________________
જગતની પ્રત્યેક સત્તા ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યાત્મક છે. પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિ સમય નવા પર્યાયનો ઉત્પાદ અને વર્તમાન પર્યાયનો વ્યય થતો રહે છે તથા દ્રવ્ય પોતાના સ્વરૂપે કાયમ જ ટકી રહે છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય'. પ્રત્યેક વસ્તુ વ્યવસ્થિત એક નિશ્ચિતક્રમ અનુસાર જ પરિણમિત થાય છે. કઈ વસ્તુમાં ક્યા સમયે કઈ પર્યાય ઉત્પન્ન થશે-એ નિશ્ચિત જ છે માટે ક્રમબદ્ધપર્યાય એવસ્તુના પરિણામની વ્યવસ્થતા છે. પ્રતિસમયનીયોગ્યતા અનુસાર નિશ્ચિત ક્રમમય પરિણામ થવાનો નિયમ જ કમબદ્ધ પર્યાય છે. સંપૂર્ણ જિનાગમમાં ક્રમબદ્ધ પર્યાય કેર ઠેર ચર્ચાયેલ જ છે. ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ સમજવાની આવશ્યક્તાતો એનું સ્વરૂપ સમજવાથી
જ સમજી શકાય છે. • હવે પ્રશ્ન એ થાય છે કે આ કોણે જોયું? કોણે જાણ્યું? એમના કોણે નક્કી
આનું એકમાત્ર સમાધાન આ જ છે. સર્વજ્ઞ ભગવાને એમના કેવળજ્ઞાનમાં આ જોયું અને જાણ્યું. સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રત્યેક વસ્તુની ભૂતવર્તમાન અને ભવિષ્યની સમસ્ત પર્યાયો વર્તમાનવત્ જણાય છે. તથા વસ્તુનું પરિણમન સર્વજ્ઞ દ્વારા જણાવેલ ક્રમાનુસાર જ થાય છે.
અહી એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે સર્વજ્ઞનું જ્ઞાન વસ્તુના પરિણમનનો ક્રમ નિશ્ચિત કરવાવાળું નથી; નિશ્ચિત ક્રમાનુસાર પરિણમન તો વસ્તુનો સ્વભાવ છે.
કેવળજ્ઞાન તો તેમનો જ્ઞાતા છે, જે ક્રમથી વસ્તુ પરિણમન થાય છે. ઈશ્વર કે સર્વજ્ઞવસ્તુનો હર્તા-કર્તા નથી. સર્વજ્ઞતા ક્રમબદ્ધ પરિણામની જ્ઞાયક છે-કારક નથી. ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ સમજવાથી સહજ જણાય છે કે મોક્ષ માર્ગ પ્રગટ કરવા માટે નિજ સૈકાલિક શાયક સ્વભાવમાં તન્મય થવું અનિવાર્ય છે.
ક્રમબદ્ધ પર્યાયનો મુખ્યહેતુ જીવની કર્તુત્વ બુદ્ધિ કઢાવી નાખી જ્ઞાતાપણું સ્થાપીત કરવાનો છે.
“હું માત્ર જાણનાર છું, કાંઈ કરનારનથી-પરદ્રવ્યના પરિણમનમાં મારે કાંઈ કરવાનું નથી જે કાંઈ થઈ રહ્યું છે, તે પોતાના સ્વભાવથી જ ક્રમ અનુસાર થઈ રહ્યું છે તેનો પણ હું માત્ર જાણનાર જ છું”.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org