Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૦૮
ચર્ચાપત્ર તથા માસિક દિગદર્શન.
चर्चापत्र.
श्री तारंगाजी तीर्थ.
જ્યજીનેંદ્ર સાથે લખવાનું કે શ્રી તારંગા તીર્થના સંબંધમાં નીચેની હકીકતની જરૂર છે.
૧ શ્રી તારંગા તીર્થની ઉપરના શિલાલેખોના સંબંધમાં આપ કંઈ જાણતા હે અથવા આપના કોઈ મિત્રવર્ગને તે સંબંધીની માહિતી હોય તે લખી મેકલાવશો; કારકે તે બાબતની હાલમાં અત્યંત આવશ્યક્તા છે. - ૨ સદરહુ શિલાલેખોનું ગુજરાતી અગર ઈગ્રેજી ભાષામાં ભાષાંતર થયેલ હોય તો તે ભાષાંતર કયા ક્યા પુસ્તકમાં છે તેના નામ લખી જણાવશે અથવા આપની પાસે તેવા ભાષાંતર હોય તે તે કૃપા કરી તુરત મોકલી આપશો.
૩ શ્રી તારંગા તીર્થ સંબંધી વર્ણન અગર પુરાણી ઈતિહાસિક હકીકત જે જે અંગ્રેજી તેમજ ગુજરાતી ગ્રંથમાં હોવાનું આપના જાણવામાં હોય તે ગ્રંથનાં નામ લખી જણાવશે.
૪ બજેસ-ક્રિટ-ટૌડ વિગેરે એન્ટીકવેરીયન-રીસાઝનાં બનાવેલાં કઈ પુસ્તકમાં તારેગા સંબંધી હકીક્ત હોવાનું આપના જાણવામાં હોય તે તે લખી જણાવશો. - ૫ આ ઉપરાંત જે કંઇ વિશેષ સૂચનાઓ-સદરહુ તીર્થની ઐતિહાસિક ઉપયોગિતા ' દર્શાવનારી કરવાની હોય તે આપને ગ્ય જણાય તે પણ લખી જણાવશો
ઝવેરી મોહનલાલ મગનલાલ
અમદાવાદ–રતનપોળ
માસિક દિગ્દર્શન.
શ્રીમદ્દ જ્ઞાનસારજી–અમે ગત પર્યુષણ અંકના પૃ. ૩૪૩માં આ મહાત્મા સંબંધી ઓળખ આપી હતી. આ ઉપરાંત વિશેષ હકીકત બુદ્ધિપ્રભા” માસિક જાન્યુ. ફેબુ. ૧૨ ના અંકમાં નીચે મુજબ જણાવે છે કે “તેઓ આત્મપ્રબોધન કર્તા ખરતર જિનલાભસૂરિ કે જેની પાસે જયપુરના રાજાના પ્રધાનના પુત્ર નારણચંદ્રજીએ દીક્ષા લીધી હતી તેના શિષ્ય હતા. જન્મ સં. ૧૮૦૧ માં અને સ્વર્ગવાસ સં. ૧૮૮૮ માં થયેલ છે. મૂળ વૈષ્ણવ હતા, તેમાંથી વૈષ્ણવ સંન્યાસી બન્યા, પછી ઉક્તસૂરિના ઉપદેશથી તેમના શિષ્ય થયા.
ક આવી રીતે દરેક તીર્થના સંબંધમાં અજવાળું પાડનાર બાબતે સવિગત જણવવામાં આવશે તે તેને અગ્રસ્થાન આપવામાં આવશે, એટલું જ નહિ પરન્તુ દરેક મહાન તીર્થની યાત્રાએ જતાં ઉપયોગી હકીકતે તુરત વર્ણન સાથે મોકલવામાં આવશે તે પણ અમે સુખેથી પ્રકટ કરીશું–તી,