Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
33 ‘ફાં વ્રેયાળાં નયે શૂરઃ ।'
શ્રી જૈનશાસન (અઠવાડીક)
‘ન્દ્રિયાનાં નયે શૂરઃ ।'
- પૂ. મુ. શ્રી પ્રશાન્ત દર્શન વિજયજી મ.
ભાગ ૩જો
માટે જ આલબેલ પોકારી - પોકારીને આમ પુરૂષો વારંવાર સાવધાનીના સૂર છોડે છે કે
मत्तेभकुम्भदलने भुवि सन्ति शूराः, केचित्प्रचण्ड मृगराजवधेऽपि दक्षाः । किन्तु ब्रवीमि बलिनां पुरतः प्रसद्य, कन्दर्पदर्पदलने विरला मनुष्याः ॥
મદોન્મત્ત હાથીઓના કુંભસ્થલને ભેદી નાખનારા શૂરવીરો પૃથ્વી ઉપર છે, પ્રચંડ એવા સિંહોનો વધ કરવામાં દર એવા પુરૂષો પણ વિદ્યમાન છે. છતાં પણ જગતના જાહેર ચોગાનમાં, બળવાનમાં બળવાન શૂરવીરોની આગળ હિંમતપૂર્વક કહું છું કે- કંદર્પમાન કામદેવનો દર્પ દળનારાચૂરનારા મનુષ્યો વિરલ જ છે.
* વર્ષ: ૧૫* અંક ઃ ૨૭ ૨ તા. ૦૬- ૨-૨૦૦૩
આપી દે છે.
શ્રી સંત કબીરે પણ કહ્યું છે કે,
‘“નારી નસાવે તીન સુખ, જેહિ નર પારો હોય; ભકિત મુક્તિ અર્ જ્ઞાનમે, પૈઠિ શકે નહિ કોય એક કનક અરૂ કામિની, દોહ અગ્નિ કી ઝાલ; દેખેહી તે પરલે, પરિસ કરે તૈમાલ. અહો કામ તહો રામ નહિ, રામ તો નહિ કામ; દોઉ કબહૂં ના રહે, કામ રામ એક ઠામ. ૩’ અર્થાત; જે નરના ચિત્તમાં નારીનો પ્રવેશ થાય છે તેના , ભકિત અને મુક્તિ એ ત્રણે સુખોનો નાશ થાય છે. કનક અને કામિની એ બે એવી અગ્નિની જવાલાઓ છે કે જે દેખતાં આત્માને બાળે અને અને સ્પર્શ કરતાં આત્માને પાયમાલ કરે છે.
શાન,
આજે ખૂબીની વાત એવી છે કે વિષયોને વિરસ અને ખરાબ ચીતરનારાઓના હૈયામાં પણ વિષયોનો રસ એવો ભર્યો પડયો દેખાય છે કે, તે પ્રત્યેની તેમની ધૃણા - જાગુપ્સા કમાં ગાયબ થઇ જાય છે તે જ ખબર પડતી નથી! વિષયની અનુકુળ સામગ્રી મળી નથી અને પાગલ થયા નથી! મહાભારતમાં પણ શ્રી કૃષ્ણજીએ નારદની આગળ કહ્યું કેમાનવ ત્યાં સુધી જ સન્માર્ગમાં સ્થિર રહે છે, ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે, લજ્જાદિને ધારણ કરે છે, કે જયાં સુધી વનરસથી છલકાતી- મદોન્મત્ત બનેલી માનીની ચારૂલોચનીની ભ્રૂકુટીરૂપી ધનુષ્યમાંથી કાન સુધી ખેંચાયેલા દ્રષ્ટિરૂપી બાણોની વર્ષા થઇ નથી. અર્થાત્ સ્ત્રીના મનોહર વિકારજનક દ્રષ્ટિબાણોથી વીંધાયેલો માણસ ક્ષણવારમાં હા-પ્રહત થઇ જાય છે, ઇન્દ્રિયોનો ગુલામ બની જાય છે અને લજ્જા- વિનય - વિવેક આદિ સદ્દગુણોને દેશવટો લાડવા ૧૨૫૪
૧
મહાકવિ કાલીદાસ જેવાને પણ કહેવું પડયું કે“યં વ્યાપાયે નાના, મૂરખ્યાઃ હાÉળાયતે।
ર
ભગવાનની ભકિત અને સ્રીની પ્રીતિ એ બે એક જગ્યાએ કદી પણ વાસ કરી શકતી નથી. કેમકે જ્યાં કામ છે ત્યાં રામ હોતા નથી. અને જયાં રામ છે ત્યાં કામ હોતો નથી. કામ અને રામ એ બે એક સ્થાને કદી પણ રહી શકતાં નથી.
મોહ અને વિકારજનકની મુખ્યતાથી સ્ત્રીના વાસ્તવિક સ્વરૂપને જણાવતાં તત્વવેદીઓ કહે છે કે,
“મૃતા ભવતિ તાપાય, ઘટા જોન્માવવર્ધિની स्पृष्टा । ભવતિ મોહાય, સા નામ યિતા થમ્ II’ જે સ્મરણ કરતાં જ તાપને આપનારી બને છે, દેખતાં જ ઉન્માદને વધારનારી થાય છે અને સ્પર્શ કરતાં મોહાંધ બનાવનારી બને છે તેને ‘દિયતા’ નામ ‘સુખ આપનારી’ કઇ રીતના કહેવાય?