Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈનશાસન (અઠવાડીક)
વર્ષ : ૧,
અંકઃ 3પ તા. ૮-૭-૨૦૧3
8
:
ગામડાવાળાઓને દોષથી બચાવવા માટે તમારા હિસાબે તદ્દન મામુલી ગણાય તેવી રકમ ઉપદેશ દ્વારા ન કરાવી શકો, એવું કોઈના માન્યામાં આવી શકે ખરૂ ? પોતાના આગ્રહને વશ બન્યા સિવાય એટલા જૈનાચાર્યો ભેગા મળી આવે ઠરાવ કોઈ કાળે કરી શકે નહિ.
gિ જીર્ણોદ્ધારાદિની આવકના ભંગનું દુઃસાહસ અહિં તેઓશ્રી વધુમાં જે એવું માર્ગદર્શન આપે છે કે ગુરુના ચરણે મૂકેલું ધન ડાળી માણસનો પગાર વગેરે ગુરૂના બાહ્યભોગમાં અને ગુરુની કામળી વગેરેની બોલીનું ધન, ગુરુના બાહ્ય પરિબેગ ઉપરાંત દવા વગેરે રૂપ અત્યંતર પરિભોગમાં પણ જઈ શકે–આવું માર્ગદર્શન તેરો ક્યા શાસ્ત્રાધારે કે કઈ સુવિહિત પરંપરાના આધારે આપે છે તે તે તેઓ જણાવે ત્યારે જ ખબર પડે. બાકી દ્રવ્યસપ્તતિકા, ધર્મ સંગ્રહ આદિના ઉપલબ્ધ શાસ્ત્ર પાઠે તો આવા પ્રકારના પૂજા ગુફદ્રવ્યને સ્પષ્ટપણે જીર્ણોદ્ધાર આદિમાં જ લઈ જવાનું જણાવે છે. મોટે ભાગે આજ સુધી અનેક શ્રમણ સમુદાયોમાં તે રીતે જતું આવ્યું છે. આ રીતે ચાલી આવતી જીર્ણોદ્ધાર:દિની આવક ભંગ કરવાનું દુઃસાહસ કરતાં તેઓ વહેલી તકે વિરામ પામે તો સારું કે જેથી વપરનું સંભવિત કારણું અહિત થતું અટકી જાય.
અત્યારે ગુરુમૂર્તિનું દ્રવ્ય એ દેવદ્રવ્ય છે તે દ્રવ્યને સ્મારકમાં લઈ જવાની વાત નવી છે તે સ્પષ્ટ છે.
વળી તે ‘સંમેલનની ભીતરમાં’ પુસ્તકની પ્રસ્તાવનામાં પૂ. ૫. શ્રી પૂર્ણચંદ્ર વિજયજી મ. એ સ્પષ્ટ લખ્યું છે કે ગુરુ સંબંધી કોઇ પણ આવક તે દેવદ્રવ્ય છે અને તેમાં ગુરુના અગ્નિ સંસ્કારની બોલીનો પણ સમાવેશ થઇ જાય છે તે લખાણ ઝેરોક્ષ અહીંનીચે આપવામાં આવે છે.
– દ્રવ્યસપ્તતિકા આદિના પાઠો મુજબ ગુપૂજન વગેરેના ગુરુભક્તિ નિમિત્તક દ્રવ્યને કાર-મંદિર નિર્માણ ખાતે જ લઈ જવાની શાસ્ત્રસિદ્ધ પરંપરાને પુષ્ટ બનાવવાને બદલે
મેલને આ “ગુરુદ્રવ્યને ગુરુવૈયાવચ્ચ અને જીવદયામાં વાપરવાની છૂટ આપી છે. આ અર્થમાં જીર્ણોદ્ધાર આદિના ખાતાને પુષ્ટ બનાવતા આ આવક-કાર સંમેલને તાળાં માર્યા ગણાય. ગુભદિત નિમિત્તે જે કઈ બોલી બોલાય; એ ‘ગુરુદ્રવ્ય જ ગણાય. આમાં ગુરુના અગ્નિસંસ્કાર આદિ ઉપજ પણ આવી જ જાય. આમ. ગુરુપૂજન, ગુરુભકિત નિમિતે કામળી આદિ વહેરાવવા બોલાતી બોલી. ગુરુને અગ્નિસંસ્કારની બોલી : આ બધું જ “ગુરુદ્રવ્ય’ ગણાય. છતા આમાંની અમુક બેલીની ઉપજને ગુરુવૈયાવચમાં ને અગ્નિ સંસ્કારની ઉપજને જીવદયામાં લઈ જવાને સંમેલને કરેલે નિર્ણય આ ષ્ટિએ અવ્યવહારુ પણ છે અને એ અશાસ્ત્રીય તે છે જ.
આ લખાણથી સ્પષ્ટ થાય છે. પૂ. આ. ભગવાન શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા અને પૂ. પં. શ્રી પૂર્ણચંદ્ર વિ. મ. તથા પૂ.મુ. શ્રી કીર્તિયશ વિ. મ. આદિ પણ ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવાનું માને છે તેમાં પૂ.પં. શ્રી પૂર્ણચંદ્ર વિ. મ. એ સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે અગ્નિ સંસ્કારની બોલી પણ ગુરુદ્રવ્ય છે તે આમાં આવી જાય છે. તે બોલી પણ દેવદ્રવ્યમાં જાય તેમ સ્પષ્ટ જણાવ્યું છે.