Book Title: Jain Darshan Amulya Tattva Chintan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 342
________________ ૩૩ ૩ ૨ સમ્યફ-ચારિત્ર ચારિત્ર તે ખરેખર ધર્મ છે, તે જ સાક્ષાત મોક્ષ માર્ગ છે. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્મામાં ચરવું- પ્રવર્તવું તે ચારિત્ર છે. ચારિત્ર માટે પ્રથમતો સ્વ-પરનાયથાર્થ સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ; કેમ કે જેમાં એકાગ્ર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચયર્યા વગર તેમાં સ્થિર ક્યાંથી થવાય? માટે પ્રથમ જેમાં સ્થિર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ. વસ્તુના સ્વરૂપનો આ પ્રમાણે નિશ્ચય કરવો કે “આ જગતમાં હું સ્વભાવથી શાયક જ છું; અને મારાથી ભિન્ન આ જગતના જડ-ચેતન સમસ્ત પદાર્થો તે મારાં જોયો જ છે. વિશ્વના પદાર્થો સાથે માત્ર શેય-જ્ઞાયક સંબંધથી વિશેષ કંઈ પણ સંબંધમારે નથી. કોઈ પણ પદાર્થમારોનથી અને હું કોઈનાકાર્યનો કર્તા નથી. દરેક પદાર્થ પોતાના સ્વભાવ સામર્થ્યથી જ ઉત્પાદ, વ્યય, ધ્રોવ્ય સ્વરૂપે પરિણમી રહ્યો છે. તેની સાથે મારે કાંઈ જ સંબંધ નથી.” જે જીવ આવો નિર્ણય કરે તે જ પર સાથેનો સંબંધ તોડીને નિજ સ્વરૂપમાં ઉપયોગને જડે. એટલે તેને જ સ્વરૂપમાં ચરણરૂપ ચારિત્ર થાય. આ રીતે ચારિત્ર માટે પહેલાં વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. ત્યાગ કે વ્રતાદિ કરવાની અહીં વાત જ નથી. કોણ ત્યાગ કરે છે અને શેનો ત્યાગ કરે છે? પર વસ્તુનું તો ગ્રહણ કે ત્યાગ કોઈ પણ જીવો કરી શક્તાં નથી; માત્ર પોતાના વિકારનો ત્યાગ કરવાનો છે. જેને વિકારથી ભિન્ન સ્વભાવની પ્રતીતિ થઈ હોય તે જ જીવ વિકારનો ત્યાગ કરી શકે. રાગથી ભિન્ન આત્મ સ્વભાવને જાણ્યા વગર રાગનો ત્યાગ કોણ કરશે? સમ્યગ્દર્શન વડે રાગથી ભિન્ન સ્વભાવની શ્રદ્ધાર્યા પછી જ રાગનો યથાર્થપણે ત્યાગ થઈ શકે છે, પણ જે જીવ પોતાના શુદ્ધ સ્વભાવને જાણતો નથી અને રાગ સાથે એકત્ત્વ માને છે તે જીવ રાગનો ત્યાગ કરી શકશે નહિ. માટેઆસમજ્યા પછી જ સાચોત્યાગ થઈ શકે છે. સાચોત્યાગ સમ્યગ્દષ્ટિઓ જ કરી શકે છે. મિથ્યા દષ્ટિને તો કોનું ગ્રહણ કરવું અને કોનો ત્યાગ કરવો એનું જ ભાન નથી, તો ત્યાગ કેવો? • સ્વરૂપનો નિશ્ચય કરનાર જીવ પોતાના આત્માને કૃતનિશ્ચય, નિષ્ક્રિય અને નિર્ભોગ દેખે છે. સ્વ-પરના સ્વરૂપના સંબંધી તેને સંદેહ ટળી ગયો છે. પર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346