Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
3
327132113270327132713271321032713274132703271321113274387413271132701327123271232712322103271232712327123213
રાજાનિ રાત્રિ ચય
શ્રી જેનશાસન (અઠવાડીક) ક વર્ષ: ૧૫
અંક: ૪૫
તા. ૬-૯-૨૦૦૩
કુવલયમાળા માંથી
-
KELY3E3%3E%3E2.3LS LS LS3L3EYESEjL3E333333333333333333333333333333333 . . .
ક્રોધજય
જો કોઈ અજ્ઞાની આત્મા આક્રોશ કરે તો તેમાં લાભ છે એમ માનવું, કારણ કે મહામોહથી મૂઢ મનવાળો તે મને મારતો નથી એટલોતે ભલો છે. કદાચ મારે તો પણ મુનિએ તને લાભ જ માનવો, કારણ કે એ દયા વગરનો મને કશાથી પ્રહાર તો નથી કરતો. કદાચતે અજ્ઞાની બાળક જેવો કશાથી પ્રહાર કરે તો પણ લાભ જ માનવો, કારણ કે એ અવિવેકી મારો પ્રાણવિયોગ તો નથી કરતો. કદાચ પ્રાણવિયોગ કરે તો પણ લાભ જ માનવો, કારણ કે તે ભલે મારા
વ્યપ્રાણનો વિયોગ કરે, પણ ભાવપ્રાણ રૂપી મહાવ્રતોનો નો નાશ કરતો નથી ને? આમ ડાહ્યા પુરુષે પૂર્વાપર લાભ ચિંતાવવા અને પ્રભુઆજ્ઞાથી ક્રોધ એ ભયંકર ફળ આપનાર છે એમ વિચારવું. માનજય
આવી રીતે માન પણ ન કરવું અને સંસારમાં એવી માવના ભાવવી કે પહેલાં આ રિદ્ધિવાળો હતો ત્યારે હું (ાંબા કાળ સુધી દુઃખી અને દરિદ્ર હતો. આ ચતુર હતો મારે હું લોકમાં અજ્ઞાની હતો. આ જયારે સ્વરૂપવાન હતો મારે હું દેખાવ વગરનો હતો. આ જ્યારે ઉત્તમ કુળમાં હતો તમારે હું ચંડાળકુળમાં હતો. આ જ્યારે બળવાન હતો ત્યારે હનિર્બળ હતો. આ જ્યારે તપસ્વી હતો ત્યારે હું દીધ પસારમાં કયાંક હોઇશ. આ ઘણું મેળવતો હતો ત્યારે હું બીજાથી ઠગાતો હતો.
સંસારમાં મનોહર કુંડળ, પુષ્પની માળા અને રત્નથી શોભાયમાન દેવ થયા પછી તે જ દેવ વળી અશુચિમાં કીડા રમે ઉત્પન્ન થાય છે. ભવ પરંપરામાં કર્મયોગે લાંબો કાળ છેડો થઈને તે જ વળી સ્વર્ગમાં વજ ધારણ કરનાર ઇન્દ્ર
બને છે. સંસારમાં એવો કોઇ જીવ નથી કે જે દુઃખ શ્રી પામ્યો. પોતે કરેલા કને યોગે દુઃખ ન પામ્યો હોય
તેવો કોઈ નથી. આ પ્રકારના અસાર, અસ્થિર ગુણસંયોગ જાણીને તારામાં તે એવા કયા વધારે ચડિયાતા ગુણો છે કે જેથી તું અભિમાન ધારણ કરે છે? માયાજય - પંડિત પુરુષોએ નિંદેલી એવી માયા કોને પોતાના જેવા બીજા આત્માને શા માટે પાપમાં મૂઢ બની ઠગવો જોઈએ? જેમ પોતાને કોઇ ઠગે તો ભયંકર દુ ખ થાય તેમ બીજા માટે પણ તારે વિચારવું જોઈએ અને ઠગવું તે પાપ છે એમ સમજવું જોઈએ. કદાચ તું ન ઠગે, પણ કપટ કરવાના સ્વભાવવાળો હોય તો પણ સર્પથી જેમ દરેકને બીક લાગે તેમ તારાથી પણ લોકો ભય પામે. માટે સર્વને દુઃખ કરનારી માયા તું ન કરતો આ પ્રમાણે માયાના દોષનો ખ્યાલ કરી સરળ ભાવની ભાવના કરવી. લોભજચ
એવી રીતે હૃદયમાં વિચારણા કરી લોભને પણ ત્યાગ કરવો જોઈએ. પહેલાં મારી પાસે જુદા જુદા પ્રકારનું મોટા પ્રમાણમાં દ્રવ્ય હતું. વૈર્યરત્ન, પદ્મસાગર, કર્કેતન, મરકતમણિ મારી પાસે ઘણાં હતાં. પરંતુ અવશપણે મારે તે ત્યાગ કરવાં પડ્યાં. જો ફરી ધર્મ કરીશ તો તે રત્નો તને સ્વાધીન થશે. અને જો પાપમાં આનંદ પામીશોઆરત્નો તારા ભાગ્યમાં નથી. ચક્રવર્તિ નવનિધિવાળું સમગ્ર રાજય ભોગવે છે તે દેખી તારું પાપચિત્ત કેમ દુભાય ? તું પણ ધર્મ કર કે જેથી તેના જેવી રિદ્ધિ તને પણ મળે પણ જો તું પારકાના વૈભવથી જંખવાણો પડી જશે તો તને રાત્રે નિંદ્રા પણ નહિ આવે. મને વૈભવ પ્રાપ્ત થશે એવી આળપંપાળ ન કર. પૂર્વે કરેલાં કર્મનો નાશ થતો નથી અને પુણ્ય ન કર્યા અને હોય તેને સંપત્તિ નથી. હવે તું એમ વિચારે કે ભોજન, વસ્ત્ર વગેરે કેવી રીતે મળે છે? તો તેમાં પૂર્વે કેટલાં કર્મ અનુસાર
(