Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૩૪
જેન કૅન્સરન્સ હેરલ્ડ.
બીજા અનુભવી અને વૈધે આમાં રહેતી અપૂર્ણતા અગર વધારવા લાયક ઉપાયો નવસારી દોરડી સ્ટ્રીટ આના કર્તાને જણાવશે તો ઉપકાર થશે. આ સિવાય કર્તા “ઘરગતુ રામબાણ ઈલાજેનો સંગ્રહ’ એ નામનું જુદું પુસ્તક બહાર પાડવાના છે એ જાણી વધુ આનંદ થાય છે. દેશાવરના સાહેબ એક આને પિસ્ટેજને ગોરખા ગ્રંથ પ્રચારક મંડળી મલબાર હીલ મુંબઈ એ સરનામે મોકલી મફત મેળવી શકશે.
શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા–મહેસાણુ-સં. ૧૫-૧૧-૧૭ રિટે. મુખપૃષ્ઠ પર જ કહ્યું છે કે
निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः
तदेव ज्ञानमुत्कृष्टं निबंधो नास्ति भूयसा । નિર્બધ કરી નિર્વાણ પ્રાપ્ત કરાવનાર જ્ઞાન પ્રથમ પાસે છે, અને તેને પ્રચાર કરવા અર્થે સારા શિક્ષકો તૈયાર કરવાના ઉદેશથી આ સંસ્થાનો આવિર્ભાવ છે. આપણામાં આના જેવી બલકે આ કરતાં મોટી સંસ્થા કાશીની શ્રીયશવિજ્ય પાઠશાળા છે, તે ઉપરાંત મુંબઈમાં શ્રી મોહનલાલજી પાઠશાળા અને બીજી પાઠશાળાઓ છે. આ બધી એકત્રિત થઈ કંઈ એક અભ્યાસક્રમ નિણીત કરી કલકત્તા આદિની સંસ્કૃત પરીક્ષાઓમાં આપણા વિદ્યાથીઓ ઉત્તીર્ણ થાય તેવું શિક્ષણ આપવામાં આવે, અને શિક્ષકનું ધર્મકાર્ય બરાબર રીતે શીખવાય તો ઘણું લાભ પ્રાપ્ત થઈ શકે તેમ છે. આમ થવા માટે એકતા, ક્ષમતા એ ગુણોની બહુજ અપેક્ષા રહે છે.
ઉત્તમ શિક્ષક તૈયાર કરવા એ ઓછી જોખમદારીનું કામ નથી. શિક્ષકો ખરી રીતે કેવા હોવા જોઈએ એ પ્રથમ જાણ તે દષ્ટિએ નિર્ધાર કરી કાર્ય લેવાનું છે. તે પ્રથમ આપણે જોઈએ કે શિક્ષકોમાં કયા ગુણો અને કેવું જ્ઞાન હોવું જોઈએ ? –
ધર્મનીતિનું શિક્ષણ આપનાર શિક્ષક ઉત્સાહી અને મનોબળવાળો જોઈએ, તેમજ તેનામાં એ વિષયમાં રસ ને જીજ્ઞાસા ઉત્પન્ન કરવાની શક્તિ જોઈએ. જે શિક્ષક નિઃસવ અને નિર્બળ હોય તે પરિણામ અનિષ્ટ આવે તેમાં નવાઈ નથી.
ધર્મનીતિના ઉપદેશનું સઘળું પરિણામ શિક્ષસ્પર આધાર રાખે છે માટે ધર્મ શિક્ષક માણસ ઘણી જ સંભાળથી પસંદ કરવો. સ્વાર્થત્યાગી સાધુત્તિનો વિદ્વાન મળે તો ઘણું સારું, નહિતો ધાર્મિક અને બહુશ્રુત વિદ્વાનને યોગ્ય દરમાયો આપી રાખવો.”
ઉંચું 'મન રૂડા વિચાર, સર્વાત્મભાવ, નિર્ભય અને વિશાલદષ્ટિ, નીતિમત્તા, તથા નિર્લોભતા એ ગુણો શિક્ષકમાં ખાસ હોવા જોઈએ.'
“ગમે તેવાં સારાં પુસ્તકે રચાયાં હશે તો પણ શિક્ષણપદ્ધતિ જે દેશપાત્ર હશે તો ધારેલું પરિણામ આવશે નહિ. શિક્ષકનામાં ખાસ કરીને ત્રણ ગુણની આવશ્યક્તા છે. (૧) શિખવવા અત્યંત ઉત્સાહ; (૨) છેકરાંઓના મનની સ્થિતિ યથાર્થ સમજવાની શક્તિ; (૩) એ સ્થિતિમાં શું કહેવું યોગ્ય છે, તે કેવી રીતે કહેવું જોઈએ, તેની પાકી સમજણ. આ ત્રણ ગુણ ધરાવતા શિક્ષક તે કામને માટે જવા જોઈએ.”
ધર્મનું શિક્ષણ આપનાર શિક્ષક અમુક ધર્મનાં પુસ્તકો શીખેલો છે, એમ સમજીનેજ તેની લાયકાત જેવાની નથી, પણ તે જેટલું શીખેલો છે તેની છાપ તેના વર્તનમાં કેટલે અંશે ઉતરેલી છે તે જોવું વધારે અગત્યનું છે,'