Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી નૈનશાસન (અઠવાડીક)
તા. ૧-૭-૨૦૦૩, બુધવાર
| પરિમલ
- પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા
પ્રતિક્રમણ કરનારાઓની સંખ્યા રેિધીરે ઓછી થતી જાય છે. જે પ્રતિક્રમણ કરનારા છે, એમાના ઘણાને સૂત્રો આવડતા નથી, જેને સૂત્રો આવડે છે, એમાના ઘણાને અર્થ નહિ આવડતા હોય, અર્થના જાણકારમાં પણ પ્રયોગપૂર્વક પ્રતિક્રમણ કરનાર કેટલા ? ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવાની ભાવના ન હોય અને એ માટેનો પુરુષાર્થ પણ ન હોય, તો માત્ર કોરી ક્રિયાથી જ કઇ કલ્યાણ ન થઇ શકે.
લાખો માણસોની અપ્રસન્નતા વહોરી લેવાથી જે ભયંકર કર્મ બંધાય છે, એથી વધુ ભયંકર કર્મ એકાદ સુગુરુને અપ્રસન્ન બનાવવાથી બંધાય છે. લાખોને પ્રસન્ન બનાવવા છતાં જે ફળ ન મળે, એવા ફળના ભાગીદાર એકાદ સુગુરુ પ્રસન્ન પામવાથી થવાય છે.
ભૌતિક-સુખના ભોગવટાનો પરલોકમાં વેઠવો પડતો વિપાક તો ભયંકર છે જ. પરંતુ આલોકમાંય, ખાધા પછીના થોડા કલાકો બાદ પણ એનો જે વિપાક વેઠવો પડે છે, એની પર પણ ગંભીરતાથી વિચારણા કરો, તોય ભૌતિક-ભોગવટો કરવાનો તમારો રસ ઉડી જાય. ખાવું એ ભૌતિક-ભોગવટો છે, રાચીમાચીને ખાવાનો પરલોકમાં વેઠવો પડતો વિપાક તો ભયંકર છે જ, પણ ખાધા પછી પચે નહિ, તો કેવી અકળામણ વેઠવી પડે, એ તો તમારા અનુભવની જ વાત છે. પચી જાય તોય રોજેરોજ અશુચિથી હાથ ખરડવા પડે, આ કઈ જેવી
રજી. નં. GJ ૪ ૧૫
તેવી સામાન્ય વાત છે ! માત્ર સુખ પર ચોટેલી નજરને થોડી લંબાવો અને ભૌતિક ભોગવટાનું આવું ભાવિ વિચારતા થાવ, તોય તમારો સુખનો રસ મોળો પડ્યા વિના ન રહે.
માત્ર બુદ્ધિની સૂક્ષ્મતા જ જૈન શાસનને સમજવા માટે જરૂરી નથી, સાથેસાથે હૈયાની સરળતા પણ અપેક્ષિત છે. સૂક્ષ્મ-બુદ્ધિની સાથે સરળતા હોય, તો જૈન શાસન એ રીતે સમાઇ જાય કે, એ સમજાવટના પાશાને પછી કોઇ જ હચમચાવી ન શકે.
પ્રભુના શાસનની છાયા પામનારને સૌથી મોટો લાભ વૈચારિક અને માનસિક શુદ્ધિનો થાય છે. આમાં કાયિક શુદ્ધિ તો સમાઇ જ જાય છે. જૈન શાસનને ર મજનારો જેવી વૈચારિક અને માનસિક શુદ્ધિ પામી શકે છે, એવી શુદ્ધિ બીજે સ્વપ્નેય સંભવિત નથી. આ શુદ્ધિનું બીજું નામ સમ્યગ્દર્શન છે.
જગત અને જૈનની વચ્ચે પાયાનો જે તફાવત છે, એ જાણી લેવા જેવો છે. આ તફાવત ખાસ કરીને પ્રવૃતિ કરતા વૃતિના કારણે સરજાતો હોય છે. જગ ધર્મ કર્યાં કરે, તોય એની પર ‘ધર્મી”ની છાપ ન લાગી કે, જૈનને પાપ કરવું પડતું હોય, તોય એને ‘પાપી’ તર કે વગોવી શકાય નહિ. કેમકે આવા વિષયમાં ‘પ્રવૃતિ’કરતા ‘વૃતિ’ને જ વધુ મહત્તા આપી શકાય. જૈનત્વથી ઝગમગતા જૈનની આ વાત છે.
જૈન શાસન અઠવાડીક ૭ માલિક : શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટૂર૮ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી
તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતા – ગેલેકસી ક્રિએશનમાંથી
છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.