Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈનશાસન (અઠવાડીક सन्निधिं च न कुव्वेजा ।
આવતીકાલ માટે કશું એકઠું ન કર. O
।। ૬-૧૬ ॥
જીવતા થઇ જાય તો મોટા ભાગનાં પાપ બંધ oઇ જાય. આવતીકાલની કોઇ ચિંતામાં માણસ રઘવાયો બને છે આ આવતીકાલ કેટલી લાંબી છે, તે ખબર છે ? આવતીકાલ એટલે આખુ વરસ પણ નહિ, આખી જીંદગી પ ગ નહિ, આવતી કાલ એટલે સાત પેઢી, ઇકોત્તર પેઢી માટે એકઠું કરવાનું. આજને અવગણવાનું અને આવતીકાલ રબરની જેમ તાણીને લંબાવવાનું બંધ થઇ જાય તો માણરા માણસ તરીકે જીવતો થઇ જાય. માણસની માણસાઇ મર પરવારી છે તેમાં અનેક કારણોમાંનું આ પણ એક કારણ છે. સાધુ જે શાંતિ અને સુખનો શ્વાસ લઇ શકે તે જો તારે પણ જોઇતો હોય તો આજને ઓળખતા શીખો, આને સફળ બનાવતા શીખો. આવતીકાલનાં સ્વપ્નાં જોવ નું માંડી વાળો. શેખચલ્લીના વિચારોને આવતીકાલને ઉપાધિ રાખવાથી વેગ મળે છે. ગૃહસ્થ માણસ હોય તે અ વતીકાલ માટે ઘરમાં ખાવાનું રાખે તે સમજી શકાય તેવું છે. સાધુની જેમ તે સંનિધિને છોડી શકતો નથી પણ આવતીકાલની ચિંતાના નામે જે તોફાન માંડયું છે તેનો ત્યાગ તો એ જરૂર કરી શકે. આવતીકાલે આંખ ખુલ્લી રહેવાની છે કે કાયમ માટે મીંચાઇ જવાની છે તેની ખબર ન હોય ત્યારે ફોગટની કૂદાકૂદ શા માટે અને કોના માટે ? વાત વિચારવા જેવી નથી ?
શ્રી ઉત્તરાધ્યન સૂત્ર
સંનિધિ શબ્દ પારિભાષિક આગમિક અર્થમાં વપરાયો છે. તેનો સીધો અર્થ થાય છે ઃ જેના દ્વારા આત્મા દુર્ગતિમાં સ્થાપન કરાય તે સંનિધિ. આમાં સાધુના આચારની એક વિશિષ્ટ વાત છે. સાધુ માટે એવો નિયમ છે કે પોતાના દેહને ટકાવવા માટે આહારની જરૂર પડે પણ તે આહાર પોતાની જાતે રાંધવો નહિ. બીજા માણસોએ પોતાના માટે બનાવેલ આહારમાંથી તેને કોઇ તકલીફ ન પડે તેટલો આહાર ઘર ઘરથી લઇ આવવો. આ બહુ પ્રસિદ્ધ વાત છે. સંનિધિ એનાથી પણ આગળનો નિયમ છે. આજે જરૂર હોય તેટલો જ આહાર સાધુએ લાવવાનો. આવતીકાલે લોકોને ત્યાંથી આ હાર મળશે કે નહિ એવી ચિંતા કરી, આવતીકાલ માટે આ હારનો સંગ્રહ કરવાની કડક મનાઇ છે. સાધુએ આજનો ખોરાક આજે જ પૂર્ણ કરવાનો. આવતીકાલની ભૂખની પણ ચિંતા ન કરવી પછી અહારની ચિંતા તો કરવાની જ કર્યાં રહે છે ! આ નિયમનું ઉલ્લંઘન કરીને સાધુ જો પોતાની પાસે આહાર-ઔષધ વગેરે આવતીકાલ માટે રાખી મૂકે તો તેને સંનિધિ રાખવાનો દોષ લાગે. આ દોષ તેને દુર્ગતિના દવાજા બતાવે છે. આ વાત મુજબ સાધુની વ્યાખ્યા બનાવવી હોય તો એમ કહેવાય કે આજમાં જીવે અને આવતીકાલની કોઇ ચિંતા ન કરે તે સાધુ, સાધુની અનેક વ્યાખ્યાઓમાં આ વ્યાખ્યા જરા જુદી તરી આવે.
દુનિયા આખી આજને યાદ કરતી નથી અને આવતીકાલ માટે મરે છે. આજ માટે માણસ પાપ કરે છે તેના કરતા આવતીકાલની લહાયમાં વધારે પાપ કરે છે. વિચાર કરો કે તમારે ફકત આજ માટે જ કમાવાનું છે, આવતીકાલની કોઇ ચિંતા કરવાની નથી તો આજ માટે તમારે કેટલું જોઇએ ? મને લાગે છે કે લોકો આજ માટે
પહેલવાન અને પરાપકારી !
પહેલવાન શકિત સંપન્ન બનવા પ્રયત્ન કરે છે. પરોપકારી પોતાની શક્તિનો પરના ઉપકારમાં ઉપયોગ કરે છે.
વર્ષ : ૧૫ અંક ઃ 3 * તા. ૨૨-૫-૨૦૦૩
જ્ઞાનીઓની આ સુવર્ણસંદેશ જીવનમાં ઉતારો. આવતીકાલ માટે એકઠું કરવાના આવેગને કાબુમાં રાખો. આજને સંતોષથી સમૃદ્ધ બનાવો. આટલું કરશો તો અશાંતિ અને અકળામણ એની મેળે શાંત થઇ જશે.
- પૂ. મુનિ જયદર્શનવિજય ગણી
સહસ્ત્રાક્ષ!
આપણે બીજાની ભૂલ જોવા માટે સહસ્ત્રાક્ષ બર્ન જઇએ છીએ પણ પેાતાની ભૂલ જોવા માટે એકાક્ષ નહીં બિલકુલ અંધ બન્યા છીએ.
૧૩૮૨