________________
૨ ૩૬
ચારિત્ર એ જ સાક્ષાત્ ધર્મ છે અને ઉત્તમ ક્ષમાદિ ઠરાધર્મ એ આત્માના ચારિત્ર ગુણની નિર્મળ પર્યાયો છે.
ઉત્તમ ક્ષમાદિ શબ્દ યોજનામાં જે પૂર્વે ‘ઉત્તમ’ શબ્દની યોજના થયેલી છે તે સમ્યગ્દર્શનની સત્તાની સૂચક છે અને તે એમ દર્શાવે છે કે સમ્યગ્દષ્ટિ – જ્ઞાની ધર્માત્માઓને જ આ ઉત્તમ ક્ષમાદિ દશધર્મ હોય છે, અન્ય મિથ્યાદ્દષ્ટિઓને નહિ.
ઉત્તમ ક્ષમાદિ દશધર્મનું વર્ણન જૈન આગમોમાં જ્યાં કરવામાં આવેલું છે તેના સર્વશ્રેષ્ઠ સ્વરૂપમાં મુનિધર્મની અપેક્ષા સહિત કરવામાં આવેલું છે.
• ગુણસ્થાનોની વિવિધ ભૂમિકાઓમાં ઉત્તમ ક્ષમાદિ દરાધર્મની સંભવિત તારતમ્યતા બરાબર જાણી સામાન્ય શ્રાવકોને- ગૃહસ્થોનો આ ધર્મ પ્રતિ જાગૃત કરવાનો યથા-સંભવ ધારણ કરવા જોઈએ એમ અહીં પ્રેરણા આપવામાં આવી છે.
-
જગતમાં સંસારી પ્રાણીઓને ક્રોધાદિ વા મોહ - રાગ દ્વેષાદિ વિકારી ભાવો અનાદિથી છે, તેથી તેઓ દુઃખી પણ ત્યારથી જ છે, કેમ કે ક્રોધાદિ ભાવો સ્વંય દુઃખ સ્વરૂપ અને દુઃ ખના કારણ સ્વરૂપ છે.
·
જ્યારે ક્રોધાદિ વા મોહ રાગ-દ્વેષાદિ વિકારી ભાવોના અભાવ સ્વરુપ જે ઉત્તમ ક્ષમાદિ દરા ધર્મ તે સ્વયં સુખરૂપ અને સુખના કારણ સ્વરૂપ છે અને તેથી જ હર સમયે સર્વે સંસારીઓને તે સર્વત્ર ઉપાસનીય છે.
ઉત્તમ ક્ષમાદિ દશધર્મ સંબંધી નિશ્ચય વ્યવહારની સંધિપૂર્વક અત્યંત સરળ, સુગમ, સુખોધ રશૈલીમાં વિવેચન કરવામાં આવ્યું છે.
• અનંતાનુબંધી આદિ કષાયોના ક્રમશઃ અભાવપૂર્વકજ ઉત્તમ ક્ષમાદિ ધર્મ પ્રગટ થાય છે, ક્રમશઃ વૃદ્ધિ પામે છે અને સંપૂર્ણતાને પ્રાપ્ત થાય છે- એ મૂળભૂત સિદ્ધાંત છે.
• ક્ષમાદિધર્મક્રોધાદિની મંદતાકે તીવ્રતા પર આધારિત નથી પણ અનંતાનુબંધી ક્રોધાદિ કષાયનો અભાવ પર આધારીત છે. ક્રોધાદિ મંદ હોય તો પણ જ્યાં સુધી અનંતાનુબંધી ક્રોધાદિનો અભાવ ન થાય ત્યાં સુધી ઉત્તમ ક્ષમાદિ ધર્મ અંશે પણ પ્રગટ થઈ શક્તો નથી.
આ બધાનો અભ્યાસ કરી આપણું હૃદય વાસ્તવિક ક્ષમાદિભાવથી એવું સંપૂર્ણ ભરાઈ જવું જોઈએ કે પૂરા ભરેલા ઘડાની જેમ છલકાઈ જાય અને ક્ષમાદિવાણીરૂપે પ્રગટ થાય તો જ તેની સાર્થકતા છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org