Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
आज्ञाराद्वा च. शिवाय च भवाय च
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
જૈન શાસન
(અઠવાડીક)
વર્ષ: ૧૫) * સંવત ૨૦૫૯ આસો વદ - ૧૦ * મંગળવાર, તા. ૨૧-૧૦-૨૦૦૩
પ્રવચન
પાંસઠમું
પ્રકીર્ણક ધર્મોપદેશ
ગતાંકથી ચાલુ... (શ્રી જિના જ્ઞા કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ કાંઇપણ લ ખાયું હોય તો ત્રિવિધ ક્ષમાપના -અવ.) पियमायऽवच्चभज्जा सयणधणा सबलतित्थिमंतिनिवा । नायर अहमपमाया परमत्थभयाणि जीवाणं ॥
અ ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા સહસાવધાની શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્ર મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજા, આ ‘પ્રકીર્ણક ધર્મોપદેશ' નામના ગ્રંથોમાં જે જે વાતો ફરમાવી ગયા છે તેના ઉપર આપણે વિચાર કરી રહ્યા છીએ કે, ભગવાનનો ધર્મ શું છે, તે ધર્મ કોણ કરી શકે, તે ધર્મ શા માટે કરવાનો છે અને કયો ધર્મ મોક્ષને આપી શકે, ધર્મ એક એવી ચીજ છે કે, જે આ મામાં સાચી યોગ્યતા પેદા થાય તેને જ તે ધર્મ ગમે. દુર્ગતિમાં પડતાં બચાવે અને સદ્ગતિમાં આત્માને સ્થાપન કરે તેનું નામ ધર્મ કહ્યો છે. તે માટે ધર્મ કરે તેવા જ આત્માને ધર્મ પરિણામ પામે. ધર્મ પરિણામ પામવા માટે યોગ્યતા પેદા થવી જોઇએ. તે યોગ્યતા કઇ? સંસારની અસારતાનું સાચું ભાન થાય અને મુક્તિના સ્વરૂપનો સાચો
તંત્રીઓઃ
પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) ભરત સુદર્શનભાઇ મહેતા (રાજસેટ) હેમકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગ )
(અંક ૪૭
સં૨૦૪૩,આસોવદિ-દ્વિ.-૫, સોમવાર, તા. ૧૨-૧૦-૧૯૮૦ શ્રી ચંદનબાલા જૈન ઉપાશ્રય, મુંબઇ - ૪૦૦ ૦૦૩.
પૂ.આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
ખ્યાલ આવે અને તેને પામવા માટે જ મહેનત કરે.
સંસારને છોડવાનું અને જલ્દીમાં જલ્દી મોક્ષને મેળવવાનું આપણને મન થાય છે ખરું? આવું મન જેને થાય તે આત્મામાં જ ધર્મ પરિણામ પામે, બીજામાં નહિ. બાકી અભવ્યો દુર્વ્યવ્યો અને ભારકર્મી ભવ્ય જીવો ઘણો ઘણો ધર્મ કરે છે પણ શા માટે? સુખમેળવવા માટેઅનેદુઃખથી બચવા માટે પણ ઝટ આ સંસારથી છુટું અને મોક્ષે પહોંચું તે માટે ધર્મ કરવાનો ભાવ પેદા થાય છે ખરો? આવો ભાવ પેદાન થાય તો આપણો નંબર પણ શેમાં આવે?
ઝટ સંસારથી છુટી, મોક્ષે પહોંચવા માટે ધર્મ કરવાનું મન થાય તેવા આત્માને આખો સંસાર વિરોધી છે. ધર્મ કરવામાં અંતરાય કરનારા જીવોની વાત ચાલી રહી છે. ધર્મ નહિ સમજેલા માતા-પિતા, સ્નેહી-સંબંધી, ધર્મ કરવમાં અંતરાય કરે તે બને. પણ આ સંસારનો સ્વભાવ એવો છે કે જે માતા-પિતા, સ્નેહી સંબંધી આદિ ન હોય તેવા જીવોને પણ કોઇ આત્મા ધર્મ કરે તે ય ગમે નહિ, તેને પાડવાની જ મહેનત કરે.
સંસારની અસારતાનું અને મોક્ષની સુંદરતાનું ભાન
૧૪૮૫