Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રાષ્ટoooooooooooooooogy , શ્રી જેનશાન (અઠવાડીક).
રજી. નં. GRJ Y૧ %
તા. ૨૨-૭-૨૦03,
મંગળવાર
- પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
માત્ર પ્રવૃતિમાં જ ધર્મદેખાય, એને ભાવ વિનાનો ધર્મ કહેવો પડે. ધર્મ જ્યારે વૃતિમાં વણાઈ જાય, ત્યારે એ ભાવ વાળો ગણાય. માત્ર ધર્મજ કર્યા કરવાથી સંસારનો પાર પામી જવાતો હોત, તોતો સંસાર ક્યારનોય ખાલી થઇ ગયો હોત. કેમકે આપણા જીવે ધર્મ કઈ ઓછો કર્યો નથી. પણ એમાં ભાવ ભળ્યો ન હોવાથી જ આ પણું ઠેકાણું પડ્યું નથી. જે ખાપણું નથી, એને છોડી દેવાની આપણી પૂરેપૂરી તૈય રી હોય, તો જે આપણું જ છે, એને મેળવી આપવાનો કોલ પાળવા ધર્મ તો તૈયાર જ છે. આમ તો તમને અમારે રાગ-દ્વેષથી સંપૂર્ણ મુક્ત જ બ- વવા છે આ જ અમારું આખરી ધ્યેય છે. પણ આ બેની સિદ્ધિ માટે હાલ સૌ પ્રથમ તો અમારે તમારા રાડા-દ્વેષનો સ્થાન-પલટો જ કરાવવો છે. તમને સુખ અને સુખસામગ્રી પર જ રાગ છે. દુ:ખ અને દુ:ખસામગ્રી પર જ તમને દ્વેષ છે. આમાં પલટો લાવવો એ જ ધર્મ છે. જ્યાં તમારો છે, ત્યાં રાગ પેદા કરવો અને જ્યાં રાગ છે, ત્યાં જ પેદા કરવો, એ જ અમારું સ, ધુનું કાર્ય છે. રાગદ્વેષના સમૂળ નાશ માટે સૌ પ્રથમ તો આ રીતે રાગદ્વેષનો સ્થાનપલટો જ જરૂરી છે. ધર્મ કેમ સારી રીતે કરી શકાતો નથી, એનું કારણ તમે શું ધ્યું છે ખરું? તમને સુખ ગમે છે, માટે સુખ છોડી શકાતું નથી, તમને દુ:ખ ગમતું નથી, માટે દુ:ખ વેઠી શકાતું નથી. અને આજ કારણે તમે સાચું ધમરાધન કરી શકતા નથી. કેમકે સુખ છોડવું અને દુ:ખ વેઠવું,
જ તો ખરો ધર્મ છે.
દુ:ખોને વેઠવાની ટેવ પાડવી, કે દુ:ખો પ્રસન્નતા પૂર્વક વેઠવા, આટલું જ પૂરતું નથી. ધર્મમાં સ્થિર રહેવા માટે તો આની સાથે સાથે સુખોમાંય સાવધ રહેવું અતિ જરી છે. દુઃખો વેઠવા છતાં સુખોની લાલચમાં જે ફસાઇ જાય, સુખોથી જેસાવધાન રહી જાણે, એ પણ ધમથી ૮ ક્યારે પતિત-ભ્રષ્ટ બની જાય, એ ન કહી શકાય. આત્મા તો એક ત્રિકાળવર્તી સનાતન સત્ય અને છે. માટે આત્માને અનુલક્ષીને તો એક જ વર્તમાનકાળનો પ્રયોગ કરાય કે, “આત્મા છે. 'ચામ છતાં આત્મા અંગે હતો, છે અને રહેશે’ આ જાનો ત્રિકાળ વિષયક જે પ્રયોગ થાય છે, એ આત્માને ગુ પડેલી દેહની/કર્મની ઉપાધિને કારણે થાય છે. એમાં તો ક્યારેય મરતો નથી, આત્માને વળગેલો દેવું જ જન્મ-જીવે-મરે છે. બાકી આત્મા તો ક્યારેય જન્મો/ જ મરતો નથી. આત્મા તો સદાય જીવંત જ રહે છે. | દુ:ખ ન જોઈએ, સુખ જ જોઈએ તેમજ મારુંખ છે ટળો, મને સુખ મળો' આવો જાપ દિનરાત કર્યા કરે થી જ જે દુ:ખ ટળી જતું હોત અને સુખ મળી જતું હોત, E તો આ સંસારમાં સૌકોઇ સુખી જ હોત! પરંતુ સંસદમાં ડ દુ:ખી ઘણા છે અને સુખી ગણાતા થોડા પણ સાચા - અર્થમાં સુખી નથી. માટે સુખી બનવા માટે તો સાચો છે રાહ અપનાવવો જોઈએ. અને એ રાહ છે: પાપમુક્ત બનવાનો ! સુખ-દુ:ખની ઝાઝી ચિંતા કર્યા વિના જો પાપમુક્ત બનવાનો પુરુષાર્થ કરવા મંડી પડાય, તોયમ & માટે જડમૂળથી દુ:ખટળી જાય અને સુખ મળી જાય.
જૈન શાસન અઠવાડીક ૦ માલિક: શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળા)
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિવિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતા - કોલેકસી ક્રિએશનમાંથી
છાવીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.