Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
-
જેને કન્ફરન્સ હૈરડ.
जैन समाजनी प्रगतिनुं टुंक अवलोकन.
જૈન સમાજ, તેના વિવિધ ઉપવગા સાથે, આજ સુધીમાં કેટલી પ્રગતિ કરી શકે છે તે બાબતને ચોકસ ખ્યાલ, હવે આપણે કયે રસ્તે જવું જોઈએ તે સવાલ હાથ ધરવા પહેલાં, વિચારકેની સંમુખ રજુ કરવો જોઈએ છે. વર્તમાન સ્થિતિનું ભાન આવ્યા વગર, ભવિષ્ય માટેની કોઈ ખરી યોજના યોજી શકાય નહિ. દરદ પિછાન્યા ( diagnosis ) વિના અપાયેલી દવા અસર કરવાની આશા રાખી શકાય નહિ. આ વિચારથી અમે એમ ઈચ્છયું હતું કે, જેનના ત્રણે ફરકામાં હયાતી ભોગવતાં તમામ સામયિક પત્ર (છાપાંઓ), પાઠશાળાઓ, પુસ્તકશાળાઓ, બોર્ડીંગ હાઉસ, ઑલરશીપ ફંડે, વિવેત્તેજક ફંડ, કન્યાશાળાઓ, શ્રાવિકાશાળાઓ, ધર્મશાળાઓ, મંદીર, કોન્ફરન્સ, સભાઓ અને મંડળીઓ, સાધુ શાળાઓ અને સાધુસમાજે ઈત્યાદિ સર્વ સંસ્થાઓની પાસેથી તે દરેક સંસ્થાને લગતી જાણવાજોગ તમામ હકીકતો મેળવવી અને તે ઉપરથી એક Bird's ૯yeview ‘ઉડતી ધ” તરીકે એક લેખ લખીને જેના વિચારને ખ્યાલ આપવો કે આપણે આજે અમુક સ્થિતિમાં છીએ. કઈ કઈ સંસ્થાઓ નીભાવવા જેવી છે, હેમને કઈ જાતની હાયતાની ખામી છે, કઈ સંસ્થાઓ આજના જમાનામાં (તે પાછળ થતા શક્તિ, સમય
અને દ્રવ્યના વ્યયના પ્રમાણમાં) ઓછી હિતકર હેઈ દુર્લક્ષ આપવા જેવી છે, સઘળી સંસ્થાઓની પ્રગતિને બાધક કયાં સામાન્ય તો શોધી શકાયાં છે. આ બધું એ લેખમાં બતાવવાની અમારી ઇચ્છા હતી. અને એ વિચારથી અમે જે જે સંસ્થાઓનાં નામ જાણતા હતા તે દરેક પાસે અમુક અમુક વિગતો મેળવવા પત્રવ્યવહાર દ્વારા અરજ પણ ગુજારી હતી. પરંતુ અમને જણાવતાં ખેદ થાય છે કે, માત્ર વીશેક સંસ્થાઓ સિવાય કોઈએ કાંઈ હકીક્ત લખી મોકલવાનો શ્રમ સેવ્યો નથી. એકાદ બે પેપરે, એકાદ બે પાઠશાળાઓ, એકાદ પાંજરાપોળ કે બે ત્રણ ફંડોના રિપોર્ટો ઉપરથી જેને પ્રગતિનું માપ કહાડવા હિંમત ધરવી એ જૈન સમાજને અન્યાય આપવા બરાબર જ ગણાય, એમ સમજી અમારે આ વિષય ઉપર કાંઈ લખવાને વિચાર આ વર્ષને માટે તે માંડી વાળે પડે છે. આવતી સાલ એ પ્રયાસ થોડા મહીના અગાઉથી શરૂ કરવાથી કદાચ ઘણી સંસ્થાઓને હેવાલ મળી શકશે અને તે ઉપરથી ઈચ્છીત “ઉડતી નોંધ” લખવાનું શક્ય થશે. આ સ્થળે દરેક જૈન સંસ્થાના ચાલકોને અમે વિનંતિ કરવાની તક લઈશું કે, માગવામાં આવતી હકીકત આ ઑફિસને પુરી પાડવા તેઓએ કૃપાવંત થવું. કેટલાક મહાશયો ૫ છ વર્ષના રિપોર્ટો મોકલી આપે છે, જે માટે હેમનો આભાર માનીશું, પણ દરેક સંસ્થાના ઘણું વરસના રિપોર્ટ વાંચી જવા જેટલા અવકાશની આશા ભાગ્યેજ રાખી શકાય; માટે પૂછવામાં આવતા થોડા સવાલોના ખુલાસા લખી મોકલવા કૃપા કરવી અને વધુ માહિતીની જરૂર હોય તે રિપોર્ટી કામ લાગશે એમ સમજી વધારામાં રિપોર્ટો મોકલવા.