Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧ટે.
જન . કૅન્ફરન્સ હૈ.
ઉભી કરવા પહેલાં ઉપર કહ્યા મુજબની તેયારીઓ મક્કમપણે કાં ન થવી જોઈએ?
મંચરની પ્રાંતિક સભાએ સુકૃત ભંડારની યોજનાને ટેકો આપ્યો છે એ ખુશી થવા જેવું છે. એ કંડ કોઈને બોજા રૂપ ન થાય એવું, કેળવણીને પ્રચાર કરવા માંટે ઉત્તમોત્તમ સાધન રૂપ અને કોન્ફરન્સને નીભાવનારા રક્ષક તુલ્ય હોવા છતાં એની સ્થિતિ છેક જ દુર્બળ -કહે કે ખેદજનક છે. આ સંબંધમાં અમે આ અંકમાં જ અન્ય સ્થળે બોલવાના છીએ, એટલે અત્રે વિશેષ ન કહેતાં માત્ર એટલુંજ પ્રાથશું કે દક્ષિણની પ્રાંતિક સભામાં હાજર થઈને સુક્ત ભંડાર સંબંધી ઠરાવ કરવામાં સામેલગીરી આપનાર તમામ ગામો અને શહેરના પ્રતિનિધિઓ પિતપોતાના ગામમાંથી માણસ દીઠ ચાર આના ઉઘરાવી મુંબઈ મોકલી આ પવા કૃપાવાન થશે અને કૅન્સરન્સના ઉપદેશકોને તથા પ્રાતિક સેક્રેટરીઓને તે કંડ વસુલ કરવાના કામમાં કઈ મદદ જોઈએ તે તે ખુશીથી આપશે.
દક્ષિણ પ્રાંતિક સભાની બીજી બેઠક આવતી સાલ આથીએ વધારે વિયવતી થાઓ એમ અમે ઇચ્છીએ છીએ અને દક્ષિણને પ્રગતિના વિચારો પ્રેરનારા તમામ મહાશને અમે ધન્યવાદ આપીએ છીએ.
श्री सुकृत भंडार फंडनी खेदजनक हालत.
जैन वर्गने वधारे विचारशील, वधारे आगळ वधतो अने
वधारे आवाद करवाना व्यवहारु मार्ग.
-
पूज्य मुनिवरो अने आगेवान श्रावकोने अपील.
દરેક ધર્મ અને દરેક જ્ઞાતિના અનુયાયીઓનું લક્ષ આજકાલ જમાનાને બરની કેળવણી તરફ ખેંચાવા લાગ્યું છે. જમાનાને બરની કેળવણી તરફ સર્વ કેઈની વૃત્તિ જવાનું કારણ એ નથી કે એ સર્વોત્તમ માર્ગ કે મોક્ષને રસ્તે છે; ના, એવું કોઈ નથી, પણ આજના દેશ-કાલમાં–આજની સ્પર્ધામાં પ્રવૃત્તિ વચ્ચે—જે કોઈ જીવતા રહેવા અને સુખી થવા ઈચ્છતું હોય તે દેશ-કાલને અનુસરતી કેળવણી લીધા સિવાય ચાલે તેમ નથી એટલા ખાતરજ દરેક ધર્મ અને દરેક જ્ઞાતિના સુજ્ઞોનું લક્ષ તે તરફ ખેંચાવા લાગ્યું છે. બીજા હાથ ઉપર યુરોપ-અમેરીકાના કેળવાયેલા લોકો જેમ જેમ વધારે કેળવણી પામતા જાય છે, જેમ જેમ સાયન્સ અને તત્વજ્ઞાનને અભ્યાસ વધારતા જાય છે તેમ તેમ તેઓ આત્મવિધાના જ્ઞાન તરફ વધુ ને વધુ આકર્ષાતા જાય છે. એ જોતાં આપણને એક એવા સિદ્ધાંત ઉપર આવવાનું વળણ થાય છે કે, જેમ જેમ આપણે જમાનાને બરનું જ્ઞાન વધુ ને વધુ પ્રમાણમાં લેતા જઈશું તેમ તેમ આત્મજ્ઞાન તરફ વધારે ને વધારે આકર્ષાતા જઈશું.