સર્વ, તેમનું નામ તેમના વાચકોના હૃદયમાંથી ભૂલાવા નહિ દ એમ અમને વિશ્વાસ છે. તેઓ સ્થાનકવાસી જૈનધર્મ પાળતા ખાનદાન કુળમાં જન્મેલા હાઈ તે વર્ગની સેવા એમણે બહુધા કરી છે તથા એ વર્ગને જનહિતેચ્છુ માસિકઠારા છાપાને શોખ પહેલવહેલો આજથી ૧૫ વર્ષ ઉપર તેમણે જ લગાડયો હતો અને આજ સુધી એ માસિક ઘણું સારું કામ બજાવી રહ્યું છે. તેઓ સ્વભાવે મીલનસાર, સતત ઉધમી, સાહિત્યપ્રેમી અને ઘણાજ સાદા હતા અને એમની સલાહ ઘણુને ઉપયોગી થઈ પડતી. ભાઈબંધ જન, દિગંબર જન, ગુજરાતી તેમજ ટાઈમ્સ, કૅનીલ વગેરે પત્રોએ એમના મૃત્યુ માટે ખેદ બતાવ્યો છે એમ અમે પણ આવા ઉપયોગી સાહિત્યસેવકના વિયોગથી અમને થતું દુખ છુપાવી શકતા નથી; અને એમના આત્માને શાંતિ મળે એમ ઈચ્છયા વગર રહી શકતા નથી. દીલાસો લેવા જેવું છે કે, મરહુમ પિતાની પાછળ પાંચ પુત્રે મૂકતા ગયા છે, જેમાંના વડા પુત્ર મી.વાડીલાલની ઓળખ જૈન સમાજને કરાવવી પડે તેમ નથી; કારણ કે જનસમાચાર, જનહિતેચ્છુ અને હિંદી જનહિતેચ્છુ એમ પિતાનાં ત્રણ પત્રોદારા કેટલીક વખતે જૈનના ત્રણે ફીરકાને જમાનાને અનુસરતી સલાહો આપીને તથા ખાસ કરીને સ્થાનકવાસી જૈનવર્ગ માટે સંઘસુધારા, જ્ઞાતિસુધારા અને વિદ્યાપ્રચારને લગતી હીલચાલો ઉપાડીને તેમણે પોતે પોતાની ઓળખ અત્યાર આગમચ જૈન સમાજને સારી રીતે કરાવેલી છે. મરહુમના મૃત્યુના બીછાના પાસે બેસીને ઉક્ત યુવાને “મહાવીર મિશન” નામની જે સંસ્થાની યેજના ઘડી કહાડી છે અને જેમાં તે ૩ વર્ષ સુધી વગર પગારે કામ કરવાનું વચન આપ્યું છે તે યોજના ગયા માસના જૈનહિતેચ્છુમાં વાંચનારને એમ લાગ્યા વગર નહિ જ રહે કે :ઉત્પાદક તેમજ મોક્ષફલદાયક એમ બન્ને પ્રકારના જ્ઞાનના પ્રચાર માટે એવી કોઈ સંગીન હીલચાલ વગર આ જમાને ચલાવી લે એ આશા ફકટ છે. આ યોજનાને તે વર્ગ પૈકીના સ્વધર્માભિમાની જૈનેએ વધાવી લેવી જોઈએ છે અને વ્યવસ્થાપક કમીટી નીમીને ફંડ માટે શરૂઆત તાકીદ કરવી જોઈએ છે. વેતામ્બર મૂર્તિપૂજક વર્ગના પણ કેટલાક દાના વિચારકો પિતાના સ્વધર્મીઓમાં