Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જૈનસાહિત્ય-શ્રીપાળને રાસ
૧૪૭ તે આત્મા; આત્મા તે આત્મા. આમ સૂત્રમાં આત્માને ઉપગ છે, ઉપરપ્રમાણે ખુલાસો છે. આ ખુલાસા ઘણં ત્વરાથી લખાએલ હાઈ આમાં વિચારશ્રેણી શબ્દણ અને વાક્યશ્રેણી કદા અસંબંધ જણાય તે સૂક્ષ્મ વિચાર કર્યાથી ભાવાર્થમાં તેવું પ્રતીત થશે નહિ. વિશેષ ખુલાસા ગીતાર્થ-આત્માર્ય-ગુરૂથી જાણવા. શ્રી શાસ્ત્રકારે ફરમાવે છે કે. વિત્યસ વથળેળે દાઢ ાિ : ગજરાક્ષ વગેvi ગમ ન કv I
. . | ગીતાથ-આત્માર્થના વચનપર શ્રદ્ધા રાખીને હલાહલ ઝેર પી જવું, પણ અંગીતાર્થ આત્મવિમુખ–ના વચનપર અમૃત પણ નહિ પીવું જોઈએ.
: - ગેકુલદાસ નાનજીભાઈ ગાંધી.
જૈન સાહિત્ય-શ્રીપાળનો રાસં. (વડોદરાની એથી સાહિત્ય પરિષમાં વંચાયેલે લેખ)
લેખકઃ–રો. રા. પિપટલાલ કેવળચંદ શાહ, રાજકોટ.
(ગત પૃ. ૩૭થી ચાલુ) પ્રેમાનંદાદિ અન્ય કવિઓએ જેવાં કથા વર્ણને લખ્યાં છે, તેવાં વર્ણથી ભરપૂર જેન રાસાઓ પણ છે. મૂળ એક વાતને લઈ અનેક ભવ્ય તથા ચમત્કારિક પ્રસંગોનાં વર્ણન આપી નીતિધર્મને વિજ્ય સ્થાપી પાત્રોનાં પરમ મંગળ સહિત રાસ પૂરા કરવામાં આવે છે.
અગાઉ જણાવ્યા મુજબ મૂર્તિપૂજક વેતાંબર જૈને માં ચાલતી સિદ્ધચક્ર નવ પદ પૂજાના મહામ્યને પ્રકાશિત કરવા આ શ્રીપાળનો રાસ લખવામાં આવ્યો છે. પરંતુ તે સાથે જૈન સિદ્ધાંતમાં મુખ્યપણે મનાતા કમને ચમત્કાર પણ તેમાં દર્શાવવામાં આવ્યો છે. આચારૂ (આયંબિલ) તપની ઉત્કૃષ્ટતા પણ તેમાં જણાવી છે.
___विश्वाश्चर्य कीर्ति कीर्ति विजयश्री वाचकेंद्रान्त सद
राजश्री तनयोऽतनिष्ठविनयः श्री तेजपालात्मजः* છેઆમાં પિતાનું નામ વિનયવિજય, ગુરૂનું નામ કીર્તિવિજય, માનું નામ રાજશ્રી અને પિતાનું નામ તેજપાળ એટલું દર્શાવી દીધું છે. - શ્રીપાળના રાસનું અધુરૂં રહેલું કાર્ય યશોવિજયજીએ પૂર્ણ કર્યું. એ યશોવિજયજી અને વિત્યવિજયજી બંને જલાલ ને વિનલાલ નામ ધારણ કરી કાશીમાં ભણવા ગયા હતા. એક બ્રાહ્મણ પંડિતને ત્યાં સાથે રહી ભણ્યા તેથી બંને વચ્ચે ઘણી સારી પ્રીતિ થઈ હતી. કહે છે કે ત્યાં ૧૨૦૦ ગાથાને એક ગ્રંથ ગુરૂએ તેમને ફક્ત જેવા આપેલ તેની ૭૦૦ ગાથા જલાલે ને પ૦૦ ગાથા વિનયલાલે એક દિવસમાં મુખ પાઠે કરી લીધી. કહે છે કે વિનયવિજયજી એ યશોવિજયજીના કાકાગુરૂ હતા. . * * આ હકીકત નયકર્ણિકામાં આવેલ શ્રી વિનયવિજ્યજીના ચરિત્ર ઉપરથી લીધી છે.