Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૬૪
જેન કોન્ફરન્સ હૈરલ. અને પિતાના અનુભવ વડે સૂચના કરવા રૂપે તેમજ તે સંસ્થા તરફથી પ્રગટ થનારાં સૂત્રની અકેક પ્રતના ગ્રાહક થઈ તે ખાતાને ઉત્તેજન આપવા રૂપે પિતાની સહાનુભૂતિ દર્શાવવા ભલામણ કરીએ છીએ. તે સાથે આ ઉપકારી કાર્યના શુભેચ્છક તરીકે એક બે બીજી સૂચનાઓ કરી લેવાની પણ અમે ફરજ સમજીએ છીએ. આ સંસ્થા કેઈ અમુક ગચ્છ, પક્ષ કે ફિરકા તરફ પક્ષપાત ધરાવનારા ગૃહસ્થની નથી, એટલું જ નહિ પણ ભાષાંતર કાર્ય પણ એવા તટસ્થ જૈન અને જૈનેતર સમર્થ વિદ્વાનેજ પવાની તજવીજ ચાલે છે, તેથી કેઈએ કશી જાતને સંશય લઈ જવો જોઈત નથી. તથાપિ એકાદ ભાસિકતરફથી અપાતી આવી ખાત્રી અને સલાહ, ઘણા વખતથી વિરૂદ્ધના વિચાર બાંધી બેઠેલા સામાન્ય વર્ગને આ કાર્યની કદર બુજવા સમજાવી શકશે કે કેમ એ સંશયાત્મક છે. અને આવાં કામો ઘણાં ખર્ચાળ હેવાથી સામાન્યવર્ગની ભલી સમજ મદદમાં લીધા સિવાય પરે પકારી આશય પાર પડે અતિ મુશ્કેલ-કહો કે અશક્ય છે. તેથી અમે નમ્રતાપૂર્વક સૂચવીશું કે, પ્રસિદ્ધ કરવા ધારેલાં સૂત્રો ઉપર જે સ્વર્ગસ્થ વિદ્વાનનું નામ મૂકવા ઇયું છે તે ન મૂકતાં માત્ર “શ્રી જનાગમ સંગ્રહ” એટલું જ નામ રાખવું એ પરિણામે વધારે ઉપકારી થઈ પડશે. અમારે આ અભિપ્રાય કે વ્યક્તિની યોગ્યયોગ્યતાના નિર્ણયને અવલંબીને નહિ પણ, જે સમાજના હિત માટે આ કાર્ય ઉઠાવવામાં આવે છે તે સમાજને વધુમાં વધુ લાભ. પહેંચવામાં કાંઈ અંતરાય ન થાય એ ખ્યાલને અવલંબીને અપાય છે, એ ધ્યાનમાં રાખવા અમે એક વાર ફરીથી પાઠકગણને વિનવીશું.
એક વધુ સુચના, અને પછી બસ. આ સંસ્થા તરફથી બહાર પાડવાનાં સૂત્રોમાં મૂળ પાઠ તેમજ સંસ્કૃત ટીકા બને અને તે બન્નેનાં ભાષાંતર આપવા ઈચ્છક્યું છે. મૂળ પાઠ, તેનું અક્ષરશઃ (literal) ભાષાંતર, તેમજ સંસ્કૃત ટીકા મૂળ રૂપમાં એ ત્રણના સંબંધમાં તો અમે એકમત છીએ; પરન્તુ ટીકાનું ભાષાંતર આપવાની રીતમાં જરા જુદા પડવાની રજા લઈશું. સંસ્કૃતિને અભ્યાસ કરનારા મહાને અનુભવ હશે કે, સંસ્કૃત ટીકાકારે ટીકામાં સમાસ છોડવામાં અને વ્યાકરણના નિયમો આદિ ચર્ચવામાં ઘણી જગ્યા રોકે છે. વ્યાકરણ કે સાહિત્ય વિષય ઉપરના ગ્રંથોની ટીકામાં એ પ્રથા ઉપયોગી ભલે હો, પણ ઉપદેશ અને તત્વજ્ઞાનને લગતા ગ્રંથેની ટીકામાં વ્યાકરણનાં ચૂંથણ પાછળ ઘણી જગા રોકવી એ શ્રેયસ્કર ભાગ્યે જ માની શકાય. જે જરૂરનું છે તે એ છે કે, સંસ્કૃત ટીકા અક્ષરે અક્ષર છાપવી, પણ તે ટીકાનું ભાષાંતર અક્ષરશઃ નહિ કરતાં વ્યાકરણ વિભાગ છોડીને ભાષાંતર કરવું અને એવા ભાષાંતર પછી એમાંના કથનપર વિશેષ પ્રકાશ પાડે એવી આધુનિક શોધબળે અને માહતીઓને ઉમેરે વિશેષ વિવેચન રૂપે કરવો.
પહેલા પ્રયાસ માટે ભગવતીજી સૂત્ર પસંદ કરવામાં આવ્યું છે, એ યોગ્ય જ કર્યું છે; કારણ કે એ સૂત્રમાં ઘણું જાણવા જોગ જ્ઞાન સમાયેલું છે. તેની કિમત, તેના કદના પ્રમણમાં, ખર્ચના પ્રમાણમાં, કાગળ-છાપ-પુઠા વગેરેની ધારેલી ઉત્તમતાના પ્રમાણમાં, અને સૌથી વધારે તે તેની શુદ્ધતા અને ઉપયોગીપણાના પ્રમાણમાં, જોઇએ તે કરતાં વધારે નથી જ; અને અમે આશા રાખીએ છીએ કે જૈન ભાઈઓ તે ઉપકારી પ્રયાસને પુરતી રીતે હાયભૂત થવા ચૂકશે નહિ.