Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૧૦
જૈન છે. કૅાન્સ રહ્ડ
કિશનગઢમાં ચેામાસાં કર્યા હતાં. ત્યાંના ઉપાશ્રયમાં ભૂતને વાસે। હોવાથી કોઇ સાધુ ઉતરતા ન હતા. આ પ્રતાપી મુનિ શ્રાવકોએ ના પાડવા છતાં ત્યાં ઉતર્યા, અને રાત્રે તે ઉપદ્રવ શમાગ્યેા. જાતે ગોચરી જતા, અને તે પણ દિવસમાં એકજ વખત. તેમને પાર્શ્વયક્ષ પ્રત્યક્ષ હતા. આમના વખતમાં વિકાનેરના રાજા રત્નસિંહ હતા, અને તેના દેશપુર નજીક રહેતા રાટ લેાક બહુ ધાડ પાડતા હતા. રાજાએ આ મુનિશ્રીને વિન ંતિ કરતાં નવપદની આરાધનાથી તે દૂર થાય તેમ જણાવ્યું. પછી હ્રીંકારનુ ત્રિરેખાવાળું મંડળ કરાવી તેને પૂજવાની વિધિ જે કહી તે રાજાએ કરતાં રાટ લાકાથી શાંતિ થઇ. તે રાજાએ મુનિબાધથી દશરાને દિવસે પાડાના વધતા રિવાજ ખધ કર્યો અને શાંતિસ્નાત્ર ભણ્યું, અને તેમાં રાજાએ પેાતે અભિષેક કર્યો. પોતે વિકાનેરના સ્મશાનમાં રહેતા હતા. પાર્શ્વચંદ્ર ગચ્છનાં તે વખતના સૂરિ કે જે જગત શેડ [કે જેને ઈતિહાસ
આ પત્રના જાન્યુઆરીના અંકથી આવે છે તે ] ના ગુરૂ થતા હતા તે એક વખતે વિકાનેરમાં આવ્યા. તેની પાસે લીલા પાનાનેા બાજ છે એમ કોઇએ રાજાને કહ્યું, તેથી ગુરૂને ખેાલાવી રાજાએ તેની માંગણી કરી. તે સૂરિએ પાતાની પાસે તેવેલ ખાજ' નથી એમ જણાવતાં રાજાએ તેમને કેદ કર્યા. બીજા યતિએ અને શ્રાવકોએ રાજાને ધણું વિનવ્યું, છતાં તેણે માન્યું નહિ. પછી સ્મશાનમાં જ્ઞાનસારજી હતા તેને ખબર આપતાં તે રાજા પાસે ગયા. રાજાપર તેમને ઉપકાર હતા તેથી સામે આવી તેમને પગે પડયા અને આવાગમનનું કારણ પૂછતાં જ્ઞાનસારજી એકલા · અમ કાઢ્યા આકાશ, કહો કારી કિવિધ લગે; પ્રગટ ભિક્ષારિ પાસ, નરપતિ નીચે નારણાં ' રાજા શરમાઇ ગયા, અને પાર્શ્વચંદ્ર ગચ્છના સૂરિને છેાડી મૂકયા અને ક્ષમા માગી. આ મહાત્માતે આ સિવાય ઘણા ઘણા રાજાએ માન આપતા હતા. જ્ઞાનસારજીનાં પ્રકટ પુસ્તકો સિવાય તેમણેઆનંદઘનજીની ખહેાતેરીનાં ચાલીશ પદેાપર ટો-બાલાવબેાધ લખ્યા છે અને તેની પ્રત મેટી મારવાડમાં જયતારણ ગામમાં છે એમ મુનિશ્રી કૃપાચંદનુ કહેવુ છે.
:
">
આના લખનાર મુનિમહારાજશ્રી બુદ્ધિસાગરજી છે કે જે ઇતિહાસના સારા શાખ ધરાવે છે એ જાણી આનંદ થાય છે. તે આવી નોંધ હકીકત લખતાં પ્રમાણ—કયાંથી અમુક વાત મેળવી શકયા છે એ—જણાવવાનું લક્ષમાં રાખે તેા વિશેષ અજવાળું નાંખી શકે તેમ છે, તેા તેમ કરવા અમારી વિનંતિ છે.—તંત્રી.
પૂજ્યપાદ પન્યાસ શ્રી ગંભીરવિજયનુ' આંતિરક જીવન---(૧) નાની ઉમરે પતિપણું સ્વીકાર્યા પછી તે ઉપાધિમય લાગતાં પારખંદરમાં સ્વતઃ મુનિપણું સ્વીકાર્યું. ( સ્વયંબુદ્ધ. આ પરથી આવ્યંતર વૈરાગ્ય સુસ્પષ્ટ છે, કારણ કે તે વખતે યતિપણાનું માન સન્માન, ગુરૂભાવે માનવું વગેરે બધું હતું. ) 5. શાસ્ત્રાનુસાર ગુરૂસ્વીકાર અને છેદેપસ્થાપનીય ચારિત્ર ગ્રહણ આવશ્યક લાગતાં અમદાવાદ યાગહન કરી શ્રીમાન્ વૃદ્ધિચંદ્રજીના શિષ્ય થયા. આપરથી તેમની લઘુતા જણાય છે; કારણ કે મેટી ઉમર, ગીતાતા, અને ઘણા વખત સુધી યતિપણું પાળ્યા છતાં શિષ્ય બન્યા. ૩. કચ્છમાં પછી એકલવિહારી તરીકે વિચર્યા. તે વખતે મુખે મુહપત્તિ બાંધી વ્યાખ્યાન કરવામાં તેમની શ્રદ્ધા હતી કારણ કે તે સશાસ્ત્ર છે એમ તેઓ માનતા. પછી વિશેષ સમજાતાં તેમ કરતાં અટક્યા હતા. ૪ પછી કેટલાક શિષ્યા કર્યા, તેમાંના એક બે પાછા ગૃહવાસી થતાં શિષ્યા વિડંબનારૂપ લાગી