Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક્ષમાદિ કન્યાનું પાણિગ્રહણ
શ્રી જૈનશાસન (અઠવાડીક)
ન કરવી. આવી રીતે હંમેશા કરવાથી ઋજુતા નામની કન્યા તારી બનશે
છઠ્ઠી અવૈરતા કે અચૌરતા નામની કન્યાને મેળવવા તેની માતા પાપભીરતાનું કહ્યું હંમેશા માનવું. પહેલું ઘાસતૃણ પણ માલિકને પૂછયા વિના લેવું નહિં. લોભવૃત્તિને ત્યજી સંતોષવૃત્તિને ધારણ કરવી. માલિકની રજા લઇને તેની વસતિ- સ્થાનમાં રહેવું. આવી રીતના હંમેશા કરવાથી અચૌરતા ન મની કન્યા તારા ગુણોથી ખેંચાઇ સ્વયંવશ થઇને તારી પાસે આવશે.
* વર્ષ:૧૫ અંકઃ ૩૧ * તા. ૧૦-૬-૨૦૦
પુદ્ગલ વસ્તુઓ સંબંધી આત્માને યોગ્ય એવી અનિત્યતાદિનું ચિંતવન કરવું- આ રીતે નિત્ય કરવાથી તારા ગુણોથી ખેંચાયેલી એવી મુકતતા નામની કન્યા તારી પાસે સ્વયંવશ થઇને આવશે.
|
જો જીવનમાં શાન્તિન હોય, ચિત્તમાં પ્રસન્નતા ન હોય, કુટુંમ્બમાં સંપ ન હોય, શરીરે આરોગ્ય ન હોય. ત્ય ધર્મ કદાચ થતો હોય તો ય તેમા ઝાઝો ભલીવાર આવે ન ડું
નવમી સુવિઘા કન્યાને માટે તેની માતા પ્રજ્ઞાદેવીનું હંમેશા આરાધન કરવું. હંમેશા શાસ્ત્રનો અભ્યાસ કરવો. પ્રમાદ ટાળવો. જ્ઞાન અને જ્ઞાનીની હર્ષપૂર્વક ભકિત કરવી, સદા શાસ્ત્રનું સ્મરણ કરવું, સદ્ગુરુના વચન સાંભળવા, આત્મજ્ઞાત કરવા અને તે પ્રમાણે જીવવા પ્રયત્ન કરવો. ચા રીતના કરવાથી તારા સદ્ગુણોથી આકર્ષાયેલી એવી સુવિધા કન્યા સ્વયંવશ થઈ જલદીથી તારી પાસે આવશે.
સાતમી બ્રહ્મરતિ નામની કન્યાને મેળવવા તેની માતા નિરાગતાને હંમેશા તારા ચિત્તમાં ધારણ કરજે. દેવ, મનુષ્ય અને તિર્યંચની સ્ત્રીઓને માતા સમાન માનજે. સ્ત્રીઓના વાસ સ્થાનમાં રહેવું નહિં, સ્ત્રી સંબંધી કથા કરવી નહિં, સ્ત્રીઓની બેઠક સેવવી નહિં, સ્ત્રીઓની ઇન્દ્રિયોને આંગોપાંગોને જોવા નહિં, દિવાલના આંતરામાં રહેલા સ્ત્રીપુરૂષના યુગલને જોવા નહિં, મનમાં રતિનું સુખ ચિંતવવું નહિં, પ્રણીત- સ્નિગ્ધ આહારનો તેમજ અતિશય આહારનો ત્યાગ કરવો, શરીરની ટાપ-ટીપ કે શોભા કરવી નહિં. આ પ્રમાણે હંમેશા કરવાથી તારા ગુણોથી આકર્ષાયેલી બ્રહ્મરતિ નામની કન્યા તારી પાસે સ્વયંવશ થઇને આવશે.
આઠમી મુકતતા કન્યાને માટે તેની માતા નિર્લોભતાનું પ્રયત્નથી સેવન કરવું. હૃદયમાં વિવેક ધારણ કરવો, અનાર્યોનો સંગ કરવો નહિં, બાહ્ય અને અત્યંતર બંને પ્રકારના પરિગ્રહથી આત્માને અલિપ્ત રાખવો, સ્વભાવ વડે પણ ગ્રન્થ- પરિગ્રહની તૃષ્ણા રાખવી નહિં. બાહ્યઅત્યંતરથી અનાસકત એવું અંતઃકરણ રાખવું, કમલની જેમ નિર્લેપ રહેવું, શિષ્ટાચારમાં તત્પર રહેવું, આ દેહ વગેરે સર્વ જયાં આ ચાર નથી ત્યાં
દશમી નિરીહતા નામની કન્યા મેળવવા તેની માતા વિરતિદેવીનું પ્રેમથી આરાધન કરજે. લોભનો ત્યાગ ક જગતની સઘળીય વસ્તુઓના યથાર્થ સ્વરૂપનો વિચાર કરી આત્માને ભાવિત કર. આ દેહ દુઃખના ઉપભોગ માટે છે ધન બંધનનું કારણ છે, ઇચ્છાઓ હૃદયને તાપ આપનારી છે, જન્મ મૃત્યુનું કારણ છે. પ્રિયાનો સંગ કે પ્રિય વસ્તુઓની સંગ વિયોગને માટે છે, સંગ્રહ કલેશને મારે છે, ભોગની અભિલાષ રોગને માટે થાય છે. માટે ભોગતૃષ્ણાની પ્રીતિને છોડી દે, સઘળાય પદાર્થો પરના મમત્ત્વને છોડનારા તારી પાસે તારા ગુણોથી આકષિયેલી નિરીહિતા નામની કના
સત્વર આવશે.
આ રીતે સદ્ગુરૂના યોગે દશે કન્યાની સાથે પાણિગ્રહણ કરનારા પૂણ્યાત્મા, તેનું ભાવથી પાલન કરી અલ્પ સમયમાં અજરામર પદનો ભોકતા બને છે. આપણે સૌ પણ આ રીતના આત્માને ભાવિત કરી આત્મસુખના ભોકતા બનીએ તે જ મંગલ કામના.
ધર્મ જામતો નથી.
અશાન્ત અને અપ્રસન્ન બિચારો ! શી રીતે ધર્મ કરી
શકે?
કુસંપથી ગ્રસ્ત કે રોગોથી ઘેરાએલો પણ શી રીતે ધર્મ કરી શકે ?
મોટા સત્વશાળી આત્માઓની વાત ન્યારી છે.
૧૩૦૭