________________
૨
મારું સુખ પરવસ્તુઓ અર્થાત્ બહારનાં સંયોગમાં છે, એવી માન્યતા જ એને અનેક પ્રકારની ઈચ્છાઓ ઉત્પન્ન કરાવી તથા એમની પૂર્તિ કરવા સંબંધી અનેક પ્રકારની આકુળતાઓ જ ઊભી કરે છે. એટલા માટે દુ:ખનો ઉત્પાદક આત્મા નથી પરંતુ વિપરીત માન્યતાઓના કારણે ઉત્પન્ન થતી ઈચ્છાઓ જ દુઃખનું કારણ છે. ઉપરોક્ત માન્યતાઓથી બચવાનો ઉપાય શું? આ પ્રશ્નનાનો છે પણ એનું સમાધાન બહુજ વિસ્તારપૂર્વક ગંભીર વિચારણા માંગી લે છે. કારણ કે અનાદિકાળથી આજીવ જે મિથ્યા માન્યતા હોવાથી નિરંતર ઈચ્છાઓ ઉત્પન્ન કરીને એની પૂર્તિને માટે અનેક પ્રકારના રાગ-દ્વેષ, ક્રોધાદિ કષાય, પાંચ પાપ આદિ ભાવ કરતો રહે છે, એના ફળ સ્વરૂપ કર્મબંધ કરતો રહે છે. એના ફળમાં સંસાર પરિભ્રમણ કરતો જ રહે છે.
આ અનાદિકાળની મિથ્યા માન્યતા દૂર કરવા કેટલીબધી એકાગ્રતા, કેટલી ગંભીરતા, કેટલી સહિષ્ણુતા, કેટલું ઘર્ય અને સમજણ માટે અંદરમાં કેટલી તીવ્ર લગની જોઈએ-એ તો આપ અનુમાન લગાવી શકો છો.
પ્રથમ એવો ઉગ્ર સંકલ્પ કરવો જોઈએ કે આ માન્યતા બદલવા હું સર્વસ્વ સમર્પણ કરીને યથાર્ય માર્ગ પ્રાપ્ત કરવા માટે સત્ય પુરુષાર્થ અને સંસાર દુઃખોથી ભયભીતતા, સાથે આત્માની અંદર રહેવાવાળું અતીન્દ્રિય સુખની મહત્તા આદિ જ્યાં સુધી ભલા પ્રકારથી સસમાગમ દ્વારા આત્માની અંદર વિશ્વાસ ન આવે તથા સત્ય માર્ગ પ્રાપ્ત કરવા તીવ્ર લગની ન લાગે ત્યાંસુધી આ મિથ્યા માન્યતા બદલાવી, સાચો યથાર્થ માર્ગ પ્રાપ્ત કરવાની રુચિપૂર્વક સમજણ કરીશ, તો એ મને સત્ય વીતરાગી ધર્મથી પ્રાપ્ત થશે જ.
મૂળભૂત ભૂલ • હે ભગવાન! હું બહુ ભૂલી ગયો.
શું ભૂલી ગયો? સ્વયં પોતાને જ ભૂલી ગયો. આ મૂળભૂત, સૈદ્ધાંતિક ભૂલ એ જ છે કે જેના કારણે અનાદિ કાળથી સંસારમાં રખડવું પડે છે - તે એ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. અન્ય દ્રવ્યના પરિણમનમાં પોતાનું સુખ માનવું - એને જે સાચું સુખસ્વ આત્માની અંદર છે તેની વિસ્મૃતિ થઈ જવી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત.... આ સ્વરૂપના સમજણની ભૂલ છે. મને મારૂ સાચું સુખ શું છે તે સમજાયું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org