Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
DOP:0૦-૦-૦-૦-૦-૦-૦-૦-૦ૢ૦૦૦૦૦૦૦૦૦
................
શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૫ * અંકઃ ૪૩ * તા. ૯-૯-૨૦૦૩
ભણ્યા પણ ગરા નહિ
કે દાન કરે તો ધન ભંડ લાગે છે ને? શીલ પાળે તો ભોગ ખરાબ લાગે છે ને? તપ કરે તો ખાવા-પીવાદિની મોજમજા ભૂંડી લાગે છે ન? તેના પ્રત્યે અરૂચિભાવ જન્મ્યો છે ને? આપણે બુદ્ધિબોધમાંથી નીકળી જ્ઞાનબોધને પામી અસંમોહબોધ પામવો છે માટે આ બધી વિચારણા સમજાવું છું.
ધર્મ એટ ના માટે કરૂં છું કે સંસારનો મારો રાગ ઘટે. આટલો ધર્મ ક, દાન દઉં તો ય લક્ષ્મી મને વહાલી લાગે છે, શીલ પાચ્છુ તોય ભોગ મને મીઠાં લાગે છે, ભોગને ફણીધરની ફ । જેવા કહ્યા છે. ફણિધર ફણા કરી ઉભો હોય તો કોણ ાસે જાય? કેટલા આઘા ઉભા રહે? મોઢેથી બોલીએ કે વિ યો વિષ જેવા છે. વિષયની પ્રાપ્તિ થઇ જાય તો ઘોળી ઘોળી પીવે તે બુદ્ધિ બોધ છે. વિષય સેવતાં લાગે કે, હું ફણિધર માથે રમત રહી રહ્યો છું. ઝેર પી રહ્યો છું તો તે આગમ-જ્ઞાન બોધ થાય. મિથ્યાત્વથી યુકત નવપૂર્વીને પણ બુદ્ધિ બોધવાળા કહ્યા છે.
જ્ઞાનીઓ એ શ્રી જિનમંદિરાદિ ધર્મસ્થાનોનું નિર્માણ કે શ્રીજિનપૂ^ તે સ્વદ્રવ્ય કે સાધારણ દ્રવ્યથી કરવા ભારપૂર્વક જણાવ્યું છે. પણ વર્તમાનમાં જે રીતની પ્રવૃત્તિ ચાલી પડી છે તે માર્ગમૂલક છે ખરી? જેમ કે, શ્રી જિન મંદિરનું નિર્માણ દેવદ્રવ્યમાંથી મોટેભાગે થઇ રહ્યું છે તો વિધાન શું કરવાનું? ડોળીનો બિનજરૂરી છૂટથી ઉપયોગ થઇ રહ્યો છે ત. ડોળીનો વિહાર તે માર્ગ કહેવાય?
તીર્થંકર સમ ભાખ્યા છે' શ્રી સીમંધર સ્વામિ ભગવાનને પણ શ્રી ઇન્દ્ર મહારાજાએ નિગોદ સ્વરૂપના વર્ણનમાં આપના જેવું જ્ઞાન કે ચારિત્ર કોનું તેમ પૂછેલું કે આપના જેવી પ્રરૂપણા કરનાર કોણ છે તેમ પૂછેલું? ગીતાર્થ મુનિથી માંડી મુનિપતિ સુધીની પ્રરૂપણામાં ભેદ હોય ખરો? પણ જેમણે માર્ગનું જ્ઞાન ન હોય તે બીજાને માર્ગનું જ્ઞાન કરાવવા નીકળે તે આ કલિકાલનો પ્રભાવ માનવો પડે. આ લખનારે પોતાની જાતને પૂછવું કે પરિવ્રાજક પણાનો સ્વીકાર કર્યા પછી મરીચિ પોતાની લઘુતા બતાવવા શું કહેતા? કે
‘મારી બુદ્ધિ સંસારને વશ છે. મોહરૂપ મહામલે મને જીતી લીધો છે. ઉચ્છંખલ કષાયોરૂપી દુર્જનોથી હું સ્ખલિત થયો છું. દુર્કાન્ત ઇન્દ્રિયોરૂપ ચોરોએ મારૂં પ્રશમધન લૂંટી લીધું છે. દુર્ગતિરૂપ રાક્ષસી મને સાદર જોઇ રહી છે, આથી તમે મારા ગુણ- દોષનું અવલોકન કરવાનું રહેવા દ્યો અને નીચ માણસે લાવેલા મહામણિની જેમ, જંગલમાં ભૂલા પડેલાને ભીલે બતાવેલા માર્ગની જેમ, રોગી એવા પણ વૈદ્યે આપેલા ઔષધની જેમ મારાથી કહેવાયેલા મુનિધર્મને સ્વીકાર કરી કૃતાર્થ થાઓ!’ (શ્રી ‘મહાવીર ચરિયં’માંથી)
આ ભરતક્ષેત્રના અંતિમ કેવલી શ્રી જંબુસ્વામી મહારાજા વૈરાગ્ય પામ્યા અને માતાની પાસે સંયમની અનુજ્ઞા માંગતા માતાએ જે જે સંયમથી પડયા તેના દૃષ્ટાન્ત બતાવ્યા ત્યારે શ્રી જંબુ સ્વામીએ કહ્યું કે ‘માતા, આટલા ચઢયા તે તારી નજરે ન આવ્યા પણ આ પડયા તે તારી નજરે આવ્યા’ તેમ આ લેખકની મનોદશા કઇ છે તે સમજાય છે. કલિકાલ સર્વજ્ઞ જેવા સર્વતોમુખી પ્રતિભાના સ્વામીનું ગુરુમંદિર તે કઇ ઉપજમાંથી બન્યું તેમ ભાવિ પેઢી વાંચશે તો તેમને શું થશે? આટલા શ્રદ્ધાળુ, માર્ગસ્થ શ્રીમંત જૈન શ્રેષ્ઠિઓ શું દરિદ્રી હતા? મહાપુરૂષોએ સ્વદ્રવ્યથી શ્રી જિનમંદિરાદિના નિર્માણની વાતો કરી તે મને લાગે છે કે હવે ભૂંસી નાંખવી પડશે. તે બધી ચોથા આરાની વાત આ કાળમાં તો તે વાંચવાની, પણ માનવાની કે અમલમાં મૂકવાની નહિં. તેમ કરવું યોગ્ય ગણાય?
સ્વ. પરઞતારક ગુરુદેવેશશ્રીજીની પ્રતિકૃતિને ડોળીમાં મૂકી નાના બ ળકો માટે સામૈયાદિમાં ડોળી ઉપડાવતા તે પ્રવૃત્તિ બંધ કવી પડી. કારણ તેનાથી ડોળી એ ઉપાદેય અને રાજમ ર્ગ થઇ જતી. કારણવશાત ન છૂટકે અનિવાર્યપણે ડોળીનો ઉપયોગ કરવો પડે તે વાત જુદી છે અને માર્ગનું પ્રતિપાદન કરવું તે વાત જુદી છે. પોતાની પામરતા કમન બીબીના કારણે કોઇવાર માર્ગનું પૂરેપૂરું પાલન ન થાય પણ મ ર્ગની પ્રરૂપણા શી કરે? પૂ. શ્રી પદ્યવિજયજી મહારાજે પણ પૂજામાં ગાયું કે ‘શુદ્ધપ્રરૂપક ગુણ થકી શ્રી
XXXXXXXX
૧૪૪૫
OCT