Book Title: Jain Darshan Amulya Tattva Chintan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 341
________________ ૩૩ ૨ ક્ષેત્ર પરિવર્તન : લોકાકાસનો કોઈ પ્રદેશ બાકી રહે નહિ જયાં ક્રમ કમથી ઉત્પન્ન થયો હોય. આવા એક ક્ષેત્ર પરિવર્તનમાં દ્રવ્યપરિવર્તન કરતાં પણ વધારે અનંતકાળ વીતાવ્યો છે. કાળ પરિવર્તનઃ ઉત્સર્પિણી- જ્યાં આયુ, કાયા, સુખ વધે છે. અવસર્પિણી-જ્યાં આયુ, કાયા, સુખ ઘટે છે. આ બેયુગોના સૂક્ષ્મ સમયમાં કોઈ એવો સમય નથી જેમાં આજીવેકમકમ થી જન્મ મરણનક્ય હોય. આવા એક કાળ પરિવર્તનમાં ક્ષેત્ર પરિવર્તનથી પણ અધિક અનંત કાળ વીતાવ્યો છે. ભવ પરિવર્તન ચારે ગતિમાં નવગ્રેવયકા સુધીનો કોઈ ભવ બાકી રહ્યો નથી કે જે ભવ જીવે ધારણ કર્યો ન હોય. આવા એક ભવ પરિવર્તનમાં કાળ પરિવર્તનથી અધિક અનંતકાળ વીતાવ્યો છે. ભાવ પરિવર્તન આ જીવે આઠ કર્મો બાંધવા યોગ્ય ભાવોને પ્રાપ્ત કર્યા છે. આવા એક ભાવ પરિવર્તનમાં ભવ પરિવર્તન કરતાં અધિક અનંત કાળ વિતાવ્યો છે. આ પ્રમાણે પાંચ પરિવર્તન આ સંસારી જીવે અનંત વાર ર્યા છે. આ સંસારમાં ભ્રમણાનું મૂળ કારણ મિથ્યા દર્શન છે. મિથ્યાદર્શન ની સાથે અવિરત પ્રમાદ, કષાય અને યોગ પણ છે જે સંસારી જીવો ભોગોની તૃષ્ણામાં હિંસા, જુઠું, ચોરી, કુશીલ, પરગ્રહ, અતીચારરૂપ પાંચ અવિરત ભાવોમાં ફસાઈ રહે છે તે મિથ્યાષ્ટિ ભાવ પરિવર્તન કરે છે. આત્મહિતમાં પ્રમાદી રહે છે. તીવ્ર, ક્રોધ, માન, માયા, લોભકષાય કરે છે તથા મન, વચન, કાયાને અતિક્ષોભિત રાખે છે. આ અસાર સંસારમાં અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જ કષ્ટ પામે છે. જે આત્મજ્ઞાની સમ્યગ્દષ્ટિ છે તે સંસારમાં ઉદાસી અને વૈરાગી છે. અતીન્દ્રિય આત્મિક સાચા સુખને ઓળખે છે. તે મોક્ષ પ્રાપ્તિનો અધિકારી બને છે તે શીધ્ર જ મોક્ષને પામે છે. જો કે કર્મોના ઉદયથી થોડોકાળકોઈ ગતીમાં રહે છે તો પણ સંસારમાં લીપ્ત થતો નથી. સંસારમાં પ્રાપ્ત શારીરિક માનસીક કોને કર્મોદય વિચારી સમતા ભાવથી ભોગવે છે, તે દરેક અવસ્થામાં આત્મીક સુખને જ સાચું સુખ માને છે. 0 0 0 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346