________________
૨ ૬ ૦
આત્મદર્શન નહિ થાય. આત્મદર્શન સિવાય આત્મલીનતાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી.
ઈન્દ્રિયોનું પ્રવર્તન બહિર્મુખ છે અને આત્મા અંતર્મુખ વૃત્તિથી પકડવામાં આવે છે. જો બહ્મ સ્વરૂપ આત્માને જોવો છે તો અંતરમાં જુઓ. આત્મા અંતરમાં જોવાથી જણાય છે, અનુભવાય છે.
ઈન્દ્રિય ભોગોની જેમ ઈન્દ્રિયજ્ઞાન પણ બ્રહ્મયર્ચમાં સાધક નહિ બાધક જ છે. અલ્પજ્ઞ આત્મા એક સમયમાં એકને જ જાણી શકે છે, એકમાં જ લીન થઈ શકે છે. પરને જાણે ત્યારે પોતાને જાણવાનું અને પોતાનામાં લીન થવું સંભવિત નથી. બહારનું જાણવું દેખવું એ પણ બ્રહ્મચર્યમાં બાધક છે. મુક્તિનો ઉપાય તો એક આત્મલીનતારૂપ બ્રહ્મચર્ય છે.
પંચેન્દ્રિયોનાં જ્ઞેય અને ભોગ એ બન્ને પ્રકારનાં વિષયોના ત્યાગપૂર્વક આત્માલીનતા થવી એ જ વાસ્તવિક અર્થાત્ નિશ્ચય બ્રહ્મચર્ય છે.
જીવનમાં નિશ્ચય અને વ્યવહાર બ્રહ્મચર્યનો સુમેળ હોવો આવશ્યક છે. આપણે પોતાના શીલની રક્ષા નવવાડપૂર્વક કરવી જોઈએ તથા અંતરમાં પોતાના આત્માને જોવો- અનુભવવો જોઈએ. મન, વચન, અને કાયાના ત્રણ યોગ અને કરવું, કરાવવું, અનુમોદવું એમ નવ વાડોથી શીલરૂપ રત્નની રક્ષા કરવી જોઈએ. બન્ને પ્રકારના બ્રહ્મચર્ય પાળી મનુષ્યભવ સાર્થક કરવો જોઈએ.
♦ બહ્મચર્ય એક ધર્મ છે અને સીધો સંબંધ આત્મહીતની સાથે છે, એને કોઈ લૌકીક પ્રયોજનની સિદ્ધિનું સાધન બનાવવું યોગ્ય નથી. બ્રહ્મચર્ય ધર્મ તો અંતરની વસ્તુ છે, વ્યક્તિગત વસ્તુ છે, પરંતુ એ પણ આજે ઉપાધી (ડિગ્રી) બની ગઈ છે. બ્રહ્મચર્ય તો આત્મામાં લીનતાનું નામ છે. બ્રહ્મચર્ય અર્થાત્ આત્મરમણતા સાક્ષાત ધર્મ છે, સર્વોત્કૃષ્ટ ધર્મ છે, બધા જ આત્માઓ બ્રહ્મના શુદ્ધ સ્વરૂપને જાણીને, ઓળખીને, એમાં જામી જાય, રમે અને અનંત સુખી બને એ જ ભાવના !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org